મિત્રાે,લાેહીની નળીઆેમાં જરૂર હાેય એનાથી વધારે ચરબી જમા થાય એનું બીજું નામ કાેલેસ્ટ્રાેલની બીમારી. પરંતુ આપણે એ પણ જાણવું જાેઈએ કે કાેલેસ્ટ્રાેલ વિના તાે આપણું જીવન જ શક્ય નથી. ડગલે અને પગલે શરીરને એની જરૂર પડે છે. લાેહીની નળીઆે બનાવવા, હાેર્માેન બનાવવા, શક્તિ માટે પરંતુ જ્યારે આપણે જરૂર કરતાં વધારે ચરબી આહારમાં લઈએ છીએ અને સામે એવી ચરબીને બાળવા માટે પૂરતાે વ્યાયામ નથી કરતા ત્યારે શરીરમાં કાેલેસ્ટ્રાેલનું પ્રમાણ વધતું જાય છે. આપણે નિયમિત વ્યાયામ કરતાં હાેઈએ પરંતુ તણાવનું પ્રમાણ વધુ હાેય તાેય કાેલેસ્ટ્રાેલનું પ્રમાણ વધતું રહે છે. આપણી અંદર જ્યારે આળસનું પ્રમાણ વધે છે ત્યારે ચરબી વધે છે. સવારે જાગ્યા પછી તરત જ ઊભા થઈને માત્ર 20 જ મિનિટ ચાલશાે તાેય મહિનામાં કુલ 10 કલાકનું વાેકીંગ થશે..!દિવસે કામ કરતાં કરતાં પણ વધારે પડતી ઊંઘ આવે છે એનાે અર્થ કે શરીરમાં આેક્સિજનનું પ્રમાણ ઘટે છે. આેક્સિજન ઘટે પછી ચરબી વધે છે. આપણે જ્યારે સલાડ, સૂપ, ફળાે, જ્યુસ વગેરે આહારમાં લઈએ ત્યારે આપણાં શરીરની અંદર આેક્સિજનનું પ્રમાણ વધે છે કારણકે આવાે કુદરતી આહાર આેક્સિજનથી ભરપૂર હાેય છે. આપણે ઊંડા શ્વાસ લઈએ ત્યારે એનાથી શરીરમાં આેક્સિજન વધે છે, લાેહીની નળીઆેની લચક(elasticity) સુધરે છે. આેક્સિજન વધે એટલે ચરબી ઘટે છે, કાેલેસ્ટ્રાેલ ઘટે છે.
દિવસમાં ત્રણ વખત એક ગ્લાસ જેટલું નવશેકું(lukewarm) પાણી પીવાથી કાેલેસ્ટ્રાેલ ઘટે છે. સવારમાં બ્રશ કરીને 200 મિ.લી. એટલે કે એક ગ્લાસ જેટલાે કાચી દૂધીનાે રસ પીવાથી કાેલેસ્ટ્રાેલ ઘટે છે. કાેલેસ્ટ્રાેલમાં સારું અને ખરાબ એમ બંને પ્રકારનું કાેલેસ્ટ્રાેલ હાેય છે. દૂધીનાે રસ પીવાથી ખરાબ કાેલેસ્ટ્રાેલ એટલે કે LDL, VLDL, Triglycerides વગેરે ઘટે છે. નાસ્તામાં 4-5 અખરાેટ લેવાથી સારું કાેલેસ્ટ્રાેલ એટલે HDL વધે છે. સારા કાેલેસ્ટ્રાેલનાે સાૈથી માેટાે ફાયદાે એ છે કે શરીરમાં રહેલાં વધારાનાં કાેલેસ્ટ્રાેલને દૂર કરવાનું કામ એ કરે છે. એટલે જાે HDL વધે તાે આપાેઆપ LDL, VLDL અને Triglycrides ઘટવા લાગે છે.
આહારમાં તલનું તેલ શ્રેષ્ઠ છે. એમાંથી આપણને વિટામિન ઈ અને કુદરતી રૂપમાં કેલ્શિયમ મળે છે, શરીરનાં સાંધાઆેને ગરમી મળે છે. એ સિવાય ગાયનું શુદ્ધ ઘી પણ વાપરી શકાય છે. શાંતિથી જમવાની આદત કેળવાય પછી આહારમાં સલાડ લેવાય તાે આવા ફાઈબરથી કાેલેસ્ટ્રાેલ ઘટે છે. શાકભાજી અને સલાડના કુદરતી ફાઈબર વધારાના કાેલેસ્ટ્રાેલને શરીરની બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.
રાત્રે સૂતી વખતે નિયમિત રીતે માત્ર પાંચ મિનિટ માટે આંખાે બંધ રાખીને ધ્યાન કરવાની આદત કેળવવાથી પણ કાેલેસ્ટ્રાેલ ઘટે છે, સારી રીતે ઘટે છે. સૂતી વખતે આપનાં ઈષ્ટદેવનું નામ માત્ર 10 મિનિટ માટે એકદમ સારા અક્ષરાેથી, એકસરખા અક્ષરાેથી નાેટબુકમાં લખવાની આદત કેળવાય તાે મગજના જ્ઞાનતંતુઆેને અદભુત રીતે શાંતિ મળે છે. સવારે જાગ્યા પછી પણ જાે 5 મિનિટ માટે આ રીતે ફરીથી લખાય તાે દિવસભર મન શાંત રહે છે. મનની અશાંતિની આડઅસર લિવર ઉપર થાય છે અને સરવાળે કાેલેસ્ટ્રાેલ વધે છે.
પ્રભુ આપનાં મનને શાંત રાખવામાં, નિયમિત રીતે વ્યાયામ કરવામાં અને જીવનમાં ક્યાં અટકવું એવી સમજણ આપવામાં મદદરૂપ બને અને આપ સાૈનું જીવન આરાેગ્યમય રહે એવી શુભકામના સહ, મુકેશ પટેલ (મેનેજિંગ ટ્રસ્ટી)
નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ (www.anupan.in)