અમદાવાદમાં 94 વર્ષની ઉમરે વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ બી.વી.દોશી ઉતમ કામગીરી કરી રહ્યાં છે. 84 વર્ષે રતન ટાટા શરીર-મનની ફિટનેસ સાથે સાચા અર્થમાં દેશની-માનવજાતની સેવા કરી રહ્યાં છે. લંડનમાં વસતાં 110(હા,110) વર્ષનાં ફૌજાસિંઘ આજે પણ રોજ દોડે છે. ફરીથી યાદ કરાવું કે 89 વર્ષની ઉમરે એમણે દોડવાનું શરૂ કર્યું. અને એ પછી મેરેથોન(42.5 કિ.મિ. સળંગ) કરી. અનેક વાર મેરેથોન કરી.
આમાં બીજા એક તાજા સમાચાર ઉમેરીએ ન્યૂઝીલેન્ડનાં નેન્સીબહેનનાં. આશરે 92 વર્ષનાં નેન્સી મેહર્ન(Nancy Meherne) ઠંડા પાણીમાં સર્ફિંગ કરે છે. આટલી ઉમરે એક પાટિયા ઉપર ઊભા રહીને દરિયાનાં ઠંડા પાણીમાં દરિયાનાં મોજા ઉપર સવાર થઈ શકે છે. દોસ્તો, આ બધી વ્યક્તિઓનાં માધ્યમથી આપણને કુદરત તરફથી સતત એક સંદેશો મળી રહ્યો છે. આ સંદેશો એ છે કે આપણું માનવશરીર અદ્ભુત છે અને એને જો સાચવવામાં આવે તો એનાં ઓરિજિનલ અવયવો છેલ્લાં શ્વાસ સુધી સારામાં સારું કામ આપી શકે છે.
ચાલવા કરતાંય ન ચાલવાથી વધુ પગ ખરાબ થાય છે. આપણાં માનવશરીરનાં સાંધાઓની ઉપરવાળાએ રચના જ એવી કરી છે કે એને ફેરવતાં રહો તો જ એ વધુ સારી રીતે કામ કરે. સાંધાઓને ફેરવો નહિંતર એની તાકાત ઘટતી જશે.
ઉમર વધે એમ વધુ વ્યાયામ અને ઓછા આહારની જરૂર છે. છેલ્લાં શ્વાસ સુધી સારા રહેવા માટે મગજને સતત ઓક્સિજનની જરૂર છે જે પ્રાણાયમથી મળી શકે છે. બીજા નંબર આવે ફેફસાં. એને સારા રાખવા હોય તો કફને કાબૂમાં રાખવો જોઈએ. જ્યારે વધુ આહાર લેવાઈ જાય, વારંવાર ગળપણ ખવાય ત્યારે ન પચેલાં આહારમાંથી કફ બને છે.
છેલ્લાં નંબરે જેને સાચવવાનું છે એ અતિ મહત્વનું છે પાચન. જો આંતરડા બરાબર કામ કરે અને અપચો તેમજ કબજિયાત ન થાય તો છેલ્લાં શ્વાસ સુધી આપણું શરીર અદ્ભુત રીતે આપણને ટેકો આપશે. ફરીથી યાદ રાખો-મગજ, ફેફસાં અને આંતરડા.
છેલ્લે એવાં જ એક અદ્ભુત વ્યક્તિની વાત કરીને આ લેખ પૂરો કરીશ. ડાંગનાં જંગલમાં ઘેલુભાઈ નાયકે આદિવાસી સમાજની ખૂબ સેવા કરી. એમને ત્રણથી ચાર વખત બ્લેક કોબ્રા કરડેલો છતાંય 91 વર્ષનું સ્વસ્થ જીવન જીવીને એમણે 2015માં દેહ છોડ્યો. ઘેલુભાઈ જ્યારે લાંબુ ચાલવાનાં હોય ત્યારે બંને સાથળ ઉપર હાથ રાખે અને મનમાં બોલે કે આપણે આજે 40થી 50 કિલોમિટર ચાલવાનું છે. જ્યારે ચાલીને પાછા આવે ત્યારે ફરીથી બંને પગ ઉપર હાથ મૂકે અને બોલેઃ ”થેન્કયૂ, આટલું ચાલવા બદલ.”
આજે વિશ્વમાં આરોગ્યને બદલે ડરનો માહોલ વધતો જાય છે. આપણે કોમ્પ્યુટર ખોલીને શરીરની બીમારી વિષે જાણવા જરાક પ્રયત્ન કરીએ ત્યાં તો દરેક બીમારીનાં લેખમાં કેન્સર સુધી વાત જતી રહે છે. આપણે કઈ તરફ જઈ રહ્યાં છીએ? માહિતીને બદલે વધુ અને વધુ ડરની વાતો જ છે. આમાં આરોગ્ય ક્યાં છે? ચાલો, આપણાં જ અદ્ભુત શરીરની સાથે રહેવાનું શરુ કરીએ. અને, તકલીફ થાય ત્યારે જેમણે પોતાનાં જીવનનાં ભોગે સદીઓ મહેનત કરીને આરોગ્યનો આપણો અતિ સમૃદ્ધ વારસો બનાવ્યો છે એવાં ઋષિ-મુનિઓનાં પ્રસાદ સમાન આયુર્વેદ, કુદરતી ઉપચાર અને યોગનાં કલ્યાણકારી ઉપાયો કરીએ. એનો વધુમાં વધુ પ્રચાર કરીએ. પ્રભુ આપનું મન મજબુત કરીને રોજ વ્યાયામ કરવાની શક્તિ આપે એવી મારીકાયમી પ્રાર્થનાં છે. આભાર, આપનું કલ્યાણ થાઓ.
29 Comments
V all should Respect,Love and Preserve our body as Most Worthy Gift from God,b coz this is a real Temple to reside,Work and Love by God as an ACTIVE PARTNER of every moment and work within The Body.V can do this and also Act on Mukeshbhai’s thought by DEVINE. understanding.Lets do and Share this for All Community.
Sir, thanks a lot.
Always good advice by your blogs thanks sir
ખૂબ ખૂબ આભાર, બાબુભાઈ.
My walking experience is very good
Yes. Everything in the universe is moving, rotating. So, they are in natural rhythms. So, when we walk or run, or dance, we come at the same frequency of the universe. And, in return, we get a better mood, better digestion, and balanced blood pressure. Thank you.
I am happy@76…..
No Comment…..
Sir, it’s an achievement. Great, God bless you.
🙏સાચી વાત છે.સર. ના ચાલવાથી સાધા જકડાઇ જાય છે.
આભાર સર.
સાંધા ન ચાલવાથી કે ઓછું ચાલવાથી જકડાઈ કે કટાઈ જાય છે, પેટ ઓછું ખાવાથી, સમજપૂર્વક ઉપવાસ કરવાથી વધું સારું રહે છે..!
All the information for living more years are true. I am 84 years age . And am following it. So second it .
Om Ji, Thank you. People like you are an inspiration for many.
અત્યંત અગત્ય ની માહિતી અત્યાર ના સંજોગ મા જીવ ને હિમંત આવી જાય એવી વાત
કેવળ અત્યારના જ નહીં, કાયમ માટે યાદ રાખવાનું કે ડરની આગળ ખરેખર જ ઘણુંબધું સારું, સાચું છે. થોડુંક ધ્યાન રાખીએ તો આપણે આપણું આરોગ્ય સાચવી શકીએ. અને, જ્યારે શરીરમાં કાંઈક તકલીફ થાય તો વિચારજો કે છેલ્લાં બે-ત્રણ દિવસમાં શું ખાધુંપીધું. અથવા, કોણે આપણને કાંઈક સંભળાવેલું જે મનમાં ચોંટી ગયેલું..! આભાર.
very nice information sir
Thank u
Thank you, Truptibahen.
Thank you, Madam.
Nice info sir
Thank you.
Thanks for boosting people for easy way to keep oneself HEALTHY🌹🌷🙏
Thank you, Sir.
Thank you very much for Giving Positive Thoughts.
Thank you, Sir.
Thank you ,Thank you, Thank you,Sirji.
God bless you, Jyotibahen. We all are having the same divine body, mind, and soul. But unfortunately, many of us are focusing on data related to the human body, related to food, related to medical information. If we only focus on our stomachs, our daily activities, it will be almost enough for maintaining our health.
Very nice article, to be implemented by every one to live long with good health . Thank you so much 🙏🙏
Yes, Sir. Really our body is a part of cosmic energy and the cosmos is ever full of energy.
Very true!! Our body is a wonderful creation of God!
We are in the USA but I try to follow natural thumb rule for normal lifestyle. Your article got me back into my childhood memories with Ghelubhai and Chhotubhai Nayak when we used to live in Ahwa
Madam, you are very lucky that you could live with Ghelubhai and Chotubhai.God bless you.