દોસ્તો, કોલેજમાં જે બ્લોકમાં વિદ્યાર્થીનો ક્લાસરૂમ હોય, ત્યાંથી કેન્ટીનમાં જતાં 5 થી 7 મિનિટ લાગે, અને લંચ માટેની રિસેસ માત્ર 10-15 મિનિટની હોય ત્યારે શું થાય? ખરેખર લંચ માટેનો સાચો સમય પરાણે 5 થી 7 મિનિટનો જ મળે ને..! અમૂક ગણી-ગાંઠી કોલેજમાં એક કલાક મળે છે એ અલગ વાત છે..!
અનેક વિદ્યાર્થીઓ સવારમાં જરાક દૂધ-ચા-કોફી પીને ઘેરથી નીકળે છે. જેમાં અનેકને સવારમાં ભૂખ નથી લાગતી હોતી. સવારે 10 વાગ્યાની આસપાસ નાસ્તા માટેની ભૂખ લાગે છે, ત્યારે નાની રિસેસ ન પણ મળે. બપોરે લંચનો સમય હોય ત્યારે કેન્ટીન જ એટલી દૂર હોય કે જઈને પાછા આવવામાં જ દસથી વીસ મિનિટનો સમય લાગી જાય. આવા સંજોગોમાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ સાંજે જ્યારે ઘેર પાછા જાય, ત્યારે જ એમને ખોરાક મળે છે,અને ત્યારે થાકને કારણે ખાવા જેટલી તાકાત પણ શરીરમાં વધી નથી હોતી.
નવમાં ધોરણ થી બારમાં ધોરણ સુધી ટ્યૂશન ક્લાસિસ, એકસ્ટ્રા ક્લાસિસનાં ચક્કરમાં ખાવાનું બરાબર ન મળ્યું હોય, અને કોલેજમાં આવ્યા બાદ આવી હાલત હોય, એટલે આજે યુવાનોમાં 40% થી વધુ યુવાનો સ્થૂળ અને બીમાર બનતા જાય છે, જેની સીધી અસર તેમના નાની ઉંમરમાં વાળ સફેદ થવા, આંખો પર નંબરના જાડા ચશ્માં આવવા તેમજ અવિકસિત કોમનસેન્સ પર થતી હોય છે.
પ્રભુ, વાલીઓને મક્કમ મનની શક્તિ આપે જેનાંથી એમનાં બાળકોનાં ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવાની એમને સમજ પડે, અને બાળકો આપખુદશાહીનાં શાસન જેવા વાતાવરણમાં ભણીને મૂરઝાઈ ન જાય, પરંતુ હસતા-રમતા અભ્યાસ કરીને આનંદથી પોતાનું તંદુરસ્ત જીવન જીવી શકે અથવા વાલીઓને, જ્ઞાનીજનોને સિસ્ટમ સામે લડવાની એવી શક્તિ આપે કે જેનાંથી આજની ધંધાદારી બનતી જતી શિક્ષણ-વ્યવસ્થામાં સુધારો આવે.
આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
Why the ‘REAL’ lunch break in many colleges is only 5 to 7 minutes?
Friends, what happens when college students get only 10 to 15 minutes actual time in their lunch break? It happens when the distance between the classroom and canteen is 5 to 7 minutes. In such a situation, the student will get an average period of 5 to 7 minutes for eating (swallowing) their lunch meal..! In some colleges, students get an hour for lunch break, which is appreciable.
Many students regularly take a little amount of tea, coffee or milk in break-fast and go for college. For them, real hunger starts around 10 in the mornings, and that time they may not get even a small break for taking something. And what happened at lunchtime? The distance between the classroom and the canteen is very far. And in many colleges give only 10 to 15 minutes for lunchtime..! And they are not allowed to have lunch in the classroom. In such a situation, many students can have their food in the evening after reaching home. But, at that time they are not in a condition to eat properly due to fatigue, exertion.
From Standard 9 to 12, not in a condition to eat properly due to tuition classes and when they enter college again become a victim of the same situation. Due to these, more than 40 percent of youth become obese and sick, which has a direct effect on the appearance of white hair, thickening of the eyes and undeveloped commonsense.
May God give extra mental strength to parents, so they can make the right decision for the future of their children. So, students can’t become a victim of such type of strict atmosphere but can make his study with happiness and joy or May God give power to parents for fighting against such type of education system.
AyruGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad.