નવ દિવસ ઉપવાસથી ઈમ્યુનિટી સારી રહે છે, ટોક્સિક પણ બહાર નીકળે છે અને એક ઋતુમાંથી બીજી ઋતુમાં શરીર ઝડપથી ટેવાઈ જાય છે. 2022ની ચૈત્રી નવરાત્રિ 2 એપ્રિલથી શરૂ થાય છે. વર્ષમાં બે વાર મુખ્ય ઋતુ બદલાય એ સમયે નવરાત્રિનાં ઉપવાસ સદીઓથી ગોઠવાયેલાં છે.
ચૈત્રી નવરાત્રિ સમયે લીમડાનાં મ્હોરનો કે 15-20 કૂમળા પાંદડાનો રસ પીવાય, પાંદડા ચાવીને પણ ખવાય. લીમડો એ સદીઓથી લેવાતી કુદરતી વેક્સિન છે..! લીમડામાં સલ્ફર અને જંતુનાશક તત્વો છે જે શરીરની અંદરનાં તેમજ વાતાવરણમાં રહેલાં જંતુઓનો નાશ કરે છે. લીમડો અને ગૂગળ કુદરતી સેનિટાઈઝર છે જેનાં ધુમાડાથી મચ્છરો જેવાં મોટા જંતુઓ અને ન દેખાતાં નાના જંતુઓ બંને મરે છે યા ભાગે છે.
લીમડાની કડવાશથી સુગર ઘટે છે. એનાં પાંદડાનો આકાર પેન્ક્રિઆસ જેવો છે જે સંકેત આપે છે કે આ પાંદડા પેન્ક્રિઆસની ઘણી તકલીફોમાં મદદરૂપ બની શકે છે. લીમડાનાં 15-20 પાનને ઊકાળીને રોજ બે વખત જરાક ખાલી પેટે પીવાથી ખંજવાળ, ચામડીની બીમારી, તાવ, નબળું પાચન, ઘટેલી ઈમ્યુનિટી વગેરેમાં લાભ થાય છે.
સદીઓ અગાઉ, એક ચીની પ્રવાસી ભારતનાં એક ગામમાં વૈદ્ધરાજને સાંભળી રહ્યાં હતાં. એક દર્દીએ આવીને કહ્યું: ‘વૈદ્ધજી, 15 દિવસ અગાઉ ઘેરથી નીકળ્યો એ પછી મારું શરીર બહું દુઃખે છે’. વૈદ્ધરાજે સવાલ કર્યો કે તમે 15 રાત્રિ કયા વૃક્ષ નીચે સૂતાં હતાં? જવાબમાં દર્દીએ કહ્યું: ‘હું આંબલીનાં વૃક્ષ નીચે સૂતો સૂતો આવ્યો છું’. વૈદ્ધરાજે હસીને કહ્યું: ‘આંબલીમાં ભૂત છે એવું કેમ કહેવાય છે એ ખબર છે’?
આંબલીની ખટાશને કારણે એની નીચે સૂવાથી પણ મન અશાંત રહે. જેથી અધૂરી ઊંઘ આવે છે. આથી, સવારે જાગ્યા પછી શરીર દુઃખે છે. આ સિવાય, ખટાશથી શરીરમાં વાયુ વધે એટલે દુઃખાવો થાય છે. હવે થોડાંક દિવસ લીમડાનાં વૃક્ષ નીચે સૂઈ જજો. વાયુ શાંત થઈ જશે અને સાંધામાંથી દુઃખાવાનું ભૂત ભાગી જશે..! તમને બીજી કોઈ ઔષધિઓની જરૂર નથી. મિત્રો, વૈદ્કીય સલાહ લઈને લીમડો વાપરવો. મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Nine days of fasting in this period improve immunity, speed up the process of detoxification, and our body adjusts easily with the change of season. This Year, Chaitra Navaratri will begin on the 2nd of April. Yearly twice when the main season changes, Fasting of Navaratri had been planned for centuries.
During Chaitra Navaratri’s, Neem juice of 15-20 leaves should be taken for 10 to 15 days or else Neem leaves can be chewed. Neem is a natural vaccine for centuries taken widely. Neem contains natural sulfur and anti-bacterial, anti-viral power that kills germs not only from the atmosphere but also from our bodies. Neem and Gugal are real natural sanitizers. With the smoke of both Neem and Gugal, mosquitoes and insects from the atmosphere are killed or disappear.
The bitterness of Neem reduces blood sugar. As the shape of neem leaf is like pancreas that shows it can be helpful in many problems(diseases) of the pancreas. Daily consumption of Neem leaves decoction( boil 15 to 20 leaves of Neem in water ) on an empty stomach is helpful in itching, skin problems, fever, poor digestion, low immunity, etc.
Once a Chinese traveler was listening to a Vaidraj in a village. One patient came and said: ‘He left home for last 15 days, from that day he has pain in the body.’ The wise man asked: ‘under which tree you have been sleeping for the last 15 nights? The patient replied: ‘I have been sleeping under a Tamarind tree and reach here. The vaidya replied with a smile on his face: ‘ Do you know why it is a saying that Ghosts lives on Tamarind tree’?
Due to the sourness of Tamarind, our mind gets disturbed while sleeping under it. Then bad nightmares come at night and body pain starts in the morning. Due to the sour taste of it, Vata increases and so does that pain. From now sleep under a Neem tree for a few days. Excess Vata will get relieved and the ghost of pain will disappear from joints. There is no need for any medicine. Take the advice of a Master before taking Neem. Mukesh, Nihar Charitable Trust, Ahmedabad.
મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
3 Comments
Nice information sir
Good one.
Thank you.