નબળી ઉંઘ અને નબળું પાચન; આ બે કારણોથી પણ આંખોની આસપાસ ડાર્ક સર્કલ વધી શકે છે. રાત્રિની ઊંડી ઉંઘ દરમ્યાન અંત:સ્ત્રાવી ગ્રંથિઓ પોતાનું કામ વધુ સારી રીતે કરે છે. સૂઈ જવું એટલે કેવળ આંખો બંધ થવી એમ નહીં, પરંતુ એવી ઉંઘ હોય કે જેમાં મન વધુ ઊંડાણમાં હોય અને સવારે જાગ્યા પછી તાજગી લાગે.
પાચન સુધારવા રાત્રે સૂતા અગાઉ બેથી પાંચ ગ્રામ ત્રિફળા પાવડર નવશેકા પાણી સાથે લેવાય. વિચારોમાં હળવાશ લાવવા તેમજ ઊંડાણવાળી ઉંઘ માટે, બ્રાહ્મી, ખડી સાકર અને ગંઠોડાનો એક-એક ચમચી પાવડર દૂધમાં ઊકાળી, સાંજે કે રાત્રે લેવાય. હિમોગ્લોબીન ઘટવાથી આંખો નીચે કૂંડાળા થયા હોય તો બીટ, સફરજન અને દાડમનો જયુસ પીવાય.
મેંદો અને બાસમતી ચોખા પેટમાં ચોંટે છે જેનાંથી પાચન બગડે છે. આથી, રોજનાં આહારમાં જે વિટામિન અને મિનરલ્સ(ખનીજ તત્વો) લીધાં હોય એનું પાચન સારી રીતે નથી થતું. પરિણામે, ચામડી ખરાબ થાય, આંખોની નીચેનો ભાગ નબળો પડતો જાય અને, શરીરમાં આળસ તેમજ થાક વધે છે.
કોઈ વ્યક્તિ સળંગ 100 દિવસ માટે ચાલવું-દોડવું,સાઈકલીંગ,જીમ કે અન્ય પરસેવો થાય એવી કસરત કરે એટલે એના શરીરની કચરો બહાર કાઢવાની શક્તિ ઘણી વધી જાય છે. આંતરડા, કિડની,ચામડી અને ફેફસાં નામનાં ચાર સફાઈ કર્મચારીઓ ખડે પગે સફાઈ કરે છે. નિયમિત વ્યાયામથી સફાઈનું કામ વધુ સારી રીતે ચાલે છે એટલે શરીરમાં ટોક્સિસીટી ઘટે છે. ગુણવંત શાહ કહે છેઃ ”આપણે દરરોજ એક વખત હાંફી અને થાકી જવું જોઈએ”.
મનમાં વાતો ભરી રાખવાથી, વારંવાર ગુસ્સો કરવાથી આંખો નીચે કૂંડાળા વધી શકે છે. મન જ્યારે ભૂતકાળમાં વધુ જાય ત્યારે ગુસ્સો અને હતાશા આવી શકે છે. અને, ભવિષ્યમાં વધુ જાય ત્યારે ચિંતા અનેે અનિદ્રા થઈ શકે છે. નિયમિત રીતે ધ્યાન(મેડિટેશન) અને ઓમ્કારનાં મંત્રોનું ઉચ્ચારણ કરવાથી આ બધાંનું પ્રમાણ ઘટે છે. પ્રભુ આપનાં શરીર-મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે ધ્યાન-પ્રાણાયમ-વ્યાયામ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થનાં સહ, મુકેશ.
Unsound sleep and poor digestion are also reasons for dark circles. Endocrine glands work better during deep sleep at night. Sleeping means not only keeping eyes closed. if you feel fresh after waking up in the morning means your sleep is sound.
Two to five grams of Triphala powder can be taken with lukewarm water at bedtime for improving digestion. Keep powder of Brahmi, rock candy and peepramul (ganthoda) one tablespoon each in milk then boil it well. It can be taken in the evening to calm down thoughts and for getting better sleep. If dark circles are due to reduced hemoglobin; mixed juice of beetroot, apples, and pomegranate should be taken regularly.
Maida and Basmati Rice both are sticky. It weakens our digestion which tends to poor absorption of vitamins and minerals. And it results in weak and dull skin, dark circles, wrinkles, laziness, and fatigue.
If a person performs vigorous exercise like running, walking, cycling or gym regularly for 100 days; the power of detoxification is enhanced. Our intestines, kidneys, skin, and lungs are four main organs that work day and night to make our system clean and toxin-free. Regular exercise can help our system to clean and throw out toxins. Famous Gujarati writer Gunvant Shah said: At least once a day, we need to do intense physical work out which can exhaust us.
Dark circles increases also due to more anger and the habit of keeping things in mind. Thinking about the past that causes stress, depression, and anger. And when it gets into the future, one becomes desperate and gets sleep disorders. Regular Meditation and chanting of Omkar can help in reducing the problems. God bless you and give you strength for doing regular Meditation, Pranayam, Exercise to make Healthier body and mind,
મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
2 Comments
Excellent
Thank you.