એક દિવસ(૨૦૧૨માં) શ્રી, માધવ રામાનુજનો ફોન આવ્યો કે આપણાં જાણીતા લેખિકા ધીરુબહેન પટેલને તમારી પાસે કુદરતી સા૨વા૨ માટે આવવું છે. મેં કહ્યું કે સાહેબ, આપ કહો ત્યારે એમના માટેનો યોગ્ય સમય ગોઠવી દઈએ. આ રીતે ૮૭ વર્ષના ધીરુબહેન આવ્યા.
બાળપણમાં એમના અનુવાદિત ટીમ સૉયરના પરાક્રમો ગાંધી આશ્રમની લાઈબ્રેરીમાં વાંચેલા. નિહાર આરોગ્ય મંદિર માંથી પાછા ઘેર જતી વખતે માથાના દુઃખાવાની તકલીફના ઈલાજનો એક સરસ પ્રસંગ કહ્યો; જે એમના શબ્દોમાં જ વાંચીએ….
ત્યારે મારી ઉંમર માંડ ૧૭ વર્ષની હશે. કોઈ કારણસર ગમે ત્યારે એવું સખત માથું દુ:ખે કે એની ગોળી લીધા પછીય જોઈએ એવી શાંતિ ન મળે. એ જમાનામાં દુઃખાવાને દબાવવા માટે ડોન લીધા કરતી. અન્ય કોઈ સા૨વા૨થી એ દુઃખાવો નહોતો મટતો. ક્યારેક તો બે ગોળી પણ ગળવી પડતી.
એ અરસામાં નેચરોપથીના ધુરંધર કહેવાય એવા ડૉ. લક્ષ્મણ શર્માનો મને ભેટો થઈ ગયો. મેં એમને મારા દુઃખાવાની વાત કરી. જવાબમાં એમણે કહ્યું કે આ તો સાવ સામાન્ય તકલીફ છે, મટી જશે.
મને મનમાં ને મનમાં હસવું પણ આવેલું. આટલા દિવસથી હું હેરાન થઈ રહી છું અને આ વ્યક્તિ કહે છે કે મટી જશે, કાંઈ વાંધો નહીં આવે….
છતાંય, ડૂબતી વ્યક્તિ જેમ તરણું પકડે એમ મેં કહ્યું કે સારું, મારે શું કરવું જોઈએ….?
એમણે સાવ સરળ, સામાન્ય અને સહજ લાગતો એક પ્રયોગ બતાવેલો. સવારે એક થાળી ભરીને બાફેલી ભાજી લેવાની. એમાં માણસે કાંઈ નહીં ઉમેરવાનું. કુદરતે જે ઉમેરીને આપેલું છે એમ જ એને ખાવાની…!
એની સાથે જાડા લોટમાંથી બનાવેલી થૂલાવાળી ભાખરી લેવાની. અને સાથે તાજું અડધું શ્રીફળ શાંતિથી ચાવીને ખાવાનું.
આપણું અવળચંડું મન તરત જ પ્રશ્ન કરશે કે સવાર સવારમાં થોડી આટલી બધી ભૂખ લાગે ? જે લોકોને સવારમાં ભૂખ ન લાગે એ સૌ બપોરના ભોજનમાં આ પ્રયોગ કરી શકે છે. આ જ ભોજન…!
મૂળ મારા પ્રયોગની વાત પર આવીએ. લગભગ સાત દિવસ સુધી મેં આ રીતે સવારના ભાજી, થૂલાવાળી ભાખરી અને શ્રીફળ લેવાનું રાખેલું.
સાત દિવસ પછી જાણે કે ચમત્કાર થયો…! મિત્રો, આ ચમત્કાર આજે ૭૦ વર્ષ વીત્યાં બાદ પણ ચાલુ જ છે. માત્ર સાત દિવસના પ્રયોગ પછી હજુ સુધી મને ક્યારેય માથાનો દુઃખાવો નથી થયો.
આ વાત પૂરી થઈ. માથાની વાત પતી અને કાનનો વારો આવ્યો…! એકવાર કાનમાં કોઈ કારણસર તકલીફ થયેલી અને એની સારવાર માટે એના નિષ્ણાત ડૉક્ટર પાસે ગયેલી. ડૉક્ટરે કાનમાં ઈજા પહોંચાડી અને પડદાને નુક્શાન કર્યું. સંભળાતું ઓછું થઈ ગયું.
મેં ડૉક્ટરને એમ કહેલું કે મને મારી ઘડિયાળ કાને રાખું તો એનો અવાજ નથી સંભળાતો. ડૉક્ટર જરાક ગરમ થઈને બોલેલા કે એમાં સમય દેખાય જ છે તો એને કાને શા માટે રાખો છો ….!!
એ અરસામાં મને પંડિત સીતારામ મળ્યા. એમને ખબર પડી કે મને કાનમાં તકલીફ છે એટલે ઈલાજની વાત કરી. મને હસવું આવ્યું. તમે કાનનો ઈલાજ બતાવશો…?
હા, હું કાનનો અકસીર ઈલાજ બતાવીશ. તમને મટી જશે.
જાત્યાદિ તેલને જરાક ગરમ કરી એના નવશેકા ટીપા ચારથી પાંચ જેટલા કાનની અંદર સાચવીને પાડવાના….
અહીં પણ ચમત્કાર થયો. માત્ર ૨૦ દિવસની આવી ટીપા-સારવાર પછી મને ફરીથી સંભળાવા લાગ્યું. ટીપે ટીપે કાનનું કાણું તો ભરાઈ જ ગયું….
16 Comments
Ear nu oil kiya malse ?
No comment
Noise trouble in ear. What is solution
Two options; 1. You can follow tips given here for two to three days and if it’s safe as well as comfortable then continue following it, 2. you can come personally for consultation in detail(9913230263, 7874744676). Thank you, God bless you.
पेट साफ नहीं होता है और सुनेको कम आता हैं
પેટકે લિયે યહ ઉપચાર ફાયદા દે શક્તા હૈ, કાનકે લિયે આપ એપોઈન્ટમેન્ટ લેકે આ શક્તે હૈ. 9913230263, 7874744676.
She is unable to eat salty and spicy and mouth getting dried
અહીં બતાવેલ આહાર માટેનો સરળ ઈલાજ શરૂ કરાવી શકો છો; એમનાં શરીરને અનુકૂળ આવે તો યોગ્ય સમય સુધી અને જરૂર અનુસાર ચાલું રાખી શકાય, આભાર.
I am hard of hearing . What do you suggest for improvement?
આપની તકલીફ માટે એપોઈન્ટમેન્ટ લઈને રૂબરુ બતાવવા આવી શકો છો. આપની ઉમર, શરીરની-મનની સ્થિતિ અનુસાર પરિણામ મળી શકે છે. આભાર.
(9913230263, 7874744676)
Which bhaji we can have?
લેટિન શબ્દ ફોલિયમનો અર્થ થાય છે પાંદડા. એનાં ઉપરથી ફોલિક એસિડ શબ્દ આવ્યો છે. પાલક, મેથી, તાંદળજો, મૂળાની ભાજી, લેટ્યૂસની ભાજી એમ કોઈપણ ભાજી જે આપને અનૂકૂળ આવે છે તે આપ લઈ શકો છો. ભાજીનાં પાંદડા મોટા આંતરડાની ગરમી, કબજિયાત ઘટાડે છે, એમાંથી શરીરને કામનાં તત્વો મળે છે. વળી, ભાજી પેટને હળવું કરે એટલે અપાનવાયુ માથા સુધી જઈને જે દબાણ કરતો એનું દબાણ ઘટવાથી માથાનાં દુખાવામાં રાહત મળે છે, મટી પણ શકે છે. આભાર.
માથાના દુખાવામાં ભાજીનો ઉલ્લેખ છે પરંતુ ઘણી પ્રકારની ભાજી હોય છે તો ભાજીનું નામ સાહેબ જણાવો તો આભાર
લેટિન શબ્દ ફોલિયમનો અર્થ થાય છે પાંદડા. એનાં ઉપરથી ફોલિક એસિડ શબ્દ આવ્યો છે. પાલક, મેથી, તાંદળજો, મૂળાની ભાજી, લેટ્યૂસની ભાજી એમ કોઈપણ ભાજી જે આપને અનૂકૂળ આવે છે તે આપ લઈ શકો છો. ભાજીનાં પાંદડા મોટા આંતરડાની ગરમી, કબજિયાત ઘટાડે છે, એમાંથી શરીરને કામનાં તત્વો મળે છે. વળી, ભાજી પેટને હળવું કરે એટલે અપાનવાયુ માથા સુધી જઈને જે દબાણ કરતો એનું દબાણ ઘટવાથી માથાનાં દુખાવામાં રાહત મળે છે, મટી પણ શકે છે. આભાર.
I am suffering from insomnia, irregular sleep in night.secondly acidity problem,burn in chest.
You can visit our search my youtube channal; it may help you in some of your issues.