મિત્રાે,આપણાં શરીરમાં કાેલેસ્ટ્રાેલને જાળવવાનું કામ લિવર કરે છે. લિવર એટલે આપણી અંદર રહેલાે સૂર્ય. અને આપણી બહાર રહેલાં સૂર્યની આસપાસ આપણી પૃથ્વી અને અન્ય ગ્રહાે ફરે છે. આપણે સાૈ સૂર્ય પર આધારિત છીએ, એની સાથે જાેડાયેલા છીએ. જ્યારે આપણું લિવર નબળું પડે છે ત્યારે કાેલેસ્ટ્રાેલનું લેવલ વધે છે.
દરરાેજ સવારે 200 ml એટલે કે એક ગ્લાસ કાચી દૂધીનાે જ્યુસ(રસ) સળંગ 100 દિવસ પીવાથી કાેલેસ્ટ્રાેલમાં સારાે એવાે ઘટાડાે નાેંધાય છે. Triglyceride, LDL, VlDL, Cholesterol ઘટે છે. આ બધાં કાેલેસ્ટ્રાેલ ઘટવા ખૂબ જરૂરી છે. સાથે સાથે સારું કાેલેસ્ટ્રાેલ એટલે કે HDL વધવું જાેઈએ. જાે સારું કાેલેસ્ટ્રાેલ વધે તાે બાકીનાં કાેલેસ્ટ્રાેલ ઘટવા લાગશે. દરરાેજ 4 અખરાેટ અને 5 સિરીયન બદામ(રાત્રે પાણીમાં પલાળવી, સવારે એનું પડ કાઢવું) ખાવાથી HDL એટલે કે સારું કાેલેસ્ટ્રાેલ વધશે.
દર અઠવાડિયે એક દિવસ આરાેગ્યવાર(health day) કરવાથી લિવર મજબુત બને છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં ભાેજન લેવાની આદત કેળવવાથી લિવર સારું રહે છે. દરરાેજ એક કલાક સૂર્ય-સ્નાન(sun bath) કરવાથી કે તડકામાં રહેવાથી લિવર મજબુત થાય છે. રાત્રે 10.30 સુધીમાં સૂવાની આદત કેળવીને સવારે સૂર્ય ઊગે એ અગાઉ જાગવાથી લિવર મજબુત બને છે. હવે જાેઈએ કે આરાેગ્યવારમાં શું કરવું જાેઈએ.
આરાેગ્યવારને દિવસે મિક્સ ફળાે, છાસ, દૂધ, સૂપ, ફળાેનાે જ્યુસ(રસ), સલાડ લેવાથી લિવર મજબુત બને છે, શરીરમાંથી કચરાે બહાર નીકળે છે અને યુવાની લાંબા સમય સુધી જળવાઈ રહે છે. દર અઠવાડિયે એક દિવસ આવાે ઉપવાસ કરવાથી કાેલેસ્ટ્રાેલ ઘટે છે, વજન ઘટે છે. આ દિવસે બે કલાક માટે ફાેન બંધ રાખી, માૈન ધારણ કરીને ક્યાંક એકલાં બેસવાથી મનની શક્તિ પણ વધે છે.
કાેલેસ્ટ્રાેલ તણાવ(stress) વધવાથી વધે છે. મંત્ર, ધ્યાન, ઊંડા શ્વાસ અને ચાલવાનાં વ્યાયામથી તણાવ ઘટશે અને સરવાળે માત્ર કાેલેસ્ટ્રાેલ જ નહીં, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઆે પણ કાબૂમાં આવશે કે એની દવાઆે ઘટશે. સૂતી વખતે માત્ર 5 મિનિટ ધ્યાન કરવાથી ઊંઘમાં મનની સ્થિતિ બદલાશે.
આપણાં શરીરમાં લાેહીની નળીઆે બનાવવા, હાેર્માેન બનાવવા માટે અને જીવનશક્તિ માટે કાેલેસ્ટ્રાેલ જરૂરી છે. માટે, કારણ સમજ્યા વિના માત્ર ઘી, તેલ બંધ કરવાથી કાેલેસ્ટ્રાેલ તાે ઘટશે પણ સાથે સાથે શરીરને નુકસાન પણ થઈ શકે છે.તણાવને ઘટાડાે અને જરૂરી માત્રામાં ઘી, તેલ ખાેરાકમાં લેવાનું પણ ચાલુ રાખાે.
ચા માેળી પીવાની અને રાેજ મીઠાઈ ખાવાની આવી બેવડી નીતિ રાખવાથી જેમ ડાયાબિટીસ ઘટતાે નથી એમ જ રાેટલી કાેરી ખાવાની પણ આેફિસમાં વારંવાર તળેલાે નાસ્તાે ખાવાનાે તાે પછી ક્યાંથી કાેલેસ્ટ્રાેલ ઘટશે..!?
પાેતાની જાતને, પાેતાના જ મનને છેતરવાને બદલે શરીરને જરૂરી એવા દૂધ, ઘી, તેલને પણ પ્રમાણસર લેવાનાં ચાલુ રાખાે અને તળેલા-બળેલા આહારથી, જંક-ફૂડથી સંયમપૂર્વક દૂર રહાે. વ્યાયામ પણ કરાે, સંયમ પણ રાખાે અને ક્યારેક સ્વાદ માટે ચટાકાે કરી લાે તાે પછી એક સમયનું ભાેજન છાેડી દાે અને એને બદલે માત્ર ફળાહાર જ લાે. બસ..! પછી જુઆે, કુદરત તમારા પર કેટલી સરસ રીતે મહેરબાન રહે છે…
આજના યુગમાં પ્રભુ પાસે એક જ વરદાન માગવાની જરૂર છે–” હે ભગવાન..! મને સારું આરાેગ્ય આપાે, બાકીનું બધું તાે હું મહેનત અને સત્યથી મેળવી લઈશ પરંતુ જાે આરાેગ્ય જ નહીં હાેય તાે મને એનાે સાચાે રસ્તાે કાેણ બતાવશે?”
પ્રભુ આપ સાૈને સારું આરાેગ્ય આપે અને એવું આરાેગ્ય જાળવવાની સદબુદ્ધિ પણ આપતાે રહે…
મુકેશ પટેલ(મેનેજિંગ ટ્રસ્ટી), વિડીયાે જાેવા માટે આપ નીચેની લિન્ક પર ક્લીક કરી શકાે છાે, આભાર…
નિહાર ચેરિટબલ ટ્રસ્ટ, અમદાવાદ(www.anupan.in)