ચારે તરફ આપણે બી.પી., ડાયાબિટીસ, કાેલેસ્ટ્રાેલ, સ્થૂળતા વિષે સાંભળીએ છીએ પરંતુ કાેઈને માત્ર કાેલેસ્ટ્રાેલની જ બીમારી હાેય તાે પણ કેમ ગભરાટ થાય છે ? આ લખનારનાં જીવનનાે મૂળ હેતુ છે આપ સાૈના મનની અંદરથી બીમારીના ભયને દૂર કરવાનાે. પછી એ વાત હું મારા સામયિક અનુપાનથી સમજાવું, જાહેરમાં મારું કાેઈ લેક્ચર હાેય એનાથી સમજાવું, મારા ટી.વી. કે વાેટ્સ એપના કાર્યક્રમથી સમજાવું કે પછી આ બ્લાેગના લખાણથી સમજાવું.બીમારી કરતાંય બીમારીનાે ડર, અધૂરું જ્ઞાન વધારે હાનિકારક હાેય છે. ખાલી કાેલેસ્ટ્રાેલથી હૃદયરાેગનાે હુમલાે(Heart Attack) આવવાની શક્યતા નહિવત્ છે. બી.પી., ડાયાબિટીસ, થાઈરાેઈડ, અનિદ્રા, કાેલેસ્ટ્રાેલ, સ્થૂળતા અને વ્યાયામનાે અભાવ એમ અનેક બીમારીઆે હાેય ત્યારે હાર્ટ એટેક આવવાની શક્યતા વધે છે. હાર્ટ એટેક આવશે જ એમ ન કહેવાય પરંતુ એની સંભાવના વધી જાય છે. મૂળ વાત, કાેલેસ્ટ્રાેલ એટલે આપણાં લાેહીમાં ફરતી ચરબી.
આપણાં શરીરની અંદર જયારે લાેહી વહે છે ત્યારે એ પાેતાની સાથે આેક્સિજન, વિટામિનાે અને ખનીજ દ્રવ્યાે(Minerals)ને પણ લઈ જાય છે. લાેહીની નળીઆે આપણાં ઘરમાં રહેલી પાણીની પાઈપની જેમ નિર્જિવ નથી હાેતી. લાેહીની નળીઆેમાં એક લચક(Elasticity) હાેય છે. જેમ આપણાં આંતરડામાં ખાેરાક આગળ ધકેલાય ત્યારે પેરિસ્ટાલસીસ મુવમેન્ટ(અળસિેયું જેમ પાેતાના પેટથી ચાલે છેે એમ જ આવી નળીઆેમાં લાેહી આગળ વધે છે. પરંતુ તણાવ વધે તેમ આ નળીઆે કડક બને છે અને એની કુદરતી લચક ઘટતી જાય છે. આથી એમાં ચરબી જામવાની શરૂઆત થાય છે.
આપણાં આહારમાં પાણી સિવાયની દરેકે દરેક વસ્તુમાં ચરબી હાેય જ છે. પરંતુ આપણે આપણી જરૂરિયાત અનુસાર આહાર લેવાે જાેઈએ. આહારમાં રહેલી ચરબીની મદદથી શરીર પાેતાની અંદરની સૂક્ષ્મ નળીઆે બનાવે છે, આપણને તરવરાટ આપનાર, મૂડમાં રાખનાર અને જીવાડનાર હાેર્માેનને બનાવે છે, આપણને દેખાવ આપે છે, શરીરનું રક્ષણ કરવા માટે વાપરે છે. સમજણ વિના આહારમાંથી બધી ચરબી, મીઠું બંધ કરાય તાે શરીરને ગંભીર નુકશાન થઈ શકે છે.
મહત્વની વાત છે તણાવને ઘટાડવાની. કારણકે અનેક લાેકાે એવા છે કે જેમના આહારમાં ચરબી જ નથી લેવાતી છતાંય તેઆે કાેલેસ્ટ્રાેલથી પીડાય છે. તાે એમનાં શરીરમાં કાેલેસ્ટ્રાેલરૂપી ચરબી જમા કેવી રીતે થઈ ? આ ચરબી આવી ક્યાંથી ?
જ્યારે આપણે તણાવમાં હાેઈએ છીએ ત્યારે ઘઉં, ચાેખા, દૂધ, શાક, ગરમ નાસ્તાે, બિસ્કીટ વગેરેમાં રહેલી સામાન્ય કે જરાક વધારે ચરબી પણ શરીર સારી રીતે પચાવી શક્તું નથી કે નથી એને શરીરમાંથી બહાર કાઢી શક્તું. આવા સંજાેગાેમાં એ ચરબી કાેલેસ્ટ્રાેલરૂપે લાેહીની નળીઆેમાં જમા થાય છે. સવાલ તણાવ(Stress)ને ઘટાડવાનાે છે અને આહારમાં વિવેકપૂર્વક ફેરફાર કરવાનાે છે.
આપણે રાત્રે સમયસર સૂઈ જઈએ, સવારે સૂર્ય ઊગે એ અગાઉ જાગી જઈએ અને આપણી વ્યસ્ત દિનચર્યામાં પણ વ્યાયામ માટે એક કલાકનાે સમય દરરાેજ આપીએ એટલે માેટાભાગની બીમારીઆે આપણાંથી દૂર જ રહે છે. આપણાં શરીરની અંદર રહેલું લિવર એ આપણાે સૂર્ય છે જેની મદદથી આપણું કાેલેસ્ટ્રાેલ કાબૂમાં રહે છે. જેની મદદથી આપણી ગ્રહમાળાનાં દરેક ગ્રહાે જીવતાં છે, આપણી પૃથ્વી અને આપણું જીવન છે એ બહારનાે સૂર્ય એ આપણાં બ્રહ્માંડનું, આ બધાં ગ્રહાેનું, આપણી પૃથ્વીનું લિવર છે.
આપણે સૂર્યની હાજરીમાં જાગી જઈએ એટલે આપણું લિવર ખરેખર ખૂબ સારી રીતે કામ કરે છે. ઇન્ટરનેટ પરથી મેળવેલા કે અન્ય રીતે મેળવેલા જ્ઞાનમાત્રથી આપનું કાેલેસ્ટ્રાેલ કાબૂમાં ન રહે. આપણું સીધું જાેડાણ(કનેકશન) સૂર્યની સાથે રહે ત્યારે આપણું કાેલેસ્ટ્રાેલ સામાન્ય રહે છે, આપણું આરાેગ્ય સારું રહે છે. આપણે સાૈ આ પાંચ તત્વાેમાંથી જ બન્યા છીએ અને એમાં જ આપણે વિલીન થઈ જવાનાં છીએ. એની સાથેનું જાેડાણ એટલે કુદરતી સાથેનું જાેડાણ.
પ્રભુ આપનું આરાેગ્ય સારું રાખે અને આરાેગ્યનાં સાચા રસ્તા ઉપર આપસાૈ ચાલાે, આપને જે અદભુત, ભવ્ય અને દિવ્ય શરીર મળ્યું છે એને જાણાે અને એનાે લાભ લઈને પરમ શાંતિ તરફ આગળ અને આગળ વધાે. આરાેગ્ય એ આપણાં સાૈનાે જન્મસિદ્ધ અધિકાર છે પણ એ અધિકાર માટે લડવાનું નથી, જાગવાનું છે.
મુકેશ પટેલ( Managing Trustee) નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.