(A) ડેન્ગ્યૂ…
(1) પૂરો આરામ જરૂરી છે,
(2) રોજ ચારથી પાંચ લિટર પ્રવાહી લેવાનું છે,
(3) શરૂઆતમાં દરરોજ લોહીનાં જરૂરી રીપોર્ટ્સ કઢાવવા જોઈએ,
(4) જે લોકો આટલું પ્રવાહી ન લઈ શકે એમણે નજીકનાં ક્લિનીકમાં જઈને બોટલ ચઢાવવી પડે,
(5) બોલવાનું એકદમ બંધ જેવું રાખવું, બેથી ત્રણ દિવસ સ્નાન ન કરવું, મોબાઈલ-ટીવી ખાસ ન વાપરવાં. આ બધાંથી જ્ઞાનતંતુઓને થાક લાગે છે. સરવાળે પ્લેટલેટ્સ, શ્વેતકણો(WBC) ઘટશે.
(A) Dengue…
(1) Total rest is needed,
(2) Take 4-5 liters of liquid,
(3) Regular blood test is required,
(4) If the patient is not able to take enough amount of liquid orally, He or She should balance it by taking medical treatment,
(5) Avoid to speak. Avoid usage of cell phone and T.V. Also avoid bath for 3-4 days. In such activities, our body spends nerve energy. By using it, in the end, our platelets and WBC are reduced.
ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સ(ત્રાકકણો) અને શ્વેતકણો(WBC) ઘટે છે. ગળોનો પાવડર, પપૈયાનાં પાનનો રસ કે ગોળી અને આહાર આ માટે ઉતમ સારવાર છે. લીમડાની ગળોનો અડધીથી એક ચમચી પાવડર કે 1થી 2 ગોળી દિવસમાં બે વખત પાણી સાથે લઈ શકાય. એક પપૈયાનાં પાનને પત્થરથી કૂટી, પાણી ઉમેર્યાં વિના એનો રસ કપડાંથી કાઢીને લેવાનો. આવો એકથી બે ચમચી રસ સવારે અને ફરીથી સાંજે પણ લેવાનો.
Platelets and WBC are reduced in dengue. Papaya leaves and giloy herb are very useful in curing. One can take 3 to 5 grams of neem giloy powder or 1 to 2 tablets twice a day with water. You should crush papaya leaves without adding water. Then keep it in a cotton cloth and squeeze it well. You should take such juice 1-2 tablespoons, twice a day.
મોસંબી, લીંબું, સંતરા, પાઈનેપલ, તાજી મોળી છાશ, મગનું પાણી, ઢીલાં વઘારેલાં સ્વાદિષ્ટ મગ, પાતળી દાળ-જરાક જાડા કે સસ્તા ચોખાનો ભાત, ખીચડી, ઘી-ગોળ-ઘઉંનાં લોટની પાતળી રાબ, વેજીટેબલ ઓટ્સ, પૌંઆ વગેરે આહારમાં લેવાય તો પરિણામ ઘણું ઝડપી આવી શકે છે. પાંચ-છ ખજૂર અને 15થી 20 દાણાં સૂકી કાળી દ્રાક્ષને એક-બે કલાક માટે અડધાં ગ્લાસ ગરમ પાણીમાં પલાળી રાખવાનાં. ત્યારબાદ એ જ પાણી સાથે સવાર-સાંજ અડધું-અડધું કરીને ખાવાનું.
The patient can take juices of Lemon, sweet lemon(mosambi), orange, and pineapple. And also he can take fresh buttermilk, mung water, tasty fried mung, organic or little rough rice, and thin curry, khichdi, rab(made up of ghee, jaggery, wheat flour, and water), vegetable oats, poha, etc. for better result. Soak 5 to 6 dates and 15 to 20 pieces of black raisins in 100 ml warm water for one to two hours. Then eat the mixture twice a day.
કેટલાંક યુવાનો વધુ આત્મવિશ્વાસમાં જીવ ગુમાવે છે. મને કાંઈ જ નથી એમ માનીને તાવ હોય તોય ફર્યાં કરે છે. પરંતુ, અહીં બધું નુકસાન અંદરથી થાય છે. લોહી વધું પડતું પાતળું થાય પછી મગજની નળી ફાટે અને મૃત્યુ થઈ શકે છે.
Some youngsters are so overconfident about their health and even in fever, they continue wandering. So, in some cases, patients die due to internal damage of blood vessels in the brain.
(B)ચિકૂનગુનિયા:
આ રોગમાં પણ શ્વેતકણો અને પ્લેટલેટ્સ તો ઘટે જ છે. એટલે, આમાં પણ ઉપરનાં ટાઈમટેબલ અનુસાર સારવાર જરૂરી છે. પરંતુ, ચિકૂનગુનિયામાં પ્લેટલેટ્સ એટલાં બધાં નથી ઘટતાં.
(1) આ રોગમાં પપૈયાંનાં પાનનો પ્રયોગ રોજ એક જ વાર કરાય તોય ચાલી શકે છે,
(2) ગળોનો પ્રયોગ તો ડેન્ગ્યૂની માફક જ કરવાનો છે,
(3) પરંતુ, આહારમાં લીંબું, પાઈનેપલ, દહીં, છાશ, ટામેટાં, સોસ, ચટણી, અથાણું વગેરે ન લેવાં,
(4) મગ, મગની દાળ જ લેવાય; બાકીનાં બધાં જ કઠોળ, દાળ બંધ રાખવાનાં.
(B) Chikungunya:
WBC and platelets are also reduced but not much. So, here is the treatment with some changes.
(1) You can take papaya leave juice once a day,
(2) take giloy regularly,
(3) avoid lemon, pineapple, curd, buttermilk, tomato, chuttani, pickles,
(4) You can take only mung or mung dal, otherwise avoid all pulses.
ઉપરનાં બંને રોગમાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. આ ઉપચારની સાથે જરૂર પડે ત્યાં ડોક્ટરની સલાહ લઈ શકાય છે.
આભાર, પ્રભુ આપને શારીરિક તકલીફોરૂપી દુઃખમાંથી ઝડપી મુક્તિ આપે એવી પ્રાર્થનાં સહ,
મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
You should consult a doctor. Thank you, may God help you from coming out of such diseases.
Mukesh Patel, Nihar Charitable Trust, Ahmedabad.
18 Comments
પ્રિવેનશન અને સારવાર માટે સરસ માહિતી આપી છે
Very good information
very very thanks
pl send symtams of both diseses
બંને રોગના લક્ષણો કેવા કેવા હોય શકે
બંને રોગના લક્ષણો ચિહનો શકય હોય તો મોકલવા વિનંતી
બધાને ખૂબ ઉપયોગી થશે…….
આભાર, ઊંડાણમાં જવું હોય તો અમારી વેબસાઈટમાં આ રોગોની બુકલેટ છે જે ફ્રી ડાઉનલોડ કરી શકો છો. પ્રભુ આપનું કલ્યાણ કરે..
Very Informative
thanks
Thank you, Madam.
Good information
Thank you.
બન્ને બિમારી માટે અતિ લાભદાયી માહિતી, આભાર.
Thanks a lot.
Very useful & iffective information.I like it.thanks sir.
Sir, so kind of you. God bless you.
ચિકુનગુનિયા કેટલા વખત સુધી મટી શકે છે ચિકનગુનિયા માં સાંધાના દુખાવા માટે કોઈ સ્પેશિયલ દવા છે?
સારવાર લેવા માટે જરૂરી ફોન નંબરો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
ખૂબ ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી
ધન્યવાદ
અમિતભાઈ, ખૂબ ખૂબ આભાર.
Very nice very very good
Thank you.
Wonderful information.
Regards
KUNJAN PARIKH
9724926655
Thank you.