આપણાં આરોગ્યને જાળવી રાખવા ઋષિ-મુનિઓએ ઉપવાસની અદ્ભુત યોજના કરેલી છે. ચોમાસામાં વાતાવરણમાં સૂર્યની ગેરહાજરીમાં વાઈરસ-બેકટેરિયા વધવાથી ચેપ(ઈન્ફેકશન) જલ્દી લાગે અને બીમાર પડાય. આ સિવાય, આવા સમયે ભેજને કારણે આંતરડા ચોંટી જઈને ધીમે કામ કરતાં હોય એટલે અપચો, એસિડિટી પણ થઈ શકે.
આ સમયે (1) ઓછું ખાવું, (2) દિવસે ન સૂવું, (3) ફળાહાર કરવો, (4) પચે તો દૂધ લેવું, પચે તોય માપસર લેવું, (5) પ્રાણાયમ, હળવા આસનો, ચાલવું વગરે વ્યાયામ તો ચાલુ જ રાખવાનાં છે.
હવે, ફળાહારનો અર્થ બદલીને જ્યારે કોઈ ફરાળ કરે છે ત્યારે શરીરમાં નુકસાન શરૂ થાય છે. બફવડા, બટાકાની વેફર, બટાકાનું શાક, મોરૈયો, પેટ ભરાઈ જાય એટલો શીરો લેવાથી અપચો, ગેસ થાય છે, વજન વધે છે. પરંતુ, કયારેક રાજગરાની પૂરી, માપસર રાજગરાનો શીરો લેવાય તો એનાંથી પેટમાં હળવાશ પણ રહી શકે છે. કારણ, રાજગરામાં કુદરતી રૂપમાં સ્ટીરોઈડ્સ છે.
અનેક લોકો ઉપવાસ કરે છે તો વજન આેછું કરવા પરંતુ પાયામાં નાની-મોટી ભૂલો રહી જવાથી સરવાળે તો મહિનાનાં ઉપવાસને અંતે એમનું વજન બેથી ત્રણ કિલો વધ્યું હોય છે..!
ઉપવાસનો અહંકાર પણ ખોટો છે, ઉપવાસમાં પેટ ભરવું પણ ખોટું છે, ઉપવાસને કેવળ ધર્મ સાથે જ જોડવાનો નથી; એને શરીરધર્મ સાથે પણ જોડવો એટલો જ જરૂરી છે. શરીરને સોડિયમ(મીઠાં) વિનાં ન ચાલતું હોય, બી.પી. ઘટી જતું હોય, ચક્કર આવતાં હોય તો મીઠુું લેવું જરૂરી છે. સુગર ઘટી જતી હોય તો ઉપવાસમાં વચ્ચે જરૂરી લાગે ત્યારે કુદરતી રૂપમાં ગળપણ લેવું જોઈએ.
ઉપવાસ એટલે પરમાત્માની સમીપે બેસવું. ઉપવાસ એટલે મૂલાધાર ચક્રથી ઉપર તરફ જવાની યાત્રા. ઉપવાસ એટલે અકરાંતિયાપણું ઓછું કરીને શરીરને સમજવાનો એક નમ્ર પ્રયત્ન.
11 Comments
બહુ જ અતિ ઉપયુક્ત માહિતી બદલ ધન્યવાદ
આભાર, દિનેશભાઈ.
Nice information sir
Good information fast in Rainy season
Thank you.
So kind of you Sir. Thanks a lot.
બહુ જ ઉપયુક્ત માહિતી બદલ ધન્યવાદ
આભાર દિનેશભાઈ.
Nice 👍 information about health witch you’re
Providing is The Best and use ful to all
God bless you and your family.
Very nice and eye opening. Thank you.
Thank you.