આ ઋતુમાં બીમાર પડવા માટેનાં કેટલાંક સંભવિત કારણો:
1. સૂર્યની ગેરહાજરીને કારણે હવામાં ભેજ અને ઈન્ફેકશનનું પ્રમાણ વધે છે, 2. ભેજને કારણે આપણું પાચન ધીમું પડે છે જેને લીધે અપચો થાય છે, 3. આ ઋતુમાં પરસેવો વધુ થવાથી થાક લાગે છે એટલે રોજનો સામાન્ય વ્યાયામ પણ ઘટી જાય છે. ત્રણેય ઋતુની અસરમાં શરીર સારી રીતે આરોગ્યનું બેલેન્સ નથી કરી શકતું.
આવો જોઈએ ચોમાસામાં શું કરવું જોઈએ….
ઈલાજમાં કડવો લીમડો અને તુલસીનાં 15-15 પાન આશરે 100 એમએલ પાણીમાં ધીમા તાપે ગરમ કરી, જરાક ઊકાળી, ઠંડું કરી ગાળીને દિવસમાં બે વાર જરાક ખાલી પેટે પી શકાય છે જેનાંથી ઈમ્યુનિટી વધે છે અને ઈન્ફેકશન ઘટે છે..! જ્યારે વાતાવરણમાં ભેજ હોય, સૂર્યની ગેરહાજરી વધુ હોય ત્યારે દહીં, બજારનો આહાર, અથાણું, બજારની ચટણી, ઘરનો જ વાસી ખોરાક(સવારનું સાંજે કે સાંજનું સવારે ન ખાવું), મેંદાવાળી વાનગી વગેરે ન ખાવા.
આ ઋતુમાં ઉતમ ઈલાજ છે આરોગ્ય સાચવવા માટે આહાર પર સંયમ. બપોરે આેછું ભોજન લેવાય અને રાત્રે ડિનરમાં માત્ર પપૈયું, સફરજન, ચીકું, દાડમ, રાસ્પબેરી જેવા ફળો અને સાથે એક-બે ખાખરા કે માપસર મમરાં લઈ શકાય. અથવા મગની દાળ, ટામેટા, દૂધી, સરગવો, ફણસી ઉમેરીને સૂપ બનાવાય અને સાથે મમરા કે ખાખરાં લેવાય.
ચોમાસામાં વધુ પરસેવો થાય કે થાકી જવાય એવો ભારે વ્યાયામ ન કરવો. રાત્રે ભોજન બાદ અનુકૂળ સમયે 30 થી 45 મિનિટ ચાલવાથી ઘણો ફાયદો મળી શકે છે. પ્રાણાયમ, આેમ્કાર, ધ્યાન વગેરે કરી શકાય.
શાંતચિતે
: અમુક લોકોને જોઈને અંદરથી જ, આપોઆપ એક ઈશ્વરીય અવાજ આવે છે…
''કેમ છો?'' ને બદલે…
'''છો જ કેમ..!?'' એવો અવાજ આવે છે..!'
15 Comments
Very nice information always trust Anupan
Good information
Thank you sir
Good information..
Like every article of Anupan regarding Health,Diet,etc.etc.
Very usefull information
Very nice information BUT definitely miss the magazine as it covered more topics and was a treat to read
Thank you sir very good information
Simple but useful tips.
Thank you.
Nice article..very informative
Thank you.
Nice information
Thank you.
Share this type health related new so we can survive. Today news fit to me. Please arrange me after 10.30 timings.
Very useful information.