દર વર્ષે ચોમાસું આવે એટલે ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા, સાંધાનાં દુખાવાથી પીડામાં દર્દીઓની સંખ્યા વધી જાય છે. જે લોકોને 2007માં ચિકનગુનિયા થયેલો. એમાંથી ઘણાંને આજેય દુઃખાવો પજવે છે. ચોમાસામાં જ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, સાંધાના દુખાવા, તાવ વગેરે કેમ તકલીફો પજવે છે?
કારણ કે ચોમાસામાં આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આવા સમયે ગળોનો, હરડેનો પાવડર અનેક દર્દીઓના કામમાં આવી શકે એવી હાથવગી, સરળ અને નિર્દોષ ઔષધિ છે. ગળો રોગપ્રતિકાર શક્તિ વધારશે અને હરડે આંતરડાને ચોખ્ખા રાખવામાં મદદ કરશે.
રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ગળોનો પાવડર પલાળવાનો. સવારે એને ધીમા તાપે પાંચ મિનિટ માટે ગરમ કરી, ઠંડુ કરી, ગાળીને બ્રશ કર્યા પછી પીવાનું.
રાત્રે સૂતી વખતે અડધીથી લઈને બે ચમચી સુધીનો હરડે પાવડર જરાક નવશેકા પાણી સાથે લેવાથી આંતરડા ચોખ્ખા રહેશે. કબજિયાત, ગેસ અને અન્ય તકલીફોમાં પણ રાહત રહેશે.
આપણાં પેટમાં માપી ન શકાય એટલી માત્રામાં ગેસ પેદા થઈ શકે છે. અપાચનથી અને વિચારોથી જે ગેસ બને છે એનો કોઈ હિસાબ ન કરી શકે. જેમ પરમાત્માની લીલા અપરંપાર છે, એમ જ ગેસની સૂકા પણ અપરંપાર છે..!
પેટમાં જે ગેસ બને છે એ પીઠનાં મણકાની અંદર ભરાઈને કમરનો તેમ જ પગનો દુખાવો કરે છે. ગરદનનાં મણકામાં ભરાઇને હાથનો દુખાવો કરે છે. આવો જ ગેસ ઉપર ચડીને માથામાં ભરાય તો માથાને લગતી અનેક તકલીફો પેદા થાય છે.
ચોમાસામાં ખટાશ, આથાવાળો આહાર અને કઠોળ ન લેવાથી દુખાવો ઘટી શકે છે. ક્યારેક મગ કે મગની દાળ લેવાય. કઠોળ ખાધા બાદ એમાંથી જે નાઈટ્રોજન ગેસ છુટ્ટો પડે છે. તે તીવ્ર દુખાવા માટે જવાબદાર બને છે. માટે તુવેરદાળ, કઠોળ, ખટાશ અને આથેલો આહાર ચોમાસા પૂરતો બંધ રાખવો જરૂરી છે.
ચોમાસામાં બીજી તકલીફ છે ઇન્ફેકશનની…
સલાડમાં ઈન્ફેકશન લાગવાની શક્યતા સૌથી વધુ હોય છે. નેચરોપથી માનવજાતના કલ્યાણ માટે જ છે. પરંતુ સાથે સાથે કોમનસેન્સ (સામાન્ય સમજ) વાપરવી પણ જરૂરી છે.
ચોમાસુ એટલે સૂર્ય ની ગેરહાજરી. ચોમાસામાં સાંજનાં ભોજનમાં જો દૂધ, સફરજન, ચીકુ, ચીકૂ શેઈક વગેરે લેવાય તો પેટમાં હળવાશ રહે છે.
ક્યારેક સાંજે રાજગરાનો શીરો પણ લેવાય. રાજગરામાં કુદરતી સ્ટીરોઈડ છે, જેને કારણે શરીરને વધારાની કુદરતી અને નુકસાન વિનાની શક્તિ મળે છે.
બટાકા, મોરૈયો, બટાકાની સૂકી ભાજી, બાસમતી ચોખા, રાજમા, ચણા, દહીં, છાશ, કઢી, રાત્રે આથેલો આહાર લેવાથી તકલીફમાં વધારો જ થાય છે. દુખાવો મટતો નથી. વા વધતો જ રહે છે.
આ ચોમાસામાં અહીં લખેલી વાતોનું ધ્યાન રાખીને, સંયમ રાખીને કુદરતી ઉપચારનો લાભ લઈને આપનાં શરીરને કષ્ટમુક્ત અને નિરોગી રાખો.
– મુકેશ પટેલ. (નેચરોપેથ)
નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ,
અમદાવાદ.
15 Comments
Useful information 🙏🏻
👍🙏
Very nice 👌information
Nice information
Thank you
Nice information
Thank you.
Always your guidance are helpful for Good health.
Thank you sir
So kind of you, God bless you. Thank you.
Very nice information, thanks mukeshbhai, can we take rajagara sukhdi?
હા, રાજગરામાં કુદરતી રૂપમાં રહેલું સ્ટિરોઈડ છે જે ઉપવાસમાં, ચોમાસામાં શરીરને શક્તિ આપે છે. મેથીમાં પણ આવું જ સ્ટિરોઈડ છે જે દુખાવો ઓછ કરવામાં મદદ કરે છે.
Very nice information
Good information
મારા પત્નીને ગઇ કાલથી ચિકનગુનીયા થયો છે , તાવ રહે છે , બધાજ જોઇન્ટ માં ખૂબ જ દુખાવો રહે છે , બેસવા ઉઠવામા સહારો આપવો પડે છે .. જલ્દીથી રીકવરી આવી જાય એવો સચોટ ઉપાય બતાવશોજી ..
ઉમર – 62 વર્ષ છે અને અમે શુદ્ધ શાકાહારી છીએ ..
વજન .. 80 kg. છે …. .. આભાર સહ
નિહાર નેચર ક્યોરની વેબસાઈટ કે જેમાં આપે આ કોમેન્ટ કરી છે એમાં જ બુક્સનાં વિભાગમાં જઈને ચિકુનગુનિયાની બુક આપ ફ્રીમાં આપનાં મોબાઈલમાં ડાઉનલોડ કરીને એ મુજબ આહારને ફોલો કરી શકો છો. એમાં અન્ય ઉપચારો પણ છે.