‘શુદ્ધ ગાયકા દેશી ઘી’, ‘આમ ઓર આંવલેકી અસર’, ‘આમ જૈસા’ વગેરે અર્થપૂર્ણ વાક્યો છે. આપણે જ્યારે એનાં ઊંડાણમાં જઈએ ત્યારે એનો સાચો અર્થ બહાર આવે છે. તુલસી, કેસર, વગેરે પૂજાની વસ્તુઓનાં નામનો ઉપયોગ મૃત્યુ સુધી લઈ જઈ શકે એવી તમાકુવાળી વસ્તુઓ ઉપર લખાય છે..! ઘઉં અને મેંદા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. કારણકે મેંદો એ ઘઉંનો જ સૂક્ષ્મ લોટ છે. જાહેરાતમાં બતાવાતી લોભામણી સુંદરતામાં આપણી વિચારશક્તિ ધીમી થઈ જઈ શકે છે…
બાકી, ગાય ભલે શુદ્ધ હોય પરંતુ દેશી ઘી પણ શુદ્ધ જ જોઈએ ને..! ‘કેરી અને આમળાની અસર’ નહીં પરંતુ અમારે તો વસ્તુની અંદર કેરી અને આમળાં જોઈએ છે. અમારે ‘આમ જૈસા’ નહીં પરંતુ ખરેખર આમ એટલે કે કેરી જ જોઈએ છે. તુલસી એક વનસ્પતિ છે જેનાંથી કેન્સર મટી પણ શકે છે જ્યારે તુલસી નામવાળી તમાકુ ખાવાથી કેન્સર પણ થઈ શકે છે. બે તુલસી વચ્ચે આટલો મોટો ફર્ક છે..!
અને, કેન્સર થયા પછી જેની જુબાન (મોં) અંદરથી છોલાઈને કેસરી થઈ જાય છે, એવા દર્દીઓનાં દુઃખ અને એની વેદનાનો તમાકુવાળા ગુટખાંની જાહેરાતમાં આવતાં લોકોને અંદાજ નહીં હોય. કેસરને માથે મીંડું લાગે એટલે કેંસર શબ્દ બની ગયો.
મેંદો એ ખરેખર તો ઘઉંનો પાતળો લોટ જ છે. એટલે, મેંદો એ ઘઉં નથી એવું પણ ન કહી શકાય..! પરંતુ, જ્યારે ઘઉંમાંથી આપણાં શરીરને ફાયદો કરનાર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર એવા જાડા લોટને દૂર કરાય છે, ત્યારે આપણું પેટ ચોધાર આંસુએ રડે છે. કારણ, એ જાડા લોટમાં લોહ-તત્વ છે, વિટામિન બી અને આંતરડાની ગરમી ઘટાડનાર, કબજિયાત ઘટાડનાર રેષા(ફાઈબર) છે.
ઘઉંમાં આપણાં હાડકાંને ચીકાશ અને મજબૂતાઈ આપે એવું ગ્લુટેન નામનું તત્વ છે. પરંતુ, જ્યારે ઘઉંમાંથી એનો જાડો લોટ દૂર કરાય છે ત્યારે ગ્લુટેનની વધારાની ચીકાશને કારણે આપણું પાચન બગડે છે.
જંક એટલે વાસી, નુકસાન કરી શકે એવો પદાર્થ. આજે વારંવાર જંક-ફૂડ ખાઈને અનેક લોકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. જંકફૂડથી આપણાં જ શરીરમાં રહેલાં વિટામિનો અને ખનીજ તત્વો એટલે કે મિનરલ્સ ઘટી જાય છે. જંકફૂડ આપણાં શરીરમાં રહેલાં ઓક્સિજનને ઘટાડે છે. જંકફૂડથી અપચો, કબજિયાત અને એસિડિટી થવાની શક્યતાઓ વધુમાં વધુ છે. ટૂંકમાં, વારંવાર ખવાતું જંકફૂડ કબજિયાતથી શરૂ કરીને કેન્સર સુધી લઈ જઈ શકે છે.
”મેન ઈઝ એ સ્લો લર્નર” એવું અમારા ગુરૂજી ડો. શ્રી. મહેરવાન ભમગરા કહેતાં. મતલબ કે પાયાની, સામાન્ય વાતો શીખતા માનવીને સદીઓ વિતી જાય છે. આપણે પહેલાં તો કયું સારું છે એ સમજીએ. પછી ભલે થોડુંક જ સારું કરીએ કે સારું ખાઈએ પરંતુ એની સાથે સાથે જેનાંથી નુકસાન છે, એવી વસ્તુઓ પણ પેટમાં ઓછામાં ઓછી જવા દઈએ. આભાર, પ્રભુ આપનું આરોગ્ય જાળવવા માટેની શક્તિ આપે એવી અંતરથી પાર્થનાં,
14 Comments
🙏સાદા જીવન સાદા ભોજન ઉચ વિચાર
બિમારી ના આવે આપણા જીવન મા
🙏 આભાર સર.
આભાર, અક્ષાંતભાઈ.
Every article you published is really fine and knowledgeable.
Thank you very much Rameshbhai.
આપણી સમાજ માટેની સેવાઓ પ્રશંસનીય છે આપના લેખો અત્યંત ઉપયોગી હોય છે સેવા કાર્ય ચાલુ રાખી સમાજ સુધારવાનું કાર્ય ચાલુ રાખો એવી વિનંતી
સર, ખૂબ ખૂબ આભાર. ટૂંક સમયમાં અનુપાન સામયિક ટ્રસ્ટ તરફથી શરૂ થઈ જશે. એની તૈયારીઓ ચાલુ જ છે. આભાર.આપનાં શબ્દોથી એક બળ મળે છે.
બહુ જ સરસ મજાની આર્ટિકલ
આભાર, પ્રકાશભાઈ.
Each article is full of meaningful details and an eye opener. Really appreciate your relentless efforts for making crisp and useful for us.
Thank you, Sir.
તમારા દરેક આર્ટિકલ ખુબ જ માહિતીસભર હોય છે.. ધન્યવાદ માહિતી આપવા માટે..🙏
આભાર, પ્રતિક્ષાબહેન. માનવીનું ગૂંચળાવાળું મગજ સામેવાળાને કેમ ગૂંચવવા એનાં માટે જ જાણે કે વધુ અને વધુ પ્રયત્નશીલ હોય છે. હાલ બજારમાં ચીક્કીનાં પેકેટ
ઉપર બધાં જ ડ્રાય-ફ્રૂટસનો ફોટો હોય છે. બાજુમા નાના અક્ષરે સ્ટીકર હોય છે : ”ગોળ કાજુ”. હવે જ્યારે ચીક્કી ખાઈએ ત્યારે એમાં શીંગ અને ગોળનો જ વધુ સ્વાદ હોય છે. અંદર કાજુ સિવાયનાં બીજા તો કોઈ ડ્રાય ફ્રૂટસ નથી નાખ્યાં. પરંતુ, આમાં પ્રશ્ન એ છે કે ”ગોળ કાજુ” એનો મતલબ કે આ વસ્તુનું અમે નામ પાડ્યું છે ”ગોળ કાજુ” પરંતુ અંદર તો જે ચીક્કી છે જેમાં શીંગ છે. કેમ કે એણે ”ગોળ અને કાજુવાળી ચિક્કી” એવી ચોખવટ નથી કરી..!
Thanks
આભાર.