આપણી આજુબાજુમાં અસંખ્ય જીવાણુઓ રહેલા છે પણ જ્યાં સુધી આપણે નબળા ન પડીએ ત્યાં સુધી તે આપણને કશું નુકસાન કરી શકતા નથી. દુઃખનાં અસંખ્ય જીવાણુઓ ભલે આપણી આજુબાજુ ઉડતા હોય, કંઈ હરકત નહીં. જ્યાં સુધી મન નબળું ન પડે ત્યાં સુધી તેઓ આપણી પાસે આવવાની હિંમત કરી શકશે નહીં. આપણને સકંજામાં લેવાની તેમની તાકાત નથી. આ એક મહાન સત્ય છે. — સ્વામી વિવેકાનંદ
આપણને સારી રીતે જીવાડવા માટે દરેક ક્ષણે શરીરની અંદરની સિસ્ટમ આપણાં માટે લડતી રહે છે. આપણે જ્યારે વ્યાયામ ન કરીએ, સમયસર ભોજન ન લઈએ, રાત્રે સૂર્યાસ્ત બાદ મોડા મોડા ભોજન લઈએ ત્યારે શરીર અંદરથી નબળું પડવા લાગે છે. આમાં જ્યારે આપણે તળેલો, બળેલો આહાર, જંકફૂડ ખાઈએ ત્યારે શરીર સાચા અર્થમાં ઘસાવા લાગે છે, ઝડપથી ઘડપણ આવે છે.
આપણે સાદો, કુદરતી આહાર લઈએ, સમયસર ભોજન લઈએ અને શરીરની ભાષાને સમજીને ચાલીએ ત્યારે આ જ શરીર સાચા અર્થમાં નવસર્જન પામે છે. એટલે કે યુવાન બને છે. શરીરને જરૂરી આહાર સમયસર લેવાથી અને શારીરિક કસરતો કરવાથી શરીર તંદુરસ્ત બનશે.
મનને માટે જરૂરી પ્રાણાયમ અને ધ્યાન કરવાથી મનદુરસ્ત બનશે. જગતનાં કલ્યાણની ભાવના સાથે દરેક જીવ માટે કામ કરવાથી આપણી અને પરમાત્માની વચ્ચેનું અંતર આેછું અને આેછું થતું જશે. –આભાર, પ્રભુ આપ સૌનું કલ્યાણ કરીને પોતાનાં શરીર, મન માટે સમય કાઢવાની શક્તિ અને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સહ, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
4 Comments
ખૂબજ ટૂંકી છતાં મુદ્દાસરની અને શીરો ગળામાં ઉતરી જાય એવી સલાહ આપવા બદલ આભાર.
આભાર,અશ્વિનભાઈ.
Very true solid information, please keep it up
Thank you.