ગાંધીજી સુધી પહોંચવાનો રસ્તો હૃદયમાંથી જાય છે, ગાંધીનગર જવું હોય તો મગજ લઈ જશે. જન્મ પછીનાં શરૂઆતનાં 25 વર્ષો મેં અમદાવાદ, સાબરમતી ગાંધી આશ્રમમાં વિતાવ્યાં છે. 1930માં દાંડીકૂચ કરી એ પછી બાપુ ફરી પાછા ગાંધી આશ્રમ નહોતાં આવી શક્યાં પરંતુ આજેય સાબરમતી આશ્રમમાં પ્રવેશતાં જ વાઈબ્રેશન્સ અનુભવાય છે. નદીકિનારે જરાક વાર બેસીએ એટલે મન જુદા જ પ્રકારની શાંતિનો અનુભવ કરે છે.
બાપુની ઘણી વાતો ગમે એવી નહોતી. પાકિસ્તાન અને મુસ્લિમોનાં મુદ્દે પોતાની જીદથી બાપુએ દેશને મોટું નુકસાન પહોંચાડ્યું. દેશની આઝાદી માટેની લડાઈને હિંંસા ન કહેવાય પરંતુ બાપુએ શહીદ ભગતસિંહ, વીર સાવરકરજનાં મુદ્દા બાબતે અંગ્રેજો સાથે મૌન રાખેલું. બાપુ ધારત તો ભગતસિંહની ફાંસી પહેલાં વિરોધ નોંધાવી શક્ત, વીર સાવરકરને સજામાંથી વહેલાં મુક્ત કરાવી શકત. દેશની આઝાદી માટે લડનાર સુભાષચંદ્ર બોઝની પદ્ધતિથી પણ બાપુ નારાજ હતાં.
બાપુને જાણવાં-સમજવા માટે ”દક્ષિણ આફ્રિકાનાં સત્યાગ્રહનો ઈતિહાસ” પુસ્તક પહેલાં વાંચવું જોઈએ. ત્યારબાદ ”મારાં સત્યનાં પ્રયોગો” વાંચવાનું. મોહનદાસમાંથી મહાત્મા કેવી રીતે બન્યાં એ જાણવા મળશે. બાપુએ નેચરોપથીને પોતાનાં જીવનમાં ઊતારી જેને કારણે સામાન્ય લોકોનાં જીવનમાં પણ નેચરોપથી ઊતરવા લાગી હતી. ભોજન વખતે બાપુ નિયમિત રીતે કડવા લીમડાનાં પાનની ચટણી લેતાં. પેટને સારું રાખવા માટે પેટ ઉપર માટીની પટ્ટી રાખતાં. આ સિવાય, બાપુ રોજ 10થી 15 માઈલ ચાલતાં. વ્યાયામને જીવનમાં ઉતારવો હોય તો જડતાપૂર્વક ઉતારાય એવી બાપુની માન્યતા વર્ષોનાં મારા અંગત અનુભવ પછી મને પણ સાચી લાગે છે.
ટ્રસ્ટ શબ્દનો સાચો મતબલ બાપુએ જીવીને બતાવ્યો. લોકોનાં રૂપિયાનો સાચો વહીવટ કરીને એમણે દાખલો પૂરો પાડ્યો. બાપુએ દક્ષિણ આફ્રિકામાં રહેતાં ભારતીય મજૂરોનાં હક્કો માટે ત્યાંની ગોરી સરકાર સામે આપણી દાંડીકૂચ જેટલી જ કિલોમિટરો લાંબી યાત્રા ચાલીને કરેલી. બાપુ આફ્રિકાની કોર્ટમાં વકીલાત કરતાં. એડવોકેટ મોહનદાસ કોર્ટમાં આવે ત્યારે ગોરા જજ ખુરશીમાંથી ઊભા થઈને એમની સત્યપ્રિયતાને કારણે આદર આપતાં. ગૌતમ બુદ્ધ અને સ્વામી વિવેકાનંદે ખુલ્લી છાતીએ છેલ્લામાં છેલ્લાં છેવાડાનાં માનવીનાં ભલા માટે હુંકાર કર્યો, ક્રાંતિ લાવ્યાં. બાપુએ પણ ડર વિના જ કચડાયેલાં છેવાડાનાં લોકો માટે ઘણુંબધું કાર્ય કર્યું.
ક્રૂર અંગ્રેજ લશ્કરી વડા જનરલ સ્મટ્સે બાપુને આફ્રિકાની જેલમાં પૂરેલાં. બાપુએ જેલવાસ દરમિયાન જનરલ માટે હાથે સીવીને બૂટ બનાવેલાં. વર્ષો પછી સ્મટ્સ જ્યારે ભારત આવેલાં ત્યારે એમણે બાપુને એ જોડા પાછા આપતાં કહેલું કે આ પહેરવા માટેની મારી લાયકાત નથી..!
જીદ કરવાથી જગતમાં ક્રાંતિ આવે છે. અને એવાં જ જીદ્દી સ્વભાવને કારણે લીધેલાં કેટલાંક ખોટા નિર્ણયો ઈતિહાસને ન ગમે તેવો વળાંક આપીને પણ જાય છે. છતાંય, એક વાત તો નક્કી છે કે સત્યનાં રસ્તે ચાલવાવાળાં ખૂબ ઓછાં માનવો પૃથ્વી ઉપર આવીને ગયાં છે. આલ્બર્ટ આઈન્સટાઈને કહ્યું છેઃ ”ભવિષ્યની પેઢી માનવાં તૈયાર નહીં થાય કે મહાત્મા ગાંધી જેવો કાળા માથાનો માનવી પૃથ્વી પર થઈ ગયેલો.” આવા બાપુને શત શત વંદન.
10 Comments
Daily walking 10-15 kms is impossible for us 😟
10 માઈલ એટલે 15 કિલોમિટર થાય. બાપુ બીમાર જેવા હોય ત્યારે પણ 15 કિલોમિટર ચાલતાં..!બાપુ માઈલમાં ચાલતાં.
ટૂંકું ને ટચ, જાણે ઇતિહાસનું સચ.
હા, પણ એવો ઈતિહાસ જેનાં પાનાઓ ઉપર સત્યથી ચમકતાં સિતારાઓ બહુ જ ઓછાં છે. એમાંનાં એક એટલે બાપુ.
सत्य की राह दिखाने वाले। बापू
खादी मेरी शान है
करम ही मेरी पूजा है
सच्चा मेरा कर्म है
हिंदुस्तान मेरी जान है।
पूज्य गांधी बापू
સત્યકો જીનેકા પૂરા પ્રયત્ન કરતે રહનેવાલે બાપુ, રાહ પર ચલતે રહનેવાલે ઓર સાથમે ઓરોકો ભી ચલાનેવાલે બાપુ.
Yes I agree with whatever u have written. Some decisions made out of ego can be very harmful for the Nation. N yet I strongly feel we need Bapu more than ever in this pandemic time. To wash away of negativity, anguish n bitterness from this beautiful planet 🙏
Yes, Madam, you are absolutely right. He was a man in politics without politics, a man between huge amounts of money but not using money, and many more things…
Really good information of bapu Gandhi and naturopathy
Thank you.