આખુ વર્ષ વાંચ્યું ન હોય અને પરીક્ષાનાં આગળનાં દિવસે વાંચવાથી ઈચ્છિત પરિણામ ન પણ મળે. વર્ષો સુધી શરીરની અવગણનાં કરી અને હવે જ્યારે બીમારી આવી છે ત્યારે અચાનક જ એને જડમૂળમાંથી કાઢવા માટે મંડી પડાય એટલે રોગ દૂર ન થઈ જાય. ગુણવંત શાહ કહે છે એમ ડાયાબિટીસ સ્વમાની રોગ છે. એને પૂરી સગવડ, માન-પાન મળે ત્યાં એ ટકે છે. વ્યક્તિ વ્યાયામ ન કરે, આહારમાં ધ્યાન ન રાખે, સૂવા-જાગવાનાં સમયમાં ધ્યાન ન રાખે અને ડાયાબિટીસ માટે સૌથી વધુ જવાબદાર કારણ એવો તણાવ વધારતી જ રહે ત્યારે રોગ આવે છે, આગળ વધે છે.
તણાવને કારણે સ્વાદુપિંડને કંટ્રોલ કરનારી મગજમાં રહેલી સિસ્ટમ નબળી પડે છે. અનેક દર્દીઓ એવા છે કે જે ખાવામાં સુગર નથી લેતાં છતાંય એમને ઈન્સ્યુલીનનાં ઈન્જેકશન્સ લેવાં પડે છે..! હાઈ બ્લડપ્રેશર, થાઈરોઈડ વગેરે રોગોને પણ મન સાથેનું સીધું જ જોડાણ છે. તણાવને કારણે આ બધાં રોગો પણ થઈ શકે છે.
લિવર આપણાં શરીરમાં રહેલી બેંક છે જેમાં વિટામિન્સ, સુગર વગેરેનો સંગ્રહ થાય છે. સુગરને સાચવવા માટે એનાંથી મોટી બેંક આપણાં સ્નાયુઓ(મસલ્સ) છે. લિવરમાં આશરે 100 ગ્રામ તો સ્નાયુઓમાં 400 ગ્રામ સુગર જમા થયેલી રહે છે. આપણાં શરીરને જીવતાં રહેવા માટે શક્તિ(સુગર)ની જરૂર છે એ પહેલાં સમજી લઈએ. મગજનાં અગણિત ન્યૂરોન્સને સતત સુગરની, આપણાં શરીરને હલનચલન માટે સુગરની જરૂર રહે છે.
આપણે વ્યાયામ કરીએ એટલે સુગર વપરાય છે, કડવી વસ્તુઓ(કારેલાં, કડવો લીમડો, લીમડાંની ગળો, કડું, કરિયાતું) લેવાથી સુગર ઘટે છે. વળી, સવારમાં આપણે જ્યારે જાગીએ ત્યારે શરીરમાં લો સુગરની સ્થિતિ હોય છે. આવા સમયે ખૂબ વ્યાયામ કરાય, કડવી વનસ્પતિઓ લેવાય કે કડવી વસ્તુઓનો રસ લેવાય ત્યારે રોજેરોજ સુગર ઘટેલી રહેવાથી મગજને ગંભીર નુકસાન થઈ શકે છે, વ્યક્તિની માનસિક શક્તિ ઘટે છે, કોમામાં પણ જઈ શકે છે.
યોગ્ય સમયે જરૂરી આહાર-વનસ્પતિ, તણાવ ઘટાડવા માટે મેડિટેશન અને સાથે સાથે પોતાનાં કાર્યનું પ્લાનિંગ ખૂબ અગત્યનું છે. ડાયાબિટીસ થયા બાદ પ્રથમ અને બીજા નંબર ઉપર શરીર તેમજ મનની જાળવણી આવવી જોઈએ. આ માટે વ્યાયામ-પ્રાણાયમ-ધ્યાન ઉપર ફોકસ કરવું જરૂરી છે. આ રોગને મટાડી દેવાનું ઝનૂન બતાવવાને બદલે એને કાબૂમાં રાખવો જરૂરી છે. કેમકે, ડાયાબિટીસ રોગનું એન્જિન છે જેની પાછળનાં ડબ્બાઓમાં ચામડીની તકલીફ, હૃદયની તકલીફ, થાઈરોઈડ, કિડનીની તકલીફ, કેન્સર વગેરે બેઠેલાં છે.
7 Comments
I am suffering from Diabetes, please guide
આ માટે અમારી યુ ટ્યૂબ ચેનલ ઉપરથી બીજો વિડીયો મળી શકે છે. માહિતી માટે બ્લોગ, યૂ ટ્યૂબ ચેનલ(niharnaturecure) છે, સારવાર માટે નિહાર આરોગ્ય મંદિર છે(9913230263, 7874744676).
I agree with you based on my experience. It is essential to exercise, reduce weight and do pranayams.
આપ તો ઉદાહરણરૂપ છો. આપનાં ઢીંચણની સારવારમાં મહેનત કરીને આ ઉમરે પણ એને આપ સારી રીતે જાળવો છો, લોહીને પણ સંતુલનમાં રાખવા પ્રયત્ન કરો છો. આભાર.
Rightly and nicely said in simple words about complicated desese I think yoga pranayama and excercise helps better then medicines.
Yes you are right Mukeshbhai…
Because of diabetic fear, no one should not stop eating natural sweeteners like jaggery or khadi sakar or honey.
I am 58 almost, no dieses and like occasional long running,exercises, jogging etc. But I consume organic jaggery to meet the need of the body and mind.
I believe inactivity , disregard for body intake, I e food- discipline .What to eat when to eat and how much. Modern life style of American culture to Eat as & when you like, disregarding the time, place & health is guaranteed to make your body Live Museum of Diseases.
Eating out at regular intervals with a Family is a SURE Guarantee BECAUSE of hygienic enviourment in the kitchens run for profits.
I am 85years old and I never eat in the street . However on a very few occassions in a Restaurant . If YOU WANT to copy Americans or Western Culture & want to become Modern go ahead. There are plenty of medical Doctors waiting to hook you with Western MEDICINES for Life to empty your hard earn money!.
How can one dare to throw away God given Body that can Last for a long time.
God bless.
KIRAN DESAI-U K