આજે આપણી વચ્ચે છે રૂપલબહેન પંચાલ, ઉમર વર્ષ 38. કેન્સરનું નામ પડે એટલે ગમે તેવા મજબૂત મનના અને બહાદુર જણાતા લોકો પણ ઢીલા પડી જાય છે. જેવી ખબર પડે કે વ્યક્તિને કેન્સર થયું છે, એટલે તરત જ એના ઘરના, નજીકના અને કહેવાતા સગાઓ, વ્હાલાઓ બધાં જ એમાં ઇન્વોલ્વ થઇ જાય.
આ આપણા દેશની પરિસ્થિતિ છે કે બધાં જ લોકો સલાહ આપશે, જયારે અહીં વધારે જરૂર આર્થિક મદદ અને હિંમતની છે. જયારે કેન્સરની વાત આવે ત્યારે આજે 2018માં પણ વિશ્વભરમાં હજુ “ક” કેન્સર નો જ છે. દર્દી સારવાર તો લે છે, પણ સારવાર બાદ અનેક લોકો રિબાય છે. સારવાર લીધેલા સેંકડો લોકો દરરોજ રિબાઈને મૃત્યુ પામે છે, જે આપણે આપણી નજર સામે જ જોઈએ છીએ. હવે જયારે સ્ત્રીને કેન્સર થાય ત્યારે સારવારનો નિર્ણય લેવા માટે એનાં પતિનો માનસિક સહારો લેવો ખૂબ જ જરૂરી છે અને એ બાબતમાં રૂપલબહેન નસીબદાર છે.
મહેન્દ્રભાઈએ ખૂબ જ સરળતાથી ટેકો આપ્યો અને પતિ-પત્નીની સાથે અન્ય સગાંઓ પણ આવ્યા, અને રિપોર્ટની ફાઈલ મારા ટેબલ પર મૂકી. એમની સર્જરી થઈ એ અગાઉ એમણે મારી સાથે મિટિંગ કરેલી અને એ મિટિંગમેં જ મેં એમને જણાવેલું કે સર્જરી કરાવી લો અને ત્યારબાદનાં રિપોર્ટ્સ લઈને આવજાે. રિપોર્ટ્સ લઈને આવ્યા એટલે મેં એમને કહ્યું કે, રેડિએશન અને કીમો થેરાપી હમણાં બાજુમાં રાખીએ અને કુદરતની જે કીમો છે અને પંચતત્વનાં જે રેડિએશન છે એની મદદથી આપણે તમારી સારવાર શરૂ કરીએ.
મારી સારવારમાં આવતી વસ્તુઓ, એમના ખોરાકમાં ફેરફાર,એની સાથે જરૂરી પ્રાણાયામ, ધ્યાન અને ડોક્ટરની ટીમ સાથે મળીને જે કંઈ ઔષધિ કે વનસ્પતિની જરૂર હતી એ શરૂ કરાઈ. મારી પાસે દર્દી સારવાર માટે આવે એમાં એવું જરૂરી નથી કે 100 માંથી 100 એ 100નું કેન્સર હું મટાડી જ દઈશ પરંતુ મારો પ્રયત્ન ચોક્કસ એવો હોય છે કે સો એ સો દર્દીને મટી જાય. કારણ કે જે કોઈ સારવાર અમારા તરફથી અપાય છે, એમાં પહેલામાં પહેલું એ કે વનસ્પતિની કોઈ આડઅસર હોતી નથી. જે કંઈ ખોરાકમાં લખી આપવામાં આવે છે, એ ખોરાક દર્દીની વાત, પિત્ત અને કફની પ્રકૃતિ પ્રમાણે તેમજ તેની માનસિક સ્થિતિ અને સામાજિક પરિસ્થિતિ મુજબ લખાય છે.
જુલાઈ – 2017માં બ્રેસ્ટ કેન્સરની તકલીફને દૂર કરવા માટે રૂપલબહેન પંચાલની સારવાર શરૂ થઈ. મેં એમને એવું કહ્યું કે, 70-80 દિવસ સુધી તમારે અનાજને છોડવું પડશે, શાકભાજી-ફળો અને જ્યાંરે જરૂર પડે ત્યારે દૂધનો ઉપયોગ હું કરાવું પણ ખરો. ચા-કોફી પીવાની આદત હોય અને ન ચાલે એમ હોય, તો દિવસમાં 2 વાર લઇ શકાય. આ રીતે એમની સારવાર ચાલુ થઈ.
શરૂઆતમાં તો ડરનાં માર્યા મીઠું પણ બંધ કરેલું પણ મેં કહ્યું કે શરીરને પાચનમાં કરંટ પેદા કરવા માટે સોડિયમની જરૂર પડે છે. એટલે મીઠું( સોડિયમ કલોરાઇડ ) લેવાનું ચાલું જ રાખજાે. તમને જરૂર હોય એટલું લેવાનું. આ રીતે બહુ જ સરળતાથી 71થી 72 દિવસનાં ઉપવાસ થયા. સાથે, કેન્સરના ઈલાજ માટે મદદરૂપ એવી ઔષધિ પણ આપવામાં આવી.
દિવાળીમાં જયારે લોકો મીઠાઈ ખાતા હોય, મજા કરતા હોય એવા સમયે ખૂબ જ સંયમ સાથે ધીરે ધીરે એમણે ઉપવાસ ખોલ્યા, કારણ કે 70 દિવસ સુધી એમના શરીરમાં અનાજ ન ગયું હોય ત્યારે ઉપવાસ ખોલ્યા પછી એને ખૂબ સાચવીને ધીરે ધીરે મૂળ ખોરાક પર આવવું જરૂરી છે. બીજા એકાદ મહિના સુધી ધ્યાન પણ રાખવું પડે. સીધા જ રોટલી-શાક કે દાળ-ભાત ના લઈ શકાય.
જેવા ઉપવાસ પૂરા થયા કે વળી મનમાં ડર ચાલુ. થોડો સમય એમની હર્બલ્સ મેં ચાલુ રાખવી. કેન્સરની સર્જરી જે દિવસે થાય એનાં 6 મહિના પછીનો પહેલો પેટ સ્કેન નોર્મલ આવે તો એમ માની શકાય કે કેન્સર મટવાની સંભાવના ઘણી વધારે છે. હું એમાં ઉમેરો કરું છું. સર્જરી કરાવ્યા પછી કીમો કે રેડિએશન ન લીધાં હોય અને પહેલો પેટ સ્કેન નોર્મલ આવે એ ખૂબ જ મોટી ઐતહાસિક ઘટના ગણાય.
કારણકે રેડિએશન, કીમો શરીરની અંદરની સિસ્ટમ ઉપર ઘણી આડઅસરો કરે છે. ઘણીવાર રેડિએશન અને કીમોની સારવાર ઓપરેશન પછી 3-4 મહિના ચાલે છે. સારવાર પતે અને મહિના પછી રિપોર્ટ કરાવો તો રિપોર્ટ નોર્મલ આવી શકે છે પરંતુ કેટલાંક કિસ્સાઓમાં બીજા 3-4 મહિના જાય એટલે કેન્સર પાછું હતું એના એજ સ્ટેજમાં આવી શકે છે. કારણકે રેડિએશન અને કિમોથી હુમલો થયો પરંતુ એનાં મૂળ તો અંદર અને અંદર જ હતાં. એવાં કેન્સરના મૂળે પાછું માથું ઊચક્યું. રેડિએશન કીમો પતાવીને થોડાંક જ મહિનામાં દર્દીને પાછું કેન્સર ફેલાઈ ગયું હોય એવા કિસ્સાઓ પણ આપ સૌની આજુબાજુ અને વચ્ચે હશે.
એટલે એવું નક્કી થયું કે એમનો પેટ-સ્કેન ઉતરાયણ પછી જાન્યુઆરી, 2018માં કરાવવો. પેટ-સ્કેન નોર્મલ આવવાની શક્યતા વધુમાં વધુ હતી, એના માટેનો ખર્ચ કરાવવાની મારી ઈચ્છા પણ નહોતી. કારણ કે રૂપલબહેનનું મૂળ કામ છે બધાના ઘરે જઈને રસોઈ બનાવવાનું. અને હજુ થોડા સમય પહેલા તો સરકાર તરફથી ડ્રોમાં, ઓછા રૂપિયામાં ફ્લેટ પણ લાગ્યો છે. એક તો જે ફ્લેટ મળ્યો એની રકમ ભરવાની ચિંતા અને એમાં આ સારવાર.
રીપોર્ટ નોર્મલ આવ્યો એટલે એમનાં મનને શાંતિ થઈ. અન્ય સગાઓને બતાવવા માટે એમને એક વસ્તુ મળી એટલે બધાનાં મોં બંધ થયા કે આવી સારવાર ન કરાય.. એટલે એક અન્ય તરફથી આખી નેગેટીવિટીની પાઈપલાઈન પૂરેપૂરી બંધ થઈ ગઈ.
પરંતુ, મેં એમને કહેલું કે આપણે બીજા છ મહિના થાય એટલે આ પેટસ્કેન વધું એકવાર કરાવીશું. પછી ભલે આપણને એક-બે વર્ષ પછી કરાવીએ પણ અત્યારે કરાવી લઈએ. અને જ્યારે પેટસ્કેન કરાવવાનો આવે એ પહેલાં પણ હું તમને આહારનો ખાસ કાર્યક્રમ આપીશ,. અને એ રીતે એમને ફરીથી છ મહિના થયા એટલે ચાળીસ દિવસ માટે આહારનો સ્પેશ્યલ કાર્યક્રમ આપ્યો. એમને મેં કહેલું કે આપણે આ વખતે છને બદલે સાત મહિના પછી રીપોર્ટ કરાવીએ, એક મહિનો હજુ વધારે. પેટસ્કેન કરતી વખતે શરીરને જે રેડિએશન અને એક્સ-રેઝની સાઈડ-ઈફેક્ટસ થઈ હાેય એ તમારા શરીરમાંથી બહાર નીકળી જાય. સામાન્ય રીતે સીટી-સ્કેન કે પેટ-સ્કેનની સાઈડ ઈફેક્ટસ શરીરમાં છ મહિના રહે છે. આ રીતે એમનો બીજો પેટ-સ્કેન જુલાઈને બદલે આેગસ્ટમાં કરવામાં આવ્યો જે પણ નોર્મલ આવ્યો.
બન્ને પેટસ્કેનની કોપી આ મેગેઝીનમાં સાથે લગાવીને જ રાખેલી છે, આપ જો બ્લોગ વાંચી રહ્યાં હશો તે બ્લોગમાં પણ એ એટેચ કરવામાં આવી છે.
મિત્રો, કેન્સર એટલે કેન્સલ એમ નહીં પરંતુ, દર્દીનું પ્રચંડ મનોબળ અને સાથે સાથે સગા-વ્હાલાંની ટેકો આપવાની તૈયારી જરૂરી છે. પછી યોગ્ય દિશામાં આહાર, ઔષધ અને શ્રદ્ધા ભેગા થાય તો કેન્સર, એઈડ્સ, ઓટો ઈમ્યુન ડિસીઝ કે પૃથ્વી પરનાં અસાધ્યમાં અસાધ્ય મનાતા રોગોમાં પણ સારામાં સારુ પરિણામ મેળવી શકાય છે. કારણ કે દર્દીનું ઓપરેશન ડૉક્ટર અગ્નિ, ડૉ. પૃથ્વી, ડૉ. જળ, ડૉ. વાયુ અને ડૉ. આકાશ કુદરતનાં ઓપરેશન ટેબલ પર ઓપરેશન કરે છે. આ પાંચે પાંચ ડૉક્ટરો અદભૂત છે, શાશ્વત છે, કાયમ માટે આ પૃથ્વી ઉપર રહેવાના છે.
આભાર. પ્રભુ આપનું કલ્યાણ કરે અને સાચી દિશામાં વિચારવાની અને હિમ્મતભરી જિંદગી જીવવા માટેની તક આપે.
રૂપલબહેન મહેન્દ્રભાઈ પંચાલ
B-2/412, પ્રયાગ એપાર્ટમેન્ટ,
બલોલનગર, રાણીપ,
અમદાવાદ-382480
7 Comments
Excellent
Natural treatment gives positive results is amazing. Is this cured even in last. Stage? Really it’s a miracle. God may bless to all Suresh bhavBha
Excellent
Very Good. Mukeshbhai.
All the very best,
U r doing a very good job…
Great success.
God bless you.
Khubaj dhiraj thi sakya bane!