જ્યારે જીભનો રંગ લીલો હોય ત્યારે સંભવિત કારણસર શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન વપરાતો નથી. શરી૨ ઓક્સિજન વાપરી નથી શક્યું અથવા ઓક્સિજન મેળવી શક્યું નથી. આવા કારણથી ઓક્સિજનની અછત સર્જાય છે અને જીભનો રંગ લીલો થઈ જાય છે.
આવા સંજોગોમાં ઈલાજ તરીકે આટલું કરી શકાય :
(૧) દર્દીને ખુલ્લી હવામાં બેસાડો / સુવડાવી દો.
(૨) અનુકૂળતા મુજબ, શક્તિ મુજબ ધીમા, ઊંડા શ્વાસ વારંવાર લેતા રહો.
(૩) આછા ને ઓછા, કૉટન કે ખાદીનાં કપડા પહેરો જેથી ચામડી દ્વારા શ્વાસનું કામ સારી રીતે ચાલતું રહે.
(૪) સ્નાન વખતે ચામડીને ભીની કરી, ખરબચડા ભીના ટુવાલથી ઘસતા રહો, પછી સ્નાન કરો. ચામડીનાં છિદ્રો ખૂલવાથી ફેફ્સાં પરનો બોજો ઘટશે.
(પ) સાદી વરાળ(નાસ) દિવસમાં બે વખત (સવાર સાંજ) લો જેથી ફેફ્સાં ખુલ્લાં થાય કે રહે અને ઓક્સિજનને પહોંચાડવાનું કામ સરસ રીતે થયા કરે.
જીભમાં ચાંદા તેમજ મો ની અંદર ચાંદા અને તેની સારવાર:
જ્યારે પાચન બગડે છે ત્યારે જીભમાં ચાંદા પડે છે. ગેસ, એસિડિટી, કબજિયાત જેવી તકલીફોને કારણે આંતરડામાં ગરમી વધે છે. ન પચેલો આહાર લાંબા સમય સુધી આંતરડામાં પડ્યો રહેવાથી સડે છે. આ પરિસ્થિતિમાં મોંમાં ચાંદા પડે છે, ઈમ્યુનિટી પણ ઘટે છે અને અનેક ગંભીર બીમારીઓનાં મૂળ નંખાય છે.
(૧) ઇલાજમાં સૌથી વધુ જરૂરિયાત વ્યાયામ અને સંયમની છે..!
(૨) થોડાંક દિવસ માટે પેટને ખાલી કરવા માટે શરીરની પ્રકૃતિ અનુસાર ઈસબગુલ, હરડે, ત્રિફળા, સ્વાદિષ્ટ વિરેચન વગેરેમાંથી ગમે તે એકનો ઉપયોગ કરી શકાય છે.
(૩) થોડાંક દિવસ માટે માત્ર ફળો, જ્યૂસની મદદથી ઉપવાસ કરાય તો એનાંથી પણ પેટની ગરમી ઘટે છે, શ૨ી૨માં જમા થયેલો કચરો, સડેલા પદાર્થો, ઝેર શરીરમાંથી બહાર ફેંકાય છે.
(૪) અને, જીભનાં ચાંદાને બહારથી ઘટાડવા કે મટાડવા માટે યષ્ટિમધુ(જેઠીમધ)નાં પાણીનાં કોગળા કરી શકાય છે. અથવા થોડુંક જેઠીમધ હાથમાં લઈને જ્યાં ચાંદા પડ્યા હોય ત્યાં લગાવીને ૧૦-૧૫ મિનિટ મોંમાં રાખી શકાય છે. આમ કરવાથી બળતરા ઘટશે, ચાંદા ઘટશે.
જબરી જીભ…
ચરક ઋષિએ અસંખ્ય રોગોનો ઈલાજ બતાવતા ગ્રંથો તૈયા૨ કર્યા એટલે વૈદ્યો બોલ્યાં : પ્રભુ! હવે અમારી પાસે સારવાર કરાવવા કોણ આવશે?
ઋષિ બોલ્યા : જ્યાં સુધી માનવીના મોંની અંદર જીભ છે, ત્યાં સુધી તમારી પાસે આવતા દર્દીઓ ઘટવાના કે બંધ થવાના નથી….
13 Comments
Many people have ulcer in their mouth. The treatment advised should be very helpful to them 👌
Yes, it’s easy and safe. If people follow the inner voice, the intensity of many diseases will reduce. Thank you.
Your explanations are very clear and simple. Keep them coming.
Thanks a lot.
During chewing very offen I bite my tounge badly . Please advice
I am 73 years old.
During chewing very offen I bite my tounge badly . Please advice
Thanks & regards
Maybe some neurological issue. Otherwise, 1. if you are a fast eater then start eating slowly, with ease,2. keep 1 to 2 tablespoons of sesame oil in your mouth for 20-25 minutes before going to sleep at night and avoid drinking water or gargling after removing oil from your mouth; you can split but avoid taking water at least for an hour or for all night. God bless you.
Hello Masa ,
Jay Swaminarayan
🙏🙏 please give suggestions how to clean proper guts…bcoz even after driniking 3lt water , even sleep enough …but not find solutions
Please let me know
Guts mean the movement of bowels. If your thought process is on the higher side, you take maida, basmati rice, etc., and if not doing enough physical exercises(gym, running, walking, abdominal),… then…. And remember,guts start from our brain..!
સર મારી ઉંમર 29 વર્ષ છે. હું છેલ્લા 3 વર્ષ થી શીળસ થી પરેશાન છું. હું એલોપેથી સારવાર લઈ રહ્યો છું. મારી દિનચર્યા દર 15 દિવસે બદલાઇ જાય છે હું શીફ્ટ માં નોકરી કરું છું. મને આખા શરીર માં ખંજવાળ આવે છે અને શરીર ઉપર લાલ લીટા પડી જાય છે અને તે લીટા ઉપસી આવે છે અને તે 5 મિનિટ માં જતા રહે છે. એવું દિવસ માં ઘણી વાર થાય છે અને દવા લઉં તો તે સારુ થાય છે પરંતુ તે દવા ની અસર રહે ત્યાં સુધી જ સારુ રહે.મને આ રોગ જડમૂળમાંથી મટાડવા માટે કોઈ ઉપાય બતાવો. Please….
આપનો રોગ auto immune disease છે. કુદરતની દિવસ-રાત્રિની સાઈકલની વિરુદ્ધ જઈને આપની નોકરી છે.આવા રોગ માટે મારી પાસે જે દર્દીઓ આવે છે એમને પણ લાંબા સમય સુધી આહારમાં સંયમ(પરહેજ) રાખવો પડે છે, જરૂરી વ્યાયામ તેમજ એમને આપવામાં આવેલી ઔષધિ(વનસ્પતિ)ઓ લેવી પડે ત્યારે સારું પરિણામ મળી શકે છે.આભાર.
મારી ઉમર 49 year છે મને રાત્રે કોઇક કોઈક વાર એકદમ જ જીભ ઉપર કરંટ જેવુ લાગે છે.. ચાર કે પાંચ સેકન્ડ જેવુ રહે છે એકદમ જ જાટકો આવતો હોય એવુ લાગે પાછી કઈ નઇ.. અને કોક વાર મોઢા મા થી લાળ પણ આવેછે એટલે જોડે હાથ રૂમાલ પણ રાખુ છુ ખાસ જયારે ડાબુ પડખું ફરી ને સૂતો હોવ ત્યારે જ એવુ થાય છે.. સવારે ઉઠો એટલે સ્ફુર્તી જેવુ નથી લાગતુ અને શરીર આખું દુખતું હોય છે.. તો જરૂર થી આનો ઉપાય જણાવશો તેવી આપને હૃદય થી વિનંતી..
ઉપાય જણાવશો.આભાર.