દોસ્તો આપ સૌનું સ્વાગત છે છેલ્લા પાંચ કરતાં વધારે વર્ષોથી દર વર્ષે આપ અનુપાન મેગેઝીન અથવા અમારા બ્લોગ મારફતે શરદ પૂનમની ચાંદનીમાં સાકર મૂકવાના ભગવાન કૃષ્ણની અને ચંદ્રમાની સોળ કળાવાળા પ્રયોગથી માહિતગાર છો જ.
કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જાેડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. ભગવાન કૃષ્ણમાં આવાં સોળે ગુણ ખીલેલાં છે. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ દિવસે-રાત્રે ચંદ્રનાં જે કિરણો નીકળે છે એનાથી આપણાં શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રનાં કિરણો એક અર્થમાં આકાશમાંથી અમૃત વરસાવે છે.
ભારતમાં સદીઓથી શરદ-પૂનમની રાત્રે દૂધ, સાકર અને ચોખાથી બનેલી ખીરને અગાસીમાં મૂકી રાખવાની પ્રથા છે. આખી રાત્રિ અથવા અમુક કલાક આ રીતે ખીરને અગાસીમાં રાખ્યા બાદ પીવાય તો ચંદ્રની આ ઊર્જા આપણને મળે છે. આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઊર્જા એમાં પ્રવેશે છે અને એ ચીજ પ્રસાદ બની જાય છે. ખીરમાં ચંદ્રની ઊર્જા પ્રવેશવાથી આવી ખીર પ્રસાદ બની જાય છે.
આજે મૂળ વાત કરવી છે સાકરની. શરદ-પૂનમની રાત્રે આપણે જાે ખડી સાકરને (મોટા ટુકડાવાળી) અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્રની સોળે કળાઓ આવી સાકરમાં પ્રવેશે છે. શરદ પૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણાં શરીરને આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે. સાકરની અંદર ચંદ્રની આવી અસર પ્રવેશે છે. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદ ઋતુ.
ગાંધીની દુકાનેથી 5 કિલો જેટલી ખડી સાકર ખરીદીને લાવવાની. શરદ પૂનમે એટલે કે 30 મી ઓક્ટોબર, 2020ની રાત્રે અગાસીમાં એક કપડામાં એને મૂકી દેવાની. ઉપર જાળી ઢાંકી શકાય. આપ જે ખાટલામાં સાકર મૂકો એનાં ચારે પાયાની નીચે ચિત્ર અનુસાર પાણી ભરેલું વાસણ રાખવાનું. આમ કરવાથી કીડી કે મંકોડા સાકરને ખાવા નહીં આવી શકે. સવાર સુધી આ સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિતશામક અસર એની અંદર આવી જશે. સવારે આ સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની.
જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે. આવા સમયે આ સાકર ચૂસવાથી પિત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થાેડીક સાકર લેવાય તો એ દવાની અસર વધુ સારી થશે. થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરાેન્સ પર એની અદભુત અસર થાય છે.
આ સિવાય રાત્રે ભોજન પતે કે તરત મધ્યમ ઝડપે ૨૦થી ૩૫ મિનિટ સુધી ચાલવાનું કરો આ રીતે ચાલશો એટલે પિતની વધુ શાંતિ થશે. દિવસમાં બે વખત હળવો નાસ્તો અને બે વખત મુખ્ય ભોજન એટલે કે સવારે આઠ વાગે નાસ્તો તો બપોરે 12:00 વાગ્યે ભોજન અને ફરીથી સાંજે ચાર વાગે હળવો નાસ્તો તો રાત્રે 08:00 ભોજન આ રીતનો આહાર કાર્યક્રમ આવશે તો પીત માથા સુધી ચડવાની શક્યતાઓ ઘટી જશે.
આવી રહેલાં નવા વર્ષે આપનાં ઘેર કોઈ આવે ત્યારે એનું મોં નકલી દૂધનાં નકલી માવાનાં બગડેલાં પેંડા, કાજુ કતરી કે બરફીથી કરાવવાને બદલે આવી સાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે. આપ ઈચ્છો તો આવી સાકરનાં 100થી 200 ગ્રામનાં પેકેટ કોઈને ભેટમાં પણ આપી શકો છો. આપણું લિવર પાચન માટે પિત(bile)બનાવે છે, આપણું પેટ એસિડ (hydrochloric acid) બનાવે છે અને આપણું સ્વાદુપિંડ(પેન્ક્રિઆસ) સ્વાદુપિંડ-રસ (pancreatic juice) બનાવે છે. આ બધું પાચનનું 4થી 5 લિટર પ્રવાહી પેટમાં ભેગું થાય છે.
શરદ પૂનમની સાકર આ બધાંને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે. પરંતુ ધાણાજીરું અને સાકર ઠંડા છે એટલે જ્યારે શરદી કફ હોય ત્યારે એનો ઉપયોગ બંધ રાખવો. આપણે પાંચ કરતાં વધારે વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણની અને ચંદ્રની સોળે કળાથી તો માહિતગાર થઇ ગયા પરંતુ હવે આપના શરીરને સોળે કળાએ ખીલતુ કરવા માટે નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ વધુ એક વખત પોતાની જ મહેનતથી તૈયાર કરેલ બ્લોગ આપની સેવામાં હાજર કરે છે. 30મી ઓક્ટોબરે શરદપૂનમ છે. હજુ આપની પાસે પૂરતો સમય છે. જઈને 5-10 કિલો સાકર લાવો, અગાસીમાં રાખીને આપ પણ એનો લાભ લો, અન્યને પણ આપો.
પ્રભુ આપનું કલ્યાણ કરે,
મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
On this Sharad Poonam night, keep rock-candy in front of the moon rays, which will calm your bile and also act as a medicine.
When a person is directly connected with nature, his all internal and external senses are worked in full flow. As per ancient Indian Vedas, these senses mean Kalas. Lord Krishna having such 16 Kalas. In 365 days only on Sharad Poonam, Moon shines with 16 Kalas..! On Sharad Poonam, the rays of the moon having special healing power. It showers nectar on us. In India, for decades, people keep a mixture of milk, rice, and sugar in front of moon rays on this special night. We can get special energy from the moon after having this mixture(Khir). Khir becomes prasad after getting the power of special moon rays.
Today I want to tell you something about rock candy. Rock candy or rock sugar is a form of large natural sugar crystal. On Sharad Poonam night, special rays of the moon give healing effects to our body-mind. If we put rock candy in front of the moon, the healing effect enters it.
Buy 5-10 kg rock candy and keep it on a clean cloth in front of the moon as per the picture. Put all legs of the iron bed into water. It will save rock candy from ants. During the whole night, moon rays will shower on our rock candy pieces. In the morning fill it in a glass bottle.
We can use it as a natural antacid. In case of headaches, migraines, stomach aches, and acidity, you can keep such a special piece of rock candy in your mouth. It will give very fast results in all these problems. Even we can have such rock candy with any herbal medicines. The effect of herbs will increase. On the special night of Shrad Poonam, if we sit for some period in front of the moon, it will give a soothing effect and charging our uncountable neurons.
Apart from this, after eating at night, immediately walk at medium speed for 20 to 5 minutes. Twice a daylight breakfast and twice the main meal i.e. breakfast at 8 in the morning then meal at 12:00 in the afternoon and again light snack at 4 in the evening if 08:00 at night.
In the upcoming new year, you can serve such powerful and divine rock candy pieces to your well-wishers and guests instead of serving harmful sweets made up from duplicate milk-mava and duplicate milk. Every day Our liver produces 1.5 to 2 liters of bile, our stomach produces 1.5 to 2 liters of hydrochloric acid and the pancreas produces 1.5 to 2 liters of pancreatic juices. A mixture of all these together in our stomach for digestion. This special rock candy having the power to balance such a mixture in case of acidity, the gas of headache.
30th October is coming. Go to the shop and buy 5-10 kg of rock candy and keep it on your terrace this night. Take benefit from it and share it with others.
May God bless you.
Mukesh Patel, Managing Trustee, NIhar Charitable Trust, India.