2007ની એક સાંજે કમ્પાઉન્ડમાં ચાલતાં ચાલતાં વિકેટ ગેઈટ ખોલીને બે મિનિટ માટે રોડ ઉપર ઊભો રહેલો. એવામાં જ શરદ સોસાયટીમાં રહેતાં દિલીપભાઈ ત્યાંથી નીકળ્યા. મને જોતાંની સાથે પાસે આવીને તરત એમની હથેળી બતાવી. સેલ્સ ટેક્સમાં સારી પદવી પર કામ કરતાં કરતાં હાથની રેખાઓ કપાઈ ગઈ હતી..! હથેળીમાંથી ક્યારેક લોહી પણ નીકળતું અને મુઠ્ઠી વાળવી પણ મુશ્કેલ બનતી હતી. ડૉક્ટરને બતાવ્યું પણ દવાઓથી ખાસ કોઈ ફરક ન પડતા સ્કીન સ્પેશ્યાલિસ્ટને બતાવ્યું.
In 2007 during an evening walk inside Nihar Center, I went on to the road for a minute. At the same time, Mr. Dilip was also going for walk. He came nearer to me and saw me his palm. His hand lines were cut after working on a higher post in Sales Tax Dept..! sometimes, blood came out of it also. Even, he was not able to clench his fist. He went to his family doctor but did not get a result. Then went to a Skin specialist.
ઘણાં લાંબા સમય સુધી આવી સારવાર ચાલતી રહી. ગોળીઓ, લગાવવા માટેનીે કોર્ટીકોસ્ટીરોઈડ્સની ક્રિમ વગેરેથી પણ કોઈ મોટો ફરક ન પડ્યો. દરવાજો ખોલીને રોડ પર આવવું અને એમનું મારી સામે આવી જવું આ ઘટનાએ એમની તકલીફનો અંત લાવી દીધો..! ડૂબતો માણસ જેમ તરણું પકડે એમ દિલીપભાઈએ ઈલાજને પકડી લીધો.
For a long, he was taking medicines from different doctors. Applied many creams but couldn’t get noticeable results. Fortunately, our short meeting became blissful for him. He caught up easy, natural remedy as a person pick up anything while drowning in water for his support.
ઇલાજ પણ કેવો? દીવેલને જરાક ગરમ કરીને, હૂંફાળું હોય ત્યારે રૂ વડે સાચવીને હથેળીમાં તકલીફ હતી ત્યાં લગાવવાનું હતું. ટૂંક સમયમાં પરિણામ મળવાનું શરૂ થઈ ગયું. કાપા મટતા ગયા, હથેળી ફરીથી સામાન્ય સ્થિતિમાં આવવા લાગી. નવશેકા દીવેલને રૂ વડે દિવસમાં ચાર-પાંચ વખત લગાવવાથી નવી ચામડી ઝડપથી આવે છે. જે ચામડી કપાઈ ગઈ છે એ સંધાવા લાગે છે.
What a gift from the treasure of mother nature..! I gave him advice for applying lukewarm castor oil gently with cotton on the affected area, four to five times daily and regularly. He got quick results. Cuts and wounds had started coming in normal position very fast. New skin had come and cracks had been jointed.
વાયુ તેમજ અન્ય કારણોથી ચામડી કોરી પડે ત્યારે વધુ ખંજવાળ આવતી હોય છે. પરંતુ, દીવેલ ચામડીને નરમ રાખે છે, રિપેર પણ કરે છે. એક જ મિનિટ માટે ભલે સલાહ આપી પણ હૃદયપૂર્વક આપી. સારવારમાં મારા અંતરની ભાવનાનો પ્રાણ પૂરાયો. દર્દી પોતે પણ કંટાળેલા હતા.
Skin becomes dry due to vayu and some other reasons. Itching is a common complaint when skin is dry. But, castor oil works not only as a lubricant but also as a healer. Castor oil keeps our skin soft. I advised him within a minute or two but gave it by heart. My hearty feeling of healing also added to the remedy. And, he was also very much tired by taking many medicines.
બીજો એક મજાનો કિસ્સો જોઈએ. થોડાંક વર્ષો અગાઉની વાત છે. ટી.વી. ચેનલનું શૂટિંગ ચાલી રહ્યું હતું. કેમેરામેન હિતેશભાઈનાં ઘેર આવેલ મહેમાનને દાંતમાં દુઃખાવો ઉપડેલો. ઈલાજ સરળ હતો. કડવા લીમડાનાં 25થી 30 કૂમળા પાન આશરે વીસ મિનિટ માટે ચાવીને કાઢી નાખવાનાં હતાં. પરંતુ, હાલતાચાલતા જ મળી ગયેલો ઈલાજ દર્દીને ગળે ન ઊતર્યો. સરવાળે, એમણે એ વખતે તો લીમડો ન ચાવ્યો.
In 2011, I was busy with my TV shooting. In breaktime, Cameramen Hitesh inquired about a remedy for the toothache of his guest. Oh God..! It was so easy to follow. Only to chew 20 to 30 soft leaves of neem twice a day for twenty minutes. No need to swallow. But, his guest couldn’t follow the remedy, because it was ”easy” and ”handy”. So, he avoided following effective and fast remedies.
દુઃખાવાની દવા માટે નજીકનાં મેડીકલ સ્ટોરમાં તપાસ કરી પણ રવિવાર હોવાથી સ્ટોર બંધ હતો. ઘણે દૂર સુધી જઈને ભારેમાં ભારે પેઈન કિલર ખરીદી લાવ્યાં. અમુક કલાકને અંતરે થઈને કુલ બે પેઈન કિલર લીધી. પરંતુ, દુઃખાવામાં ખાસ કોઈ ફાયદો ન મળ્યો એટલે થાકીને રાત્રે 8.30ની આસપાસ ગુણકારી કડવા લીમડાનાં પાન ચાવ્યા. રાત્રે 10 વાગે મને ફોન કર્યો કે આટલું જ કરવાથી દર્દીને ઘણું સારું છે..!
And, inquired for painkillers into nearby medical stores. But, due to Sunday, many stores were closed. He went far away and bought heavy painkillers. But, even after taking two powerful pain killers within a period of eight hours, he couldn’t get noticeable results. At last, he started following the natural remedy of chewing neem leaves around 8.30 evening. And, after 10 evenings Mr. Hitesh sent me a message: ” The patient got great relief after chewing neem leaves..!”
મજબૂરીમાં 8.30થી 10 સુધીમાં ત્રણેક વખત પાન ચાવી લીધાં..! દાંત, પેઢાં નબળાં પડે, સડો થાય, પરૂં આવે જેને પાયોરિયા(pyorrhea) કહેવાય. જેને કારણે અસહ્ય દુઃખાવો થતો હતો. બેક્ટેરિયાએ દાંત ઉપર હુમલો કરેલો પરંતુ, લીમડાએ તો સીધો બેક્ટેરીયા પર જ હુમલો કર્યો. નમ્ર એવો કડવો લીમડા શરીરની અનેક તકલીફોમાં ગુણકારી છે. લીમડાનાં વૃક્ષ નીચે આરામ કરવા માત્રથી ઈમ્યુનિટી વધે છે, શરીરનો થાક ઘટે છે. સરળ પરંતુ અસરકારક વાતોને સમજતા માનવીનાં ગૂંચળાવાળા મગજને સદીઓ વિતી જાય છે. પ્રભુ આપ સૌનું કલ્યાણ કરે, આભાર. મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
In compulsion, the patient had chewed neem leaves three times within the period of one and half hours. The poor condition of teeth and gums can result in pyorrhea. Decayed teeth prepare the base for pyorrhea. Bacteria made an attack on teeth and gums but neem directly attacked bacteria. Neem is very effective in curing many diseases. If we rest under neem shade, our immunity will be boosted and body ache will be reduced. It becomes hard for our multi-layered brain to understand simple but very effective remedies, ideas. May God bless you, Thank you, Mukesh, Nihar Charitable Trust, Ahmedabad.
18 Comments
The good knowledgeable skin problems it’s very easy. ..
Thank you, Madam. The cosmic system of our human body-mind-soul is a great gift; we have to only make it aline regularly.
માને પગ ના પંઝા ઉપર થતી દાદર મા દિવેલ ગરમ કરી રૂ થી લગાવવાથી ફરક પડશે,
મારી પત્ની ને પગ મા આંગળી ઉપર લોહી બાજી ગયું છે, તેમ ડોક્ટર નું કહેવું છે, સોજો પણ રહે છે તો કોઈ દેસી ઈલાજ બતાવશો
દીવેલ લગાવવાનું શરૂ કરી શકાય, ન ફરક પડે તો બંધ કરી દેવાનું. પગની આંગળીઓમાં બાઝેલું લોહી ધીમે ધીમે છુટ્ટું પડીને સમય સાથે કે ક્યારેક લાંબા સમયે દૂર થઈ જાય છે. આંગળીઓમાં સોજો એ બીમારી છે જેનાં અનેક કારણો હોઈ શકે છે. આભાર.
નમસ્તે.. મને છેલ્લા દસ વર્ષથી ક્રોક્સી માં દુખાવો રહે છે. બેસવા માં… અને વધારે તો સુતી વખતે બહુ જ તકલીફ પડે.. દુખાવો થાય.. ક્રોક્સી કુશન નો ઉપયોગ કરું છું. મારા માટે કોઈ ઉપચાર હોય તો જણાવવા વિનંતી
સેક્રમની નીચે આવેલું કોકસીક્સ કરોડનાં મણકાંઓમાં છેલ્લું હાડકું કે છેલ્લો મણકો છે જેને પૂંછડીનો મણકો કે ટેઈલ બોન પણ કહે છે. ”ભણેલાં માણસોની ગરદન-કમરની તકલીફ દૂર કરવાનો ઈલાજ” વાળો બ્લોગ હમણાં જ પોસ્ટ કર્યો છે. એમાં આપેલી સૂચનાઓનો અમલ શરૂ કરી શકો છો. આભાર.
મને આ રોગ 10 12 વર્ષ થી છે આનો ઘણો ઈલાજ કર્યો પરંતુ લાંબો ફરક પડ્યો નથી હમણા rheumatologyst&aurvedic બન્ને સાથે દવા લવ છું તેનાથી થોડી રાહત મળી છે પણ દવા બંધ કરાતા પાછી તકલીફો વધવા માંડે છે તો આનો કાયમી ઈલાજ ખરો હોઇ તો જણાવસો.
ધન્યવાદ
હિતેશભાઈ, મોટાભાગની બીમારી શરીર-મન સાથે જોડાયેલી હોય છે. કેવળ શરીર કે કેવળ મનનો ઈલાજ કરવાથી બીમારી પૂરી દૂર કરવી મુશ્કેલ કામ છે. આભાર.
So happy to know simple ways of curing diseases. Thanks to Nihar Nature Cure. Please give me some advice on my ailment.
Sir, our blogs, videos, and TV shows are for the masses who can make some changes in their life. For taking advice individually anyone can contact Nihar Center after taking prior appointment. Thank you.
Mane bahut badhi vastu khavathi silas thay che ano koi kaymi upay
આ જગતમાં કશું જ કાયમી નથી. શરીરનું આરોગ્ય એ રોજેરોજ જાળવવાની વસ્તુ છે અને મનની શાંતિ રોજેરોજ જાળવી રાખવાની વસ્તુ છે. આભાર.
મારી દીકરી 15 વર્ષની છે
તેના ચહેરા પર ખીલ અને દાગ બહુ થાય છે
તેનો કોઈ આર્યુવેદિક ઉપાય હોય તો માર્ગદર્શન આપજો
આભાર સહ…..
નિહાર આરોગ્ય મંદિરની વેબસાઈટ ઉપર ફ્રીમાં અનેક મેગેઝીન, પુસ્તકો ડાઉનલોડ કરીને મોબાઈલ કે કોમ્પયુટરમાં વાંચીને એમાંથી અનેક રોગોનાં ઈલાજ મળી શક્શે. છતાંય જો વ્યક્તિગત રીતે ઈલાજ માટે જ આવવું હોય તો ફોન કરી, એપોઈન્ટમેન્ટ લઈને નિહાર પર આવી શકાય, વેબસાઈટમાં નંબરો છે. આભાર.
Mane last 20 to 25 years thi skin deseas chhe skin specialist dr. Soriacis thayel chhe tem kahe chhe Bahu creem ane medicine lidhi pan mattu nathi to upay batavshoji
વસંતભાઈ, શરીર અને મનનું સંતુલન થાય, આહાર બદલાય, શરીરને નુકસાન ન થાય એ એવી કે ઓછામાં ઓછું નુકસાન કરીને વધુ લાભ આપે એવી ઔષધિઓનો ઉપયોગ કરીને પરિણામ મેળવી પણ શકાય.યોગ્ય લાગે તો નિહાર આરોગ્ય પર ફોન કરી, એપોઈન્ટમેન્ટ લઈને સારવાર માટે આવી શકો છો. આભાર.
Hu 53yeras ni6u. Hu 2yeàrsni hati tyarthi banne legma khub j vadhiya6e. Koi upay batavsho. Khubj pida thay6e. Pl koi upay batavsho
51 વર્ષથી દુઃખે છે એટલે એનાં મૂળ શરીરનાં બીજા અવયવનાં કામ સાથે જોડાયેલાં હોય. દુખાવાનો સામાન્ય ઉપચાર અહીં બતાવું છું. રાત્રે સૂતી વખતે અડધો ગ્લાસ પાણીમાં એક ચમચી આખી મેથી, એક ચમચી ગંઠોડા પલાળવાનાં. સવારે આ પાણીને ધીમા તાપે 10 મિનિટ ઊકાળી ગાળીને બ્રશ કર્યા બાદ પીવાનું. માફક આવે તો આ પ્રયોગ સળંગ બેથી ચાર માસ પણ કરી શકાય, ન માફક આવે તો બીજા દિવસથી બંધ કરવો. આભાર.