શિયાળાની ઋતુ શરૂ થાય, વાતાવરણમાં ઠંડક વધે એટલે ભૂખ ઊઘડે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચંદ્રની સ્થિતિની મન ઉપર પાેઝીટિવ અસર થાય છે જેને લીધે માનસિક તકલીફો ઘટે છે. મન જ્યારે શાંત હોય ત્યારે આપણે વ્યાયામ પણ કરી શકીએ અને વધુ સમય આનંદમાં પણ રહી શકીએ છીએ.
આ સિઝનમાં શું ખાવું-પીવું જોઈએ :
• સવારે બ્રશ કરીને એકથી બે ગ્લાસ સાદું પાણી પી શકાય છે.
• આમળાથી પાચન સુધરે છે પરંતુ એકસાથે વધુ આમળાનો રસ ન પીશો. ધીરે ધીરે એનું પ્રમાણ વધારી શકાય. (anupan.in) સવારે પાણી પીધા પછી એકથી ચાર આમળાનો રસ જરાક પાણી સાથે લેવાથી વિટામિન સી મળશે. આપણી આંખો અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સતત વિટામિન ‘સી‘ની જરૂર પડે છે.
• સવારનાં નાસ્તામાં એક ગ્લાસ ગાજરનાં (anupan.in) જ્યૂસની સાથે બે ખજૂર, 6 દાણાં સૂકી કાળી દ્રાક્ષ અને 5 નંગ બદામ લઈ શકાય છે. ગાજરનો જ્યૂસ પાણી ઉમેર્યા વિના જયૂસરમાં જ કાઢવાનો છે. ગાજરમાંથી જે વિટામિન એ મળે છે એની પણ મગજ અને આંખોને ખૂબ જરૂર છે. વળી, ગાજરનાં રસથી તો કેન્સર જેવી બીમારીઓ પણ દૂર થાય છે.
• બપોર ભોજન વખતે રોટલી, શાક અને સાથે દાળ લઈ શકાય છે. આ સિવાય સલાડમાં લીલી હળદર અને આંબા હળદરનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. આ બંને હળદર લોહીને શુદ્ધ કરે છે તેમજ એન્ટિ આેક્સિડન્ટ હોવાથી શરીરને નવયુવાની આપે છે.
• સાંજે 4-5 વાગે ચા-કોફી-દૂધ લઈ શકાય છે. જો દૂધમાં (anupan.in) શતાવરીનો પાવડર ઉમેરીને પીવાય તો એનાથી વજન વધે છે. શિયાળામાં ચા-કોફી જેટલાં ઓછા પીવાશે એટલું જ પાચનતંત્ર સારી રીતે કામ કરી શક્શે.
• સાંજે ભોજન વહેલું લેવાય તો રાત્રે ચાલવા-દોડવા જઈ શકાય છે અને જીમમાં પણ જઈ શકાય છે. રાત્રે બાજરીનો રોટલો, દૂધ, શાક લેવાથી શરીરને સારા પ્રમાણમાં આર્યન મળે છે, ગરમી મળે છે.
• શિયાળામાં દાણાંવાળા શાક ખાવાથી શરીરને કુદરતી રૂપમાં સુપાચ્ય પ્રોટીન મળે છે. પાંદડાવાળી ભાજીનો નિયમિત ઉપયોગ કરવાથી કબજિયાત દૂર થાય છે.
• સુખડી, શીરો, ખજૂરપાક, મેથીપાક, બદામપાક વગેરેનો ઉપયોગ (anupan.in) કરવાથી હાડકાં મજબૂત બને છે, મગજને લાભ થાય છે. આવી મીઠાઈમાં ગુંદર, સૂંઠ વગેરેનો ઉપયોગ વિવેકપૂર્વક કરવાથી હાડકાં, લિગામેન્ટ વગેરેને ફાયદો મળે છે.
• શિયાળામાં બપોરે ભોજન પછી તાજી, મોળી છાશ પીવાથી પાચન સુધરે છે. જે લોકોને વારંવાર શરદી થાય છે એમણે દહીં, છાશથી દૂર રહેવું જોઈએ.
• શિયાળામાં દહીંનાં ઉપયોગથી આંતરડાને બળ મળે છે.
આ ઋતુમાં શું ન ખાવું જોઈએ :
1. શિયાળામાં ભૂખ વધુ લાગે છે. આવા સંજોગોમાં ભોજન વખતે વધુ પડતો સલાડ લેવાય તો પાચનતંત્ર પર એની અવળી અસર પડશે. (anupan.in) સલાડથી પેટ ભરાઈ જશે અને ઝડપથી ખાલી પણ થઈ જશે. આવા સંજોગોમાં ગમે ત્યારે અને વારંવાર ખાવાની આદત પડી જશે.
2. બાસમતી ચોખા તો શિયાળામાં બિલકુલ ન ખાવાં જોઈએ. કારણકે આવા ચોખા પેટમાં ચોંટી જઈને પાચનને નબળું બનાવે છે. શિયાળાની ઋતુમાં આપણે એવું કાંઈક ખાવું જોઈએ જેનો ફાયદો આપણને બાકીનાં આઠ મહિના સુધી મળતો રહે. (anupan.in) પરંતુ, બાસમતી કે અન્ય પોલીશ કરેલાં માોંઘા ચોખા પાચનને બગાડે છે આથી ઠંડીની ઋતુમાં પણ આપણને સારી ભૂખ નથી લાગતી.
3. આ ઋતુમાં બટાકાંનું પ્રમાણ પણ આેછું રાખવું જોઈએ. અન્ય તાજા દાણાવાળા શાક, પાંદડાવાળી ભાજીઓ, ગાજર, મૂળાં, બીટનો ઉપયોગ શરીરને વધુ લાભ આપે છે. બાકી, જ્યારે કાંઈ ન મળે ત્યારે પણ બટાકાં તો મળવાનાં જ છે ને..!
4. શિયાળાની આ ૠતુમાં પણ 3 થી 4 લિટર પાણી પીવું જોઈએ. આ સિવાય માપસર જ્યૂસ લેવાય, જેવા કે સંતરા(માલ્ટા નહીં..!), મોસંબી, પાઈનેપલ, ગાજર વગેરેનો રસ વધુ લેવો જોઈએ.
5. શિયાળાની ઋતુમાં તળેલો આહાર જેટલો ઓછો ખાશો (anupan.in) એટલી જ સ્ફૂર્તિ વધુ રહેશે. આ ઋતુમાં જેનાથી શરીરને લાભ મળે એવું જ ખાઓ.
સૌથી મહત્વની વાત કે આ બધું ખાઈને પછી પચાવવાનું પણ છે..! એટલે જ્યારે તક મળે ત્યારે થાેડુંક ચાલી-દોડી લો જેથી પેટમાં જગ્યા થતી રહે અને વિટામિનોનો ભંડાર ભરાતો રહે. આ ઋતુમાં જો દરરોજ ધ્યાન કરશો તો મનની બેટરી અદભુત રીતે ચાર્જ થશે જેનો લાભ જ્યારે ટેન્શન આવશે ત્યારે મળશે. (anupan.in) ધ્યાનને લીધે સંસારની પ્રચંડ ગરમીમાં પણ મનની અંદર શીતળતા રહી શક્શે..!
પ્રભુ આપને આનંદમાં રાખે, ખાવાની સાથે પેટને ખાલી રાખવાની તાકાત આપે અને ખાવાની સાથે પચાવવા માટે વ્યાયામ કરવાની સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સહ,
મુુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી,
નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
(07874744676, 913230263, 9638238351)

Special Diet Plan for Winter
Due to cold weather in winter, our digestion works a little fast. In India, from November to February our minds recharge with the positive effect of the moon. In a cool mood, we can do anything with ease and rhythm. We can feel more freshness in a higher mood.
What to eat:
- In the morning drink 1 to 2 glasses of water after tooth-brush,
- take the juice of 1 to 4 Amla (Indian gooseberry) in the morning. Amla releases constipation and improves digestion. So, increase the amount of Amla carefully. (anupan.in) We can get Vitamin C from Amla. Our endocrine glands and eyes regularly require Vitamin C and A.
- In morning breakfast you can have a glass of carrot juice with 2 dates, 6 dried black grapes, and 5 pieces of almond. We can get vitamin A from carrots. (anupan.in) Even, carrot helps in removing cancer.
- For lunch, take chapatti, cooked vegetables, and curry (daal). Also, take two types of fresh turmeric pieces in salads. Such a mixture of turmeric helps to purify the blood. Turmeric is an anti-oxidant that gives fighting power, improves immunity.
- At 4 evening: tea/coffee/milk. If you want to increase your weight, you can add one teaspoon satavari herbs in milk.(anupan.in) Drink tea or coffee in a little amount particularly in winter, So, you can get the maximum benefit from your digestive power.
- Take your dinner early, so you can run, walk or go to the gym 3 to 4 hours after dinner. You can have Millet (bajara) roti, milk, and cooked vegetable for dinner. Millet gives more iron.
- Fresh green beans (anupan.in) will give protein in natural and digestible form. The leafy vegetable will release constipation.
- Sukhdi, halwa, sweets made up of dates, sweets made up from powder of coriander seeds and sweets made up from almond will improve bone density and It will become tonic for our brain.
- Use buttermilk regularly in winter after lunch, It will improve digestion. But, the patients of cold-cough should avoid curd and buttermilk.
- In winter, curd improves digestion.
Not to eat:
- In winter avoid more amount of salads. Instead of it, we have to have some natural solid items.
- Avoid basmati rice in winter. Because it can decrease digestion power. We should eat such food in winter which can become helpful for another 8 months. But polished rice disturbs our digestive system.
- Also, avoid more usage of potatoes. Take fresh green beans, leafy vegetables, carrots, beat in winter. You can have potato otherwise in any season..!
- Drink a maximum of 3 to 4 liters of water. And have juices of orange, mosambi, pineapple, carrot.
- Avoid fried and junk food in winter and eat natural food, fruits, and vegetables.
We should remember the main point that after eating such food, we have to digest it..! So, walk whenever you get a chance. If you do meditation in this season, it will charge the state of your mind. You will get the benefit of it in a stressful situation.
God bless you and keep you in the happy zone and give power to keep your stomach empty and the power of doing regular exercise.
Have a mindful time, Mukesh Patel, Managing Trustee,
Nihar Charitable Trust, Ahmedabad, India.
(07874744676, 913230263, 9638238351)
14 Comments
Dear MUKESHBHAI.. Lots of THANKS for your very very valuable suggestions and guidance for health and natural living We always follow it and it’s appreciable ….May God bless you
શિયાળામાં લઈ શકાય એવા અને ટાળવા જોઈએ એવા ડાયટ વિશે પહેલી વખત આટલી વિગતવાર માહિતી મળી. આભાર 🙏🏼😊
Dear Bharat bhai.thank you very much for the winter diet menu.can u suggest us as to what to have in breakfast during winter.thank you so much.
Samayadhin mahiti mate aabhar
Thank you very much for the winter diet Manu.Vary vary valuable suggest action.
Thank you.
This is a quite vital information and not provided earlier by anyone. Could you also please share the details of what all fruits we can eat in winter as my son likes sugarcane juice very much and we get it here in Pune all the months but not sure whether we should drink it in all the months or not
Thanks a lot.
ખુબ સરસ અને સરળ રીતે દરેક ને સરળ રીતે સમજીશકાય અને ઉપયોગી માહિતી . આભાર સાહેબ 🙏 જય સ્વામિનારાયણ
ભગવાન સ્વામિનારાયણનું એક નામ છે સહજાનંદ; જેનો અર્થ છે :જેમાંથી સહેજે સહેજ આનંદ પ્રાપ્ત થાય છે તે. આમ જ, લોકોપયોગી કોઈપણ વાત હોય તે સરળ અને અસરકારક હોવી જોઈએ. ચાહે ઈલાજની વાત હોય કે પછી આધ્યાત્મની. આભાર.
Exc
Thanks
Greetings, Mukeshbhai.
Excellent and very valuable tips.
Timely, relevant, precise and logical bearing your signature quality.
Your intense concern for all is becoming legendary, Mukeshbhai.
Keep being kind and remain blessed.
Dilip Patel
Sir, thanks a lot. So kind of you.