વિશ્વપ્રસિદ્ધ ‘વિશાલા’નાં સ્થાપક સુરેન્દ્રભાઈ વર્ષો અગાઉ આણંદમાં અભ્યાસ કરતાં હતાં. ત્યારે એ શરદીથી બહું પરેશાન હતાં. ગમે ત્યારે નાક બંધ થઈ જવું, નાકમાંથી પાણી નીકળવું, છીંકો આવવી વગેરે તકલીફો થતી રહેતી. લાંબા સમયથી આવી તકલીફો વારંવાર એમને પજવતી. એવામાં એમને કોઈએ કહ્યું કે અહીં એક સારા વૈદ્ધરાજ છે એમને બતાવી જુઓ.
સુરેન્દ્રભાઈનો જીવ પહેલેથી કુદરત તરફ વધુ ખેંચાતો હતો. એમણે તરત જ એવી સારવાર માટે જવાનું સ્વીકારી લીધું. વૈદ્ધરાજે થોડાંક પ્રશ્નો પૂછયાં અને પછી કહ્યું: ” સાંભળો ભાઈ, તમારે દહીં અને છાશ બિલકુલ નથી ખાવાનાં. હું બીજી કોઈ ઔષધિ પણ નથી આપતો અને મને ફી પણ ન આપશો.”
દોસ્તો, મજાની વાત એ છે કે આટલી નાનકડી લાગતી પાયાની સલાહનો પૂરો અમલ કર્યા પછી અનેક વર્ષો સુધી સુરેન્દ્રભાઈને શરદીએ પરેશાન ન કર્યાં..! કફ એ આપણો દુશ્મન નથી. ગળામાં થોડુંક લુબ્રિકેશન(કફ) ન હોય તો આપણો અવાજ સારી રીતે ન નીકળે. એમ જ, ફેફસાંમાં ભેજ ન હોય, જરૂરી કફ ન હોય તો આપણે શ્વાસ સારી રીતે ન લઈ શકીએ. પરંતુ, પાચન બગડે અને એમાંથી શરીરમાં જ્યારે વધારાનો કફ પેદા થાય ત્યારે એમાંથી જુદી જુદી તકલીફો શરૂ થાય છે.
નાકમાંથી વાયુ તેમજ કફને દૂર રાખવા સાદા પાણીની વરાળ સારો ફાયદો આપે છે. કાનમાં વિક્સવાળું રૂ લગાવી રાખવાથી, કાન-નાક પાતળા કપડાંથી ઢાંકેલાં રાખવાથી પણ ઘણી રાહત મળે છે. રાત્રે સૂતી વખતે અડધીથી એક ચમચી હરડેનો પાવડર નવશેકા પાણી સાથે લેવાથી પાચન સુધરે છે, વધારાનો કફ શરીરમાંથી દૂર થાય છે. કોઈપણ બીમારીમાં આહારમાં પરહેજ એ પણ મોટામાં મોટી ઔષધિ છે એ યાદ રાખવાનું છે.
આરોગ્યને લગતી આવી નાની લાગતી પરંતુ પાયાની અનેક સલાહોને પોતાનાં જીવનમાં અપનાવતા રહીને આજે 82 વર્ષની ઉમરે પણ સુરેન્દ્રભાઈ તરવરાટ સાથે જીવી રહ્યાં છે. મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Mr. Surendra, Creator of the famous ‘Vishala’ theme was suffering from the common cold when he was in college. watering from the nose, Sneezing, etc he often had for a long period. Meanwhile, he had come to know about some Vaidya who was very famous in that area.
Mr. Surendra is a nature lover, so he immediately decided to go for such treatment. Vaidya had asked him a few questions then advised him: ”listen, gentleman, you should stop eating curd and buttermilk. No herbals are needed and I will not charge you for the consultation.
It is quite interesting that such small things work for him and he never had the problem again in his life for many years. Cough is not our enemy. It is useful as a lubricant in our throat that helps us to speak smoothly. And the cough in the lungs even in a balanced amount helps us to breathe easily. Due to improper digestion for a longer period, an extra amount of cough is produced, which is responsible for the disease.
Local steam helps in reducing sneezing and runny nose. During or before taking steam, avoid adding Vicks in water or applying nearer to the nose. You can keep cotton in the ear by having a little touch of Vicks. Also cover thin cloth around-ear and nose, Which protects from the air. 1/2 to 1 table-spoon harde powder can be taken with lukewarm water at bedtime for better digestion. Diet control reduces cough and increases immunity.
After following such types of many tips during his life, even at the age of 82, Mr. Surendra lives with enthusiasm and energy.