ઓશો કહે છેઃ માનવીનો અહંકાર (EGO) જ્યારે તૂટે છે, ત્યારે જ એની અંદર દેવત્વ પ્રગટ થાય છે, એનો મોક્ષ ત્યારે જ શક્ય બને છે. અને પુરુષ પરણે પછી જ તો એનો ઈગો તૂટવાની શરૂઆત થાય છે. પરણ્યા બાદ જ પુરુષ છોલાય છે, ઘવાય છે, અથડાય છે અને એનો અહંકાર ચૂરચૂર થઈ જાય છે. 16108 સ્ત્રીઓએ ભેગા થઈને કૃષ્ણને કેટલાં છોલ્યાં હશે? કેટલાં તોડ્યા હશે? એવો એક તોફાની વિચાર મારા મનમાં પણ આવી જાય છે..!
હિન્દુ દેવતાઓ જાેઈએ તો વિષ્ણુ, શંકર, ગણેશ, રામ, કૃષ્ણ આ બધાં જ ભગવાનો પરણેલાં હતાં, અને કદાચ એટલે જ તેઓ ભગવાન બની શક્યા..! પરણ્યા પછી ઘરેથી નીકળી ગયા અને ભગવાન બન્યા એવા ભગવાન બુદ્ધ હતાં અને જૈનમાં શ્વેતાંબર પંથ અનુસાર મહાવીર સ્વામી પણ પરણેલાં હતાં, અને ઘેરથી નીકળી ગયાં હતાં.
આ પરથી એવું લાગે છે કે પરણ્યાં પછી પડતાં અતિ દુઃખને કારણે ત્રાસીને માનવી માેક્ષનાં માર્ગે નીકળી જતાે હશે, અને એની અંદર દેવત્વ પ્રગટ થતું હશે. કારણકે સંસાર છાેડીને સંન્યાસી બનેલાં અનેક સાધુઆે સિદ્ધપદને તો પામ્યા છે પરંતુ એમાંથી ભાગ્યે જ કદાચ કોઈ ભગવાન બની શક્યું છે..!
ટંકારવઃ દરેક જોડી ઉપરથી નક્કી થઈને આવે એવી કહેવત સાચી જ છે. કેમ? તો આ બધાં ભગવાનો પરણ્યા પછી પૂરા છાેલાયા હશે અને એટલે જ ઉપરથી જોડીઓ નક્કી કરી કરીને બધાંને છોલાવા તૈયાર કરે છે.હે ને?
પ્રભુ, આવો બદલો લેવાનો?