દાેસ્તાે, આ ચાેથા અને છેલ્લાં હપ્તામાં આજે ઈલાજનાે ઢગલાે કરી દીધાે છે. અગાઉ બતાવેલાં ઈલાજ ફરીથી યાદ પણ કરાવી દઈશ.
- સવારે 200 ml એટલે કે એક ગ્લાસ જેટલાે પાણી ઉમેર્યા વિના બનાવેલાે કાચી દૂધીનાે રસ પીવાનાે છે. સળંગ 100 દિવસ આ પ્રયાેગ કરવાથી વધેલાં દરેક પ્રકારના નુકસાનકારક કાેલેસ્ટ્રાેલમાં ઘટાડાે થઈ શકે છે. જાે ગેસ થતાે હાેય તાે સવારે બ્રશ કર્યા પછી એકથી ત્રણ ગ્લાસ સુધી જરાક નવશેકું પાણી પીવાનું. પછી 20 મિનિટ સુધી ધીમે ધીમે ચાલવાનું. ત્યાર પછી કાચી દૂધીનાે રસ પીવાથી ગેસ નહીં થાય કે આેછાે થશે.
- બીજાે પ્રયાેગ અદભુત છે, ઘણાે અસરકારક છે. અડધું સફરજન અને એક પાઈનેપલનાે ત્રીજાે ભાગ પાણીમાં મિક્સ કરીને એનાે જ્યુસ બનાવવાનાે. આવાે જ્યુસ સળંગ 100 દિવસ સુધી સવારે પીવાથી ખરાબ કાેલેસ્ટ્રાેલ ઘટે છે અને સારું કાેલેસ્ટ્રાેલ વધે છે. સાથે સાથે હૃદયની મુખ્ય નળીઆેમાં બ્લાેકેજ હાેય તાે એમાં પણ ઘટાડાે થાય છે. હૃદયની અંદર દુઃખાવાે થતાે હાેય તાે એમાં પણ આ પ્રયાેગ કરવાથી દુઃખાવાે ઘટે છે કે મટે છે.ડાયાબિટીસના દર્દીઆે એક દિવસ છાેડીને એક દિવસ આ પ્રયાેગ કરી શકે છે. આમ તાે ડાયાબિટીસના અનેક દર્દીઆે ક્યાંક ને ક્યાંક ગળપણ ખાતા જ રહે છે, તળેલાે આહાર લેતાં રહે છે. એમાં સંયમ રખાય તાે આ પ્રયાેગ દરરાેજ પણ કરી શકાય છે.
- જાે પેટમાં ગરબડ હાેય, કબજિયાત થાય, પાચન નબળું પડે તાે માત્ર કાેલેસ્ટ્રાેલ જ નહીં અન્ય ગંભીર તકલીફાે, બીમારી પણ થાય છે. સવારે કે સાંજે અને ભૂલી જવાય તાે રાત્રે સૂતી વખતે 2થી 3 ચમચી એકદમ સાદું ઈસબગુલ જરાક હૂંફાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી આંતરડામાં હળવાશ આવશે. જાે દૂધ માફક ન આવતું હાેય તાે જરાક ગરમ પાણીમાં મિક્સ કરીને આવું સાદું ઈસબગુલ લઈ શકાય છે. અથવા એકથી દાેઢ ચમચી સાદી હરડેનાે પાવડર ગરમ પાણીમાં મિક્સ કરીને સવારે અથવા રાત્રે સૂતી વખતે લઈ શકાય છે. આનાથી પણ પાચન સુધરશે, કબજિયાત ઘટશે. રાત્રે ભાેજન બાદ ત્રણેક કલાક જવા દઈને હરડે લેવાય તાે પેટમાં એની વધારે સારી અસર જણાશે.
પાચન સુધરે સાથે આપણે દરરાેજ એકાદ કલાક માટે ચાલવાનાે વ્યાયામ કરીએ અને રાત્રે સૂતી વખતે પાંચ મિનિટ માટે ધ્યાન કરીએ એટલે આ શરીર, મનનું જાેડાણ હળવું રહે છે. સૂતી વખતે આેમકારનાે મંત્ર બાેલવાથી મન આલ્ફા લેવલ પર કે ઊંડી ઉંઘમાં રહે છે. રાત્રે સૂતી વખતે આેમકાર કરાય તાે સવારે જાગ્યા પછી જીવવાનું મન થાય એવાે દિવસ ઊગે છે.
રાત્રે સૂતી વખતે પાેતાની ઉમર જેટલાં ઊંડા શ્વાસ લેવાય અને પછી ધ્યાન કરાય તાે સવારે જાગીને દાેડવાનું મન થાય એવાે દિવસ ઊગે છે. ધારાે કે આપની ઉમર 32 વર્ષ છે તાે સૂતી વખતે 30થી 32 વખત ઊંડા શ્વાસ લેવાથી મન હળવું અને શાંત થાય છે. આવા ઊંડા શ્વાસ પછી આેમકાર બાેલીને સૂવાય એટલે ઊંઘ દરમ્યાન શરીરની આખી સિસ્ટમ કુદરત સાથે જાેડાયેલી રહે છે. આથી આપ સારી રીતે સૂઈ પણ શક્શાે અને સારી રીતે ઊઠી પણ શક્શાે. એક વખત સારી રીતે ઊઠાે પછી જીવન શું છે એ માટે જાગી પણ જાઆે તાે સારું.
નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ આપ સાૈના આરાેગ્ય માટે જાગ્રત છે. વાેટ્સ એપ અને ટી.વી.ના અમારા કાર્યક્રમાે, આ બ્લાેગ અને ભારતભરમાં અમારા જાહેર પ્રવચનાે, સેમિનાર આરાેગ્યની જાગૃતિ માટે કરાતાં રહે છે. સામયિક અને પુસ્તકનું મફત વિતરણ પણ ચાલું જ છે. આપ અમને આપના શહેરમાં લેક્ચર માટે બાેલાવી શકાે છાે. દાનની રકમ આપે Nihar Charitable Trustનાં ખાતામાં જમા કરવાની છે. અમારા ટ્રસ્ટને કરાતાં દાનમાં 80 G(5) હેઠળ 100 ટકા કરમુક્તિ મળેલ છે. Central Bank of India A/c No. 3013398379. જેનાે IFSC Code CBINO280548 છે.
કાેલેસ્ટ્રાેલ વિષેનાં ઈલાજનાં આ ચાર ભાગથી આપની આ તકલીફ સારી એવી ઘટશે. કાેલેસ્ટ્રાેલની દવાઆેની આડઅસરમાં લિવરના કાેષાે નાશ પામે છે, હાડકાં નબળા પડવાથી સાંધાનાે દુખાવાે થાય છે. જે લાેકાે વર્ષાેથી કાેલેસ્ટ્રાેલની દવાઆે લેતાં હાેય છે એમને સાંધાના દુઃખાવાની ફરિયાદ હાેય છે કે થઈ શકે છે. આવા સંજાેગાેમાં નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ આપનાં સારા આરાેગ્ય માટે, તંદુરસ્ત ઘડપણ માટે પ્રયત્નશીલ છે.
આભાર. પ્રભુ આપને ઘડપણમાં યુવાની આપે, મનમાં ભૂતકાળને બદલે વર્તમાનકાળ રાખે, આપને સતત પ્રવૃતિશીલ રાખે અને આપનું જીવન એવું બનાવે કે જેમાંથી અન્યને પ્રેરણાં મળે. સૂર્યનું દરેક કિરણ આપને માટે છે, દરેક ઊંડાે શ્વાસ આપને માટે છે, ઝાકળની ભીનાશ આપને માટે છે, પક્ષીઆેનું મધુર ગાન આપની રાહ જુએ છે. ફૂલાે આપણે માટે ખીલી રહ્યાં છે જેનાે અહેસાસ કરીએ.
મુકેશ પટેલ (મેનેજિંગ ટ્રસ્ટી)
નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.