વાચકમિત્રાે, આપ સાૈનું નિહાર ચેરિટેબલ ટ્રસ્ટનાં બ્લાેગમાં હાર્દિક સ્વાગત છે. આજનાે આપણાે વિષય છે ડિપ્રેશન કઈ રીતે થાય છે અને એનાે ઈલાજ કુદરતી સારવારથી કઈ રીતે કરી શકાય? શરીર, મન અને આત્માનાે સરવાળાે એટલે આપણું પૃથ્વી પરનું અસ્તિત્વ. શરીરને સ્વસ્થ રાખવા, તંદુરસ્ત રાખવા માટે આપણે અલગ-અલગ વ્યાયામનાે, આહારનાે સહારાે લઈ શકીએ છીએ. મનને લય(રિધમ)માં રાખવા માટે આપણે શ્વાસની સરળ ક્રિયાઆે અને ધ્યાનની મદદ લઈ શકીએ છીએ. ધ્યાનની દુનિયામાં આપણે જેમ જેમ આગળ વધતાં જઈએ તેમ તેમ આપણને આત્માનું શુદ્ધ દર્શન સ્પષ્ટ થતું જાય છે. પરંતુ જ્યારે શરીર, મન અને આત્માનાે લય તૂટે છે, શરીર માંદું પડે છે અને મન નબળું પડે છે ત્યારે ડિપ્રેશનની શરૂઆત થાય છે.
રાત્રે સૂતા પછી એક કલાક સુધી ઉંઘ ન આવે, પથારીમાં પડખાં ફેરવવાં પડે એટલે ડિપ્રેશનની શરૂઆત થઈ ગઈ એમ સમજી જ લેવાનું. વળી, આપણે રાત્રે સૂઈ જઈએ અને આંખાે બંધ થાય એટલે ઉંઘ આવી ગઈ એમ ન માની લેવાય. આંખાે એ તાે દષ્ટિ ઉપરનું ઢાંકણ છે, મનની વિચારાેની ફેકટરી બંધ થાય, ઉંઘમાં સાચા અર્થમાં મન શાંત થાય ત્યારે આપણે સૂતાં ગણાઈએ. આપણે આલ્ફા લેવલ અથવા એનાથી વધારે ઊંડાણમાં જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે તાજગીભરી સવાર સાથે દિવસની શરૂઆત થાય છે. પરંતુ જાે ઉંઘમાં તણાવ, ખરાબ સ્વપ્નાે અે નકારાત્મક વિચારાે ચાલુ રહે તાે દિવસની શરૂઆત જ થાક અને આળસથી, ગુસ્સાે અને ચિડીયાપણાથી થાય છે. ચા-કાેફી કે કાેકાેથી સવાર એટલી બધી સુધરવાની નથી જેટલી ઊંડી ઉંઘથી સુધરે છે. અનેક સવારાે બગડે પછી પેટ બગડે છે અને ધીરે ધીરે રાત્રે સૂતા પછી પણ પડખા જ ઘસવા પડે છે. તાે પછી આ બધાંનાે ઈલાજ શાે?
સાૈથી સારાે ઈલાજ છે તડકાે. સૂર્યનાં કિરણાે જ્યારે આપણી ચામડીને અડકે છે ત્યારે શરીરની અંદર સેરાેટાેનિન નામનાે ન્યૂરાે ટ્રાન્સમીટર પેદા થાય છે જે ડાેપામાઈન પેદા કરવામાં મદદરૂપ થાય છે, ડાેપામાઈન જેવી કામગીરી કરે છે. આ સિવાય બ્રાઉન રાઈસ અથવા તાે એક પડ કાઢેલા કે સિંગલ પાેલીસ્ડ ચાેખાનાે શાકભાજી ઉમેરીને બનાવેલાે કુદરતી પુલાવ છાશ કે દહીં સાથે ભાેજનમાં લેવાય તાે આંતરડાની ગરમી ઘટે, પાચન સુધરે, વિટામિન બી-1, બી-2 અને બી-6 મળે તેમ જ કુદરતી રૂપમાં સેરાેટાેનિન પણ પ્રાપ્ત થાય…
પેટને સાફ રાખવા માટે, આંતરડાની ગરમી ઘટાડવા કે મટાડવા માટે દિવેલમાં શેકેલી હરડે(બજારમાં સારી ફાર્મસીની તૈયાર એરંડભૃષ્ટ હરડે પણ મળે છે)નાે ઉપયાેગ કરી શકાય છે. થાેડાંક દિવસ માટે રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં મિક્સ કરીને અડધીથી લઈને એક ચમચી જેટલી આવી હરડે લેવાથી પેટ સાફ આવે છે. પેટ સાફ આવે એટલે પેટમાં રહેલાે અપાનવાયુ ઉપર ચઢતાે અટકે છે. રાત્રે જાે આઠ વાગ્યા સુધીમાં ભાેજન લઈ લેવાય તાે ઉંઘ દરમ્યાન મગજ પર પેટનું દબાણ આવતું ઘટે છે કે અટકે છે.
મન એ ખરેખર તાે એવાે જીન છે કે જેની પાસેથી આપણે કામ લેવાનું છે પરંતુ આજે વાત ઊલટી બની રહી છે. આપણાંમાંથી અનેક લાેકાે મનનાં ગુલામ બનીને જીવી રહ્યાં છે. આપણે જ્યારે મનનાં ગુલામ બનીને જીવીએ છીએ ત્યારે એ બીમારીનું કે સ્થિતિનું બીજું નામ ડિપ્રેશન આપી શકાય છે. સમયસર ભાેજન લેવું, સમયસર અને નિયમિત રીતે વ્યાયામ કરવાે, દરરાેજ અમુક પાનાં મનગમતું વાંચન કરવું વગેરે આપણે મન પાસે કરાવવાનું હાેય છે પરંતુ મન આપણને એનાં ખેલમાંથી બહાર ન નીકળવા નથી દેતું. તાે શું કરવું?
રાત્રે સૂતી વખતે આંખાે બંધ કરીને પાંચ મિનિટ માટે પાેતાની ઉંમર જેટલાં ઊંડા શ્વાસ લેવાનાં. કમર સીધી રાખવાની અને બધું જ ધ્યાન શ્વાસ ઉપર રાખવાનું. આમ કરવાથી મન શાંત થશે, શ્વાસની મદદથી આપણે આપણી જ અંદરની દુનિયામાં ઊંડા ઉતરીને આપણી ભવ્યતાનાં, આપણી શક્તિનાં અને આપણે કાેણ છીએ એનાં દર્શન કરી શકીશું.
પ્રભુ આપને સદા આનંદમાં રાખે એવી અંતરની પ્રાર્થના સહ, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત. (nihar.anupan@gmail.com) (7874744676, 07965126556)