ચોમાસામાં વાઈરસ અને જંતુઓનું પ્રમાણ અચાનક વધવા લાગે છે. ત્યારે એકસાથે અનેક લોકો બીમાર પડે છે. આવા સમયે આપણને બચાવવા માટે લીમડાની કડવાશ પણ વધી જાય છે. કડવા લીમડાની અંદર કુદરતી રૂપમાં એન્ટિ-વાઈરલ, એન્ટિ-બેક્ટેરિયલ તત્વો છે. આ સિવાય કુદરતી સલ્ફર છે જે જંતુઓને ખૂબ ઝડપથી મારે છે, વાઈરસ નામનાં ઝેરની અસર ઘટાડે છે.
લીમડો દધીચિ ઋષિનો શિષ્ય છે…
- તાવ છે કે ચામડીની તકલીફ છે તો આપણે લીમડાનાં 15-20 પાનનો રસ કાઢીએ કે પાણીમાં ઊકાળીએ; એનો ફાયદો મળે જ છે.
- દાંતમાં સડો છે કે દુખાવો છે અને એનાં કૂમળાં પાન 20થી 30 મિનિટ ચાવવામાં આવે તોય તાત્કાલિક ફાયદો મળે છે. ચાવીને પછી પાનને કાઢી નાખવાનાં.
- બધાં મેડિકલ રીપોર્ટ્સ નોર્મલ આવે છે, પરંતુ લાંબા સમયથી શરીરમાં મજા નથી. આવા સમયે લીમડાની ગોળી, લીમડાની પાંચ વસ્તુઓને પાણીમાં ઊકાળીને બનાવાતો ઊકાળો પી શકાય છે.
- ખંજવાળ આવે છે? તો ગરમ પાણીમાં લીમડાનાં પાન ઊકાળીને એવું પાણી સ્નાન કરવાનાં પાણીમાં ભેગું કરીને પછી એનાંથી સ્નાન કરી શકાય.
- કોઈપણ કડવાશ વધુ પ્રમાણમાં અને લાંબા સમય સુધી સળંગ લેવાય તો એનાંથી પુરુષની જાતિય શક્તિ ઘટી શકે છે. આવા સંજોગોમાં સળંગ સાત દિવસ લીધાં બાદ એક-બે દિવસ નહીં લેવાનો.
ચોમાસામાં બીમાર ન પડાય, એટલે ચોમાસું શરૂ થાય એનાં બેથી ત્રણ મહિના અગાઉ જ કુદરત તરફથી મફતમાં મળતી કડવા લીમડા નામની વેક્સિન સદીઓથી આપણાં દેશમાં વપરાય છે. 100 વર્ષ અગાઉ તો કેવળ ચૈત્ર માસમાં જ લીમડાનો મ્હોર, કૂમળાં પાન લોકો પીતાં તોય સ્વસ્થ રહેતાં. પરંતુ, હવેનાં જમાનામાં લોકો વારંવાર ન ખાવાનો ખોરાક ખાય છે. આથી, કડવા લીમડાનો ઉપયોગ વર્ષમાં એક જ વાર કરવાને બદલે વારંવાર કરવો જોઈએ.
23 Comments
khub saras .mangal ho . એક નવો રસ્તો મળી ગયો.આભાર
આભાર. આપ અમારી વેબસાઈટ ઉપરથી પુસ્તકો, સામયિકને મોબાઈલ-કમ્પ્યુટરમાં ફ્રી ડાઉનલોડ કરી શકો છો જેમાંથી અનેક ઈલાજ અને અસાધ્ય બીમારીઓમાંથી બહાર આવેલાં દરદીઓની સત્ય આરોગ્યકથાઓ જાણવા મળશે. પરમાત્મા આપનું કલ્યાણ કરે.
જેમ આપણે આધ્યાત્મિક માર્ગ માં જવું હોય તો ગુરુ ની જરૂર પડશે.તેમ આ શરીર ને સારું રાખવું હોય તો તમારા જેવા આરોગ્ય ગુરુ ની જરૂરી છે આપ સેવા ખુબજ સરસ રીતે આપો છો અમે સવ આપનો આભાર વ્યકત કરીએ છીએ.
પરેશભાઈ, આપની અંતરની ભાવના માટે ખૂબ ખૂબ આભાર. શરીર સારું હોય ત્યારે ભજન, ભક્તિ સારી રીતે કરી શકાય છે.
Very nice Sir information
Thank you sir
Thank you, God bless you.
Neem jitna kadva he utna hi hamare body k faydeme raha he..very truth
Yes, even other bitter herbs are also helpful.
great tips…. to stay healthy.
salutes.. stay blessed.
thank u so much… regards.
…. to stay healthy… updates.
thank u so much… regards.
સર, આપનાં અને આપનાં જેવા અન્ય વ્યક્તિઓનાં પ્રતિભાવોથી સતત લખતા રહેવાની મજા આવે છે. આભાર.
Thank you sir
Hu Regyular aapna msg vachu chu ne anusaru chu.
Thank you once again.
અમિતભાઈ, આ જ રીતે જ્યારે તમારું પેટ ના પાડે ત્યારે ભોજનને બદલે ફળો, સૂપ વગેરે હળવો આહાર લઈને પેટને અનુસરજો, જ્યારે શરીર ભારે લાગે ત્યારે ચાલવાનો કે અન્ય વ્યાયામ કરીને એને અનુસરજો તો કાયમ સ્વસ્થ રહી શકાશે. આભાર, કુદરત સાથે ચાલતા જ રહેજો.
Very good information, we use it
લીમડા સિવાય હળદર, લીમડાની ગળો વગેરે પણ કડવા છે એટલે જ એમની અંદર ચેપને ઘટાડવાની, દૂર કરવાની અદ્ભુત તાકાત છે. આભાર.
ખૂબ આભાર સર, આ સૂચના ખૂબ ઉપયોગી છે અમારા સહુ માટે. લીમડો કડવો ઘણો પણ નરવો બહુ.
ન કેવળ લીમડો જ કડવો છે; મજાની વાત એ છે કે ચોમાસામાં અમુક દિવસોમાં જ્યારે ચેપ વધે છે ત્યારે તુલસીનાં પાન પણ કડવા બને છે. શ્રી.કૃષ્ણ પણ આપણાં હિત માટે જ તો કડવા બને છે, બાકી મીઠાશ પણ એમની આગળ શરમાઈ જાય છે. આભાર, પ્રભુ આપનું કલ્યાણ કરે.
. લીમડો કડવો પણ નરવો બહું કહેવત એમ જ પડી નથી.
લીમડાની ગળો. ગામડેથી મંગાવી સુકવી નાનાં નાનાં ટુકડા કરી સુકવી. ઉકાળીને પીવાથી અમારા ઘરમાં કોરોમાં ઘૂસ્યો નથી.
આભાર :- નિહાર આરોગ્ય કેન્દ્ર.
ચેપી રોગનાં દર્દી સાથે કોઈ રહે તો એને લાગે ચેપ, લીમડાની સાથે જે રહે એને લાગે આરોગ્યનો ચેપ. કોરોનાં સિવાય પણ અનેક બીમારીઓને મૂળમાંથી દૂર કરવાનું કામ લીમડો, ગળો, તુલસી, નગોડ વગેરે કરે છે. આભાર, બાબુભાઈ.
Good information
આભાર.
Information fr utilising kadvi limbo is incredible
Limfo is found everywhere and people should fr relief
In ailment
Mukeshbhai
Excellent- remedies suggested are useful- keep it up May god bless nu
ચંપકભાઈ, ખૂબ ખૂબ આભાર. કોરોના વખતે અનુપાન મેગેઝીનની એક ઈ અંગ્રેજી એડિશન બહાર પાડેલી જેની કોપી કોરોનાથી વધુ પીડિત દેશોમાં સારા સોર્સથી ટ્રસ્ટ મારફતે શેયર કરેલી. એ મેગેઝીનમાં જે તે દેશોમાં થતી લીમડા જેવી વનસ્પતિ પણ કામ કરી શકે એનો આઈડિયા આપેલો. સાથે કોરોનાની સીધી જ એવી સારવાર હતી જે કોઈપણ દેશની કોઈપણ વ્યક્તિ એ વસ્તુઓ પોતાનાં કિચનમાંથી, આસપાસમાંથી મેળવીને કરી શકે. અત્યારે પણ અમારી વેબસાઈટ પર એ સામયિકની ઈ કોપી સરળતાથી ફ્રિ ડાઉનલોડમાં જ ઉપલબ્ધ છે..!