આપણી આજની સત્ય આરોગ્યકથામાં આપણી વચ્ચે છે શ્રી. મનુભાઈ ચૌહાણ, ઉંમર 54 વર્ષ, બી-1, ઘનશ્યામનગર, ક્લેક્ટર કચેરી સામે, આશ્રમરોડ, સુભાષબીજ, અમદાવાદ, આપમાંથી જેમનું વજન વધે છે એમનો અનુભવ છે કે વ્યાયામ કરીએ, ખાવાનું ઘટાડી દઈએ તોય વજન ઊતરતું નથી. અને ધારો કે ઊતરી જાય તો પછી ટકતું નથી; ફરીથી થોડાક જ સમયમાં આવું ઊતરેલું વજન પાછું આવી જાય છે. વજન ઉતારવા માટે અનેક લોકો તનતોડ મહેનત કરે છે. ભારે વ્યાયામ કરે, ખાવાનું બંધ કરી દે વગેરે જેવી અનેક રીતો અજમાવે છે. આવી મહેનત કર્યા પછી સૌથી મોટા મુદ્દો છે ફરીથી વજન વધી જવાનો. મોંઘા પાવડરો લીધા બાદ ભૂખ ન લાગવાથી વજન તો ઊતરે છે, પરંતુ ફરીથી ટૂંકા સમયમાં વધી જાય છે.
આપણે મનુભાઈની વાત કરીએ… આશરે 120 કિલો વજન. જાન્યુઆરી, 2016થી વજન ઉતારવાનું શરૂ કર્યું. આહારમાં ફેરફાર, પાણીનો પ્રયોગ અને મહત્વની વાત મક્કમતાની છે. મનુભાઈએ આહારનાં કાર્યક્રમને પકડી લીધો, પછી સતત એ મુજબ જ ખોરાક લીધો. વચ્ચે ક્યાંય લાલચ વિના સળંગ એ મુજબ જ ડાયેટ તેમજ સાથે જરૂરી સલાહ, કુદરતી ઔષધિઓ લઈને પ્લાનને આગળ વધારતાં રહ્યાં.
મનમાં નિરાશા ન આવે એ માટે મેડિટેશનનો ટેકો પણ આપ્યો. જે ટેકો આજે એમનાં જીવનને બદલવા માટે જવાબદાર બની ગયો છે. માણસને જીવનમાં જ્યારે તણાવ વધે છે, ત્યારે આ તણાવ (stress) વજનને વધારે છે, અને એ પણ ઘણી ઝડપથી. સળંગ 10 થી 12 વર્ષનો સમય જીવનનો અતિ કપરો હતો. આ સમયમાં અંગત જીવનમાં એમણે ઘણું ગુમાવ્યું. પત્નીનું કેન્સરની બીમારીમાં 40 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. થાેડાંક જ સમયમાં આવા આઘાતથી મમ્મીનું મૃત્યુ થયું. ફરીથી લગ્ન કર્યા તો બીજી પત્નીનું પણ મૃત્યુ થયું. તણાવને કારણે વ્યક્તિ અજાણપણે વધુ ખાય છે, ઝડપી ખાય છે. તણાવમાં વ્યક્તિનો ભૂખ ઉપરનો કાબૂ જતો રહે છે. ગુસ્સો હોય ત્યારે આપણી ભૂખ મરી જાય છે. તણાવમાં ભૂખ વધુ લાગે છે અને ગુસ્સો હોય ત્યારે ભૂખ એકદમ ઓછી થઈ જાય છે, મરી જાય છે. આવા તણાવનાં સમયમાં ખાલી આહારમાં ફેરફાર કરવાથી વજન ન ઊતરે. વ્યાયામ કરવા માટે પણ મનમાં તો હિંમત હોવી જોઈએ ને..!
મનુભાઈએ નિયમિત રીતે ચાલવાનો વ્યાયામ કર્યો. અમુક દિવસોએ તો દિવસમાં બે-બે કલાક સુધી ચાલવાનો વ્યાયામ પણ કર્યો હોય અને આસનો પણ કર્યા હોય….સાથે આહારમાં કડક ટાઈમટેબલ તો ખરું જ…
(1) સવારે બ્રશ કરીને એક ગ્લાસ નવશેકા પાણીમાં એક લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને એક ચમચી દેશી ગોળ મિક્સ કરીને પીવાનો,
(2) શેકેલો નાસ્તો,
(3) ભોજનમાં ક્યારેક રોટલી-શાક તો ક્યારેક 4-5 દિવસ સુધી માત્ર મગ-ચોખાનું ખીચું તો ક્યારેક સલાડ,
(4) 4-5 વાગે ફરીથી ચા અને હળવો નાસ્તો,
(5) રાત્રે ફળો.
આહારનો કાર્યક્રમ, ઔષધિઓ ખાસ પ્રકારનાં પ્રાણાયમ અને આસનોને કારણે મનુભાઈની ઉંઘ પણ ઘટી ગઈ, આળસ દૂર થઈ ગઈ અને શરીરમાંથી પાણીનો ભાગ ફટાફટ ઘટવા લાગ્યો. હવા, પાણી, આહાર, વ્યાયામ, ધ્યાન, ઔષધિઓ, ફ્ળાહાર, જ્યૂસ એમ અનેક એવી ચાવીઓ છે, જેની મદદથી મનુભાઈનું 32 કિલો વજન ઊતારેલું જે લાંબા સમય સુધી જળવાયેલું રહ્યું. પરંતુ, 2021માં સંજોગો બદલાયાં, સાથે કોરોના થયો, હોસ્પિટલમાં દાખલ થયાં, ગંભીર સર્જરી થઈ અને વજન વધ્યું. પરંતુ, નિરાશ થયાં વિના, મહેનત કરીને હાલ મનુભાઈએ ફરીથી એ વજનને નેવું કિલોની આસપાસ તો લાવી દીધું છે.
પ્રભુ આપને આપનાં પેટની ભાષા સમજવાની તાકાત આપે, એવી પ્રાર્થનાં સહ,
18 Comments
Excellent
Thanks a lot.
Happy to here about this case that he didn’t his hope &
Efforts
‘Hope’, surrendering to mother nature and control can make a great move. Thanks.
bahu saras
ધન્યવાદ.
Dear dr. My name is Nilesh. I am from north gujrat Palanpur. My father age is 72 he is suffering from bleeding pills last 5 years and now he had fracture in his left leg above knee and been operated last 1month age and he has cardiac problems also he is taking some blood thinners tablets also so what can I do to cure him from pills he is not willing to do operation for pill so please suggest some home remedies please
શ્રી મુકેશભાઈ …… ધન્યવાદ…. ફરીથી એકવાર કુદરતી ઉપચાર દ્વારા સહજતાથી કોઈપણ રોગ ને નાબુદ કરવાની આપની કાબેલિયત પુરવાર કરી. આપનો આ પ્રયાસ જન-જન સુધી પહોંચે અને સમાજના બહોળા વર્ગને તેનો લાભ મળે તેવી હાર્દિક શુભેચ્છાઓ
ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ સાહેબ
शेकेलेा नास्तेा … अेटले शु शु ?? खावानु??
नास्तामा शु शु खावानु चाले ??
ચોખા/મગનો શેકેલો પાપડ, શેકેલા પૌંઆ, શેકેલા ચણાં, આ સિવાય તૈયાર શેકેલો નાસ્તો સારી જગ્યાએથી મળતો હોય તો એ પણ વાપરી શકાય. અને, માત્ર શેકેલાં જ નહીં, સામાન્ય તેલ/ઘીમાં તૈયાર કરેલો નાસ્તો પણ લેવાય.
Described nicely..
Aek mahine me 5 kilo witloss ka plan nahi he he to jaldi bhejo
https://youtu.be/2C9WlX-zUlk
Muje witloos karna he
Nice
Morning Breakfast: Sada Nasta, kindly elaborate further.
Morning to take fruits and Evening Khichdi will do