આપણાં સૌની પાસે કાંઈક એવું છે જેનાંથી અનેક લોકોનું ભલું કરી શકાય છે. જેમની પાસે સતા છે એનો સાચો ફાયદો સગાઓ અને પોતાની જાતિનાં લોકો સિવાય બીજાને પણ આપી શકાય છે. વધારાનાં રુપિયા છે જેનાંથી કેટલાંયનો ભણવાનો ખર્ચ, સારવારનો ખર્ચ કે જરુરિયાતવાળા લોકોનાં બાળકોને પરણાવવાનો ખર્ચ નીકળી શકે છે. જો જ્ઞાન છે તો એનાંથી સદીઓ સુધી માનવજાતનું કલ્યાણ થઈ શકે છે. કાંઈ જ નથી? સમય તો છે ને..! કોઈ સંસ્થા સાથે જોડાઈને કે અન્ય કોઈ રીતે અનેકની સેવા કરી શકાય.
ઓશો કહે છે: ”આપણે જ્યારે સત્કર્મ કરીએ છીએ ત્યારે એનાં ઝરણાં આપણી અંદરથી જ ફૂટીને અન્ય લોકો સુધી જાય છે. આવું ઝરણું આપણી અંદરથી નીકળે એટલે અજાણપણે આપણું કલ્યાણ શરૂ થઈ જાય છે. આપણને આવા કાર્યોથી ખૂબ આનંદ મળે છે, શક્તિ મળે છે. અને, જો કોઈને નુકસાન થાય એવું કામ કરીએ તો એનો અગ્નિ પણ આપણી અંદરથી જ પેદા થાય છે જે આપણને જ પહેલાં બાળે છે.”
સમય આવે છે કે જ્યારે નેતા હારે છે, સતાધારી સરકારી અધિકારી નિવૃત થાય છે, ધનવાનનું વધારાનું ધન જતું રહે છે અને જ્ઞાની વ્યક્તિ એકલો પડી જાય છે. હવે ટ્યૂબલાઈટ ઊડી ગઈ છે જેમાં કરંટ નથી. ઘરની બહાર લગાવેલું નિવૃત સતાધારી અધિકારી કે નેતાનું બોર્ડ પણ હવે ઝાંખુ લાગે છે.
આ બધાંમાંથી જેમણે ભૂલ કરી છે એવાં લોકો માટે એને સુધારી લેવાનો અવસર હજુ પણ છે..! નિવૃતિનાં સમયમાં જ્ઞાન, રૂપિયાથી અન્યનું ભલું કરવાનું શરૂ કરી શકાય.
બાકી તો દોસ્તો, આપણે સૌ એક હવા ભરેલાં ફુગ્ગા જેવા છીએ જેની અંદર પરમાત્માની ટાંકણી વાગે એટલી જ વાર છે..! ટાંકણી વાગી કે તરત જ ‘મુકેશભાઈ બહુ સારા માણસ હતાં..!’ બસ. વાર્તા પતી ગઈ. મરેલાં લોકો કોઈનેય નડતાં નથી એટલે બધાં એમનું સારું જ બોલે છે. પરંતુ, આપણે જો સત્કર્મનાં પ્રવાહમાં જોડાયેલાં રહીને મૃત્યુ પામીશું તો આનંદનું અનંત ઝરણું આપણાં મૃત્યુ પછી પણ આપણાં આત્માની અંદરથી વહેતું જ રહેશે. મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
We all have something extra and special which can become helpful to others.
If anyone has powers then he should give the benefit of it to not only his relatives and own castes people but also to many others. The excess amounts can be used to help in the study of so many students, mostly for ayurvedic and natural treatment, or to help needy people to get married. Our knowledge can become helpful to mankind for centuries. If you have nothing except leisure time; you can join any NGO or start serving on your own.
Osho says:
”when we do good things, a stream of happiness starts flowing within us. Such a stream gives us happiness and extra energy. But, if we do the harmful activity, the kindle fire of that starts within us and that inner burning hurts us first.”
With time, the leader loses, Government officers retire, the rich lose money power and a scholar becomes lonely. Now they should accept the reality of life that they are powerless like the diffuse bulbs. Then, the nameplates outside the houses are not much meaningful.
Those who have done mistakes have still time to improve. In the retirement period, their knowledge and money can become useful for others.
Friends, we all are just like balloons that can be blasted anytime after a needle pinching of god. Then…, the scenario will change to ”Mr. Mukesh was a good person” – and the drama of life ends. A dead person never harms, so people speak well for them. But, if we do better deeds regularly then the stream of inner happiness remains with our soul even after physical death. Mukesh, Nihar Charitable Trust, Ahmedabad.
Mukesh Patel
Managing Trustee, Nihar Charitable Trust.
5 Comments
Very heart touching. Good thinking
Thank you,
સુંદર શબ્દોનો સારો ઉપયોગ સમજદાર વ્યક્તિ કરે તો બહુ સારૂ છે
Give light to others article is really nice. We should earn money with that should spent money for good work & for poor people.
Yes, Thank you.