શિયાળો એટલે આરોગ્યની ઋતુ. આરોગ્ય જાળવવામાં મદદરૂપ થવા કુદરત તરફથી ગાજર, કાકડી, ટામેટાં, આમળાં વગેરે અનેક ભેટો આપણને મળે છે. ગાજરમાંથી ઘણાં પ્રમાણમાં વિટામિન ‘A’ મળી શકે છે. આ જ રીતે કુદરતે આમળાંમાં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન ‘C’ રાખ્યું છે. આમળાનું મહત્વ વિશેષ એટલાં માટે છે કે એનું વિટામિન ‘C’ પેટની અંદર ગયા બાદ જ એમાંથી છુટ્ટું પડે છે.
આમળાંને આપણે કોઈપણ રૂપમાં લઈએ, જેમકે આમળાંનાં ટુકડા હોય, મુરબ્બો હોય, આંબોળિયા હોય કે ચ્યવનપ્રાશ હોય પણ એનું વિટામિન ‘C’ તો પેટમાં ગયાં બાદ જ છુટ્ટું પડે છે. આમળામાં વિટામિન ‘C’ કો-એગ્યુલન્ટ ફોર્મમાં હોય છે, એટલે કે જોડાયેલું હોય છે. સદીઓથી આમળાંની સાથે બીજી અનેક ઔષધિઓ ભેગી કરીને ચ્યવનપ્રાશ બનાવાય છે.
પરંતુ, આપણે જ્યારે ચ્યવનપ્રાશ ખરીદીને લાવીએ, ત્યારે એમાં અનેક જગ્યાએ 50 ટકા કરતાં વધુ પ્રમાણમાં ખાંડ જોવા મળે છે. ખાંડનું કામ છે કેન્સરનાં કોષોને ટેકો આપીને કેન્સરને આગળ વધારવાનું. ખાંડનું કામ છે વજન વધારવાનું. અને શરીરમાં ખાંડ (સુગર) નું પ્રમાણ વધે એ પછી ડાયાબિટીસ નામનો રોગ પણ થઈ શકે છે. ખાંડથી હાડકાં પણ નબળાં પડી શકે છે.
વર્ષો અગાઉ મેં એવું ચ્યવનપ્રાશ ખાધેલું છે, જેમાં 138 વનસ્પતિઓ ઉમેરેલી હતી. એમાં ગળપણનું પ્રમાણ ઘણું ઓછું હતું, એટલે એને ખાધા બાદ સ્વાદનો આનંદ નહોતો આવ્યો. પરંતુ એ ચ્યવનપ્રાશની શરીર પર લાંબો સમય સારી અસર રહી હતી, એ પાકી વાત હતી.
આમળાં સ્ટીરોઈડ્સની આડઅસરને ઘટાડવામાં મદદ કરે છે, યુવાનીને ટકાવી રાખે છે, ઈમ્યુનિટીને જાળવી રાખે છે, ચામડીની કરચલીઓ અટકાવે છે. સામાન્ય રીતે 25 ડિસેમ્બર પછી આમળાં પાકવાનાં શરૂ થાય છે જેને ખાવાથી વધુ ફાયદો મળી શકે છે. ઝાડ ઉપરથી જે આમળાં નીચે પડી ગયાં હોય એ ભાવમાં સૌથી સસ્તાં હોય છે..! ઝાડ ઉપરથી જ તોડેલાં, મોટાં અને બરાબર પાકેલાં આમળાં સૌથી મોંઘા હોય છે.
એસિડીટીનાં દર્દીઓએ આમળાનાં ગુણો વાંચતા અગાઉ પોતાનાં પેટની પરિસ્થિતિ જોવાની છે. ઘણાં એસિડીટીનાં દર્દીઓને આમળાંની ખટાશ પણ માફક નથી આવતી. આ જ રીતે ચામડીની બીમારીમાં પણ આમળાંની ખટાશ ક્યારેક ખંજવાળ પેદા કરી શકે છે.
કુદરતે છુટ્ટે હાથે અપાર સુંદરતા વેરી છે. આપણને સારામાં સારા ફળો અને શાકભાજી આપ્યાં છે, અદ્ભુત માનવશરીર આપ્યું છે. આમાં જો નિયમિત રીતે વ્યાયામ કરતા રહેવાની સદબુદ્ધિ આપણી અંદર આવે તો અદ્ભુત શરીરનો સારામાં સારો ઉપયોગ થઈ શકે. આ જ રીતે કુદરતે બનાવેલ ચમત્કારિક ઔષધિઓ જેવા ફળો, સૂકા મેવા વગેરેમાં કેવળ ધનની લાલચમાં ન કામની વસ્તુ વધુ માત્રામાં ભેગી ન કરાય તો આપણને આવી ઔષધિઓનો લાભ વધુ મળી શકે.
મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
6 Comments
Exellent knowledge for us
Thank you.
Can you suggest which chyavanprash should we buy? Thanks for the information
Sorry. God bless you.
Shakya hoy to aapj banavi ne vahecho. Shudhdh to male.
મિલનભાઈ, પ્રભુને પ્રાર્થનાં કરો કે નિહાર ચેરિટેબલટ્ર સ્ટને ઝડપથી જગ્યાં મળે, જરૂરી ધન મળે અને હોસ્પિટલ બને. એ પછી ઘણુંબધું સંભવ બની શકે છે. આભાર.