મિત્રો, આબુ પર્વતનાં ગુફા અને જંગલવાળા વાઈબ્રેશન્સથી ભરપૂર સ્થળ ઉપર ગયા મહિને આપણે સૌ ધ્યાનનો અદભુત અનુભવ કરીને આવ્યાં. હવે બાળકોને લીધાં વિના અને ફોટો-સેશન ન કરવાની શરતે ફરીથી આપણે સૌ એકઠાં થઈશું અમદાવાદથી માત્ર 45 મિનિટનાં અંતર પર…
- શરીરને તો આપણે વ્યાયામ અને આહારથી સરખું કરી શકીએ છીએ પરંતુ મનને શાંત અને સ્વસ્થ રાખવા માટે ધ્યાન અને મંત્રોની જરૂર છે. મન સ્વસ્થ થાય પછીથી આપણી આસપાસનું સૂક્ષ્મ શરીર ધીરે ધીરે શુદ્ધ થાય છે. નિયમિત ધ્યાનથી હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ અને ડિપ્રેશન જેવી બીમારીઓમાં ખૂબ સારું અને ઝડપી પરિણામ મળી શકે છે. તો આવો, એસ્ટ્રલ બોડી મેડીટેશન માટે ભેગાં થઈએ અને સ્થૂળ શરીર સિવાયનાં આપણાં અસ્તિત્વને પ્રજ્ઞાવાન અને વધુ જીવંત બનાવવાનો પ્રયત્ન કરતાં રહીએ.
- તા. 26 માર્ચ, રવિવારે સવારે 6.15 થી 6.30 ની વચ્ચે નેશનલ હાઈવે નંબર:8 થી સાવ નજીક આવેલાં કુદરતી વાતાવરણમાં આપણે સૌ એકઠાં થઈ રહ્યાં છીએ. સવારે 6.45 થી 8.00 સુધી ધ્યાન અને એને લગતી વાતોનો રહેશે. બધાંએ પોતાનાં ઘેરથી સવારનો નાસ્તો,પીવાનું પાણી અને એક આસન લઈને જ આવવાનું છે.
- 8.00થી 9.00 સુધીનો સમય નાસ્તા માટે, હળવાશ માટે રહેશે. ફરીથી 9.15થી 10.30 ધ્યાન અને સામાન્ય પ્રશ્નોતરીનો રહેશે.
- 11.00 વાગ્યા સુધીમાં આપણે ફરીથી પોતપોતાનાં વાહનમાં પરત જવા રવાનાં થઈશું.
જેમને પણ આવવું હોય એ સૌ પોતાનું નામ 07874744676નાં માત્ર વોટ્સએપ ઉપર For Meditation at Kheda on 26th Mar, 2017 એટલું લખીને મોકલી શકે છે. કોઈ જ પ્રકારની ફી આપવાની નથી. હાઈવે ઉપર અમદાવાદથી ખેડા તરફ જતાં રસ્તામાં જમણી તરફ કોકાકોલાની ફેકટરી આવશે પણ આપણે ડાબી તરફ પેટ્રાેલ પંપ અને દેરાસર(વાહ પ્રભુ..! તમે પણ કોકાકોલાની સામે પડ્યાં..!)ની વચ્ચેનાં રોડ પર આગળ જવાનું છે. કોકાકોલાની બાજુમાં પિયુષ પેલેસ હોટેલ પણ છે. હાઈવેથી અંદર વળ્યાં બાદ પ્રથમ ગોબલજ ગામ આવશે, પછી કાજીપુરા ગામ આવશે. હવે જરૂરી વળાંક પર નિહાર ચેરિટેબલ ટ્રસ્ટનો લોગો અને તીરની નિશાની આપને મળતી રહેશે. (તમારાં દ્વારા નામ મોકલ્યાં બાદ લોકેશન તમને વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે.)
તો આવો, મળીએ છીએ રવિવાર, 26 માર્ચે સવારે 6.15 વાગે, કેવળ ધ્યાન અને ધ્યાન જ માટે. ન બાળકોની મસ્તી, ન ફોટાની મસ્તી, ધ્યાન અને ધ્યાન જ. પરંતુ એવું ધ્યાન કે જેની મદદથી આપણે સૌ આ જ જન્મમાં અનેક જન્મો આગળ વધી શકીએ એટલું પામી શકવા શક્તિમાન બની શકીએ છીએ, આભાર. પ્રભુ આપનું કલ્યાણ કરે.
Mukesh Patel, Managing Trustee, Nihar Charitable Trust, India.