દોસ્તો, દરેક ખુશીના પ્રસંગને ચોકલેટ કે દૂધની મીઠાઈને બદલે આપણી પરંપરાગત ભારતીય મીઠાઈથી પણ ઊજવી શકાય છે. મગસ, મોહનથાળ, સુખડી, લાડુ, લાપસી, શીરો, ચિક્કી વગેરે વાનગીઓ, મીઠાઈઓ સ્વાદની સાથે અનેક ઔષધિય ગુણો પણ ધરાવે છે.
ઘી, ગોળ અનો જરાક જાડા લોટમાંથી આમાંની અનેક મીઠાઈઓ કે વાનગી બને છે. આપણાં મગજને સતત ગળપણની અને હૃદયને સતત ચરબીની જરૂર પડે છે..! મગજનાં કોષોને જ્યારે કુદરતી રૂપમાં ગળપણ મળે છે ત્યારે તણાવ ઘટે છે. બીજી વાત કે મગજમાં રહેલાં જ્ઞાનતંતુઆેની ઉપરનું સૂક્ષ્મ પડ એટલે કે ગ્લાયલ સેલની ઉપર રહેલા માયલીન શીથની જાળવણી આવા ગળપણથી સારી રીતે થાય છે.
એટલે નિયમિત રીતે, વિવેક સાથે સુખડી, લાડુ, શીરો વગેરે લેવાય તો એનાંથી મગજને પણ લાભ છે અને ગોળમાંથી લોહતત્વ, મિનરલ્સ મળે છે. ઘીથી પિત શાંત થાય છે અને જાડો લોટ શરીરને શક્તિ આપે છે અને સારી રીતે પચીને, આંતરડામાં સફાઈ કરીને બહાર નીકળે છે.
આની સામે દેશમાં રોજ કરોડો લિટર નકલી દૂધ બને છે, નકલી માવો બને છે. આવા નકલી દૂધ, નકલી માવાથી કેન્સર થવાની, લિવર ફેઈલ થવાની શક્યતાઓ વધે છે. અરે..! અસલી દૂધનો માવો પણ સાત દિવસ પછી બગડવાની શરૂઆત થઈ શકે છે. નિહાર આરોગ્ય મંદિર દ્વારા ભૂતકાળમાં પણ નકલી માવા પર બ્લોગ અને આર્ટિકલ અનુપાન મેગેઝીન તેમજ અન્ય માધ્યમો પર જનજાગૃતિ માટે લખવામાં આવ્યો છે. જેની લોકો દ્વારા ખાસ નોંધ પણ લેવામાં આવી છે.
આજે વિશ્વભરમાં દરેક ક્ષણે અનેક લોકો કેન્સરને કારણે મરે છે. પરંતુ, આવી બીમારીનાં મૂળ મીઠાઈમાં, રોડ પરનાં વાસી અને અશુદ્ધ આહારમાં, તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સના હલકી ગુણવતાવાળા આહારમાં પણ રહેલાં છે. કેન્સરનાં દર્દીઓની બાબતમાં ભારતનો નંબર પણ ઘણો આગળ છે.
જ્યારે આપણે ખુશી ઊજવીએ છીએ ત્યારે એવા જ તહેવારમાં અનેક ઘરોમાં કેન્સરને લીધે માતમનું વાતાવરણ છવાયેલું હોય છે. આશા છે કે આ વાંચીને આપની રુચિે શુદ્ધતમ દેશી અને ઘરમાં જ બનતી મીઠાઈઓ તરફ જરૂર વધશે. આભાર, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ,અમદાવાદ.
Milk sweets are a possible cause of CANCER…
Friends, even we can celebrate happy moments with the help of traditional Indian sweets. We should avoid chocolate and milk mithai and use Mohanthal, Laddu, Lapsi, Sukhdi, Halwa, Chikki. These all sweets having tastes as well as medicinal values also.
These sweet can be made up of Purified butter, jaggery, and rough flour. Our brain regularly requires sugar and our heart regularly needs fat for its routine functions. When we get sugar in a safe and natural form, it will reduce stress. And one more thing; there is a myelin sheath on our neurons and such type of sweets help to maintain this myelin sheath in good condition.
So, if we eat such types of traditional sweets with control then we can get a benefit for our neurological system and also get iron, minerals, and sugar. Purified butter balances acidity and helps to maintain peristalsis movement. Rough flour gives energy and also helps our bowels to eliminate toxins more easily.
Every day many people make duplicate milk and duplicate milk abstract (mawa). When we boil milk for a longer time, it will become thick. This form of milk is milk mawa. Such type of duplicate milk and mawa are very dangerous and can fail our liver and may create cancer. Even, if you prepare fresh milk mawa at home then after seven days the natural process of fermentation can create degeneration in milk mawa. Nihar Arogya Mandir has written blogs and articles on duplicate milk and mawa sweets in the past in Anupan Magazine as well as other media for public awareness, Whose special note has also been taken by the people.
In modern times, every moment, many people die due to cancer and the roots of cancer are also in such types of milk sweets, roadside stale food and also impure food served in some restaurants. India is leading ahead in the case of cancer.
When we celebrate a festival or any occasion, at the same time some families are in deep sorrow due to cancer. I hope after reading this article, you will prefer our traditional healthy sweets and keep yourselves one step away from cancer. Thank you, God bless you, AyruGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad.
2 Comments
આ ધરતી પર જીવતા માનવજીવન ની પોતાના ભૌગોલિક વિસ્તાર ના વાતાવરણ ને અનુરૂપ જીવન શૈલી પૃથ્વી ના સર્જનહારે સર્જન કરેલ છે જેમાં આહાર, વિચાર, ને વિહાર તેને અનુરૂપ આયોજિત જ છે પણ માનવજીવન ને પોતાની જીવનલીલા સંચાલન કરવાની સ્વતંત્રતા મળેલી છે જે ના આધારે વિપરીત જીવન શૈલી બદલીને જીવી રહ્યા છે
્
Nice