માથાંની નીચેથી મણકાંઓની લાઈન શરૂ થાય છે. શરૂઆતનાં સાત મણકાં માથું, ગરદન અને હાથ સાથે જોડાયેલાં છે. આપણે નીચે જોઈને ચાલીએ, ગરદન વાંકી રાખીને કોમ્પ્યુટર સામે કામ કરીએ, હાડકાંઓ વધુ મજબુત ન હોય છતાંય ખેંચાઈને વજન ઊંચકીએ કે વજન ઊંચકવાનો જીમનો ભારે વ્યાયામ કરીએ ત્યારે ગરદન પર ખેંચાણ અને દબાણ આવે છે.
બે મણકાંઓ વચ્ચે રહેલી ગાદી એટલે પોચું હાડકું. મણકાંઓની પાઈપલાઈનની વચ્ચે સૂક્ષ્મ એવી કરોડરજ્જુને રક્ષણ મળે છે. રજ્જુ એટલે દોરી. અને આ રજ્જુમાંથી નીકળે છે નાની નાની નસો એટલે કે સૂક્ષ્મ જોડાણો. આપણી જ ભૂલોથી આપણી નસ દબાય છે કે ખેંચાય છે..!
સર્વાઈકલ રિજિઅન એટલે કે ગરદનનાં ભાગમાં સૂક્ષ્મ જોડાણો ઉપર દબાણ આવવાને કારણે ગરદન સાથે જોડાયેલી નસ ખેંચાય, દબાણ આવે અને દુઃખાવો થાય છે. આવો જોઈએ તકલીફનો કુદરતી ઈલાજઃ
- વઘુ પડતી પોચી જગ્યાને બદલે જરાક કઠણ જગ્યા ઉપર બેસવાની આદત રાખવી,
- ધીરજ રાખીને પણ પ્રયત્નપૂર્વક, ટેકો લીધાં વિના જ ટટ્ટાર બેસવાની આદત કેળવવી. આમ કરવાથી આપણાં જ મણકાંઓ ઉપર, ગરદન અને કમર ઉપર આપણાં શરીરનું જે દબાણ આવે છે તે દબાણ ઘણું ઘટી જશે,
- થોડુક ચાલવું હોય તો પણ સારી જાતનાં શૂઝ પહેરીને ચાલો. બહુ આળસ આવે ત્યારે સારી જાતનાં સ્લીપર, ચંપલ પહેરીને ચાલો. રોડ કે પત્થર ઉપર ચાલવાથી આવતા આંચકાઓ ગરદનને તકલીફ કરી શકે છે. સારા બૂટ-ચંપલ-સ્લીપર આવા આંચકા ઘટાડશે
- સૂતાં સૂતાં જ માથાં નીચે બે-ચાર ઓશીકાં કે ઊંચો તકિયો રાખીને ટી.વી. જોવાની આદત, વાંકાચૂંકા બેસીને ટી.વી. જોવાની આદતથી ગરદનને ગંભીર નુકસાન થાય છે,
- ગરદનની તકલીફ થયા બાદ કપાલભાતિ, ભસ્ત્રિકા જેવી આંચકાવાળી ક્રિયાઓ ન કરવી. આનાંથી તકલીફ વધી શકે છે.
અહીં ચિત્રમાં આપેલ આસન ખુરસીમાં બેસીને સવારે અને સાંજે કરી શકાય. ચિત્ર મુજબ સળંગ એક મિનિટ સુધી સામે જોવું. આશરે એક મિનિટ બાદ 15 સેકંડ સુધી ઊંચે જોવાનું. ઊંચે જોતી વખતે ગરદનની સ્થિતિ અનુસાર સાચવીને જોવું. જો હાથમાં ખાલી ચડતી હોય, ગરદનની તકલીફ વધુ હોય તો કેવળ સામે જ જોવું; ઉપર ન જોવું. એક વાર આ રીતે આસન પૂરું થાય પછી બે-ત્રણ મિનિટ બાદ ફરીથી આ જ આસન કરવું. આ રીતે ત્રણેક વાર સવારે અને ફરીથી ત્રણેક વાર સાંજે આ આસન કરવાથી ગરદન અને કમર બંનેમાં લાભ મળે છે.
અડધી ચમચી ગંઠોડા પાવડર અને એક ચમચી આખી કે કચરેલી મેથીને અડધાં ગ્લાસ પાણીમાં રાખી ધીમા તાપે દસ મિનિટ ઊકાળી, ઠંડુ કરી ગાળીને સવારે બ્રશ કર્યા બાદ સળંગ 21 દિવસ પીવાથી દુઃખાવામાં ઘણી રાહત મળી શકે છે. ત્યારબાદ સારું લાગે તો આ પ્રયોગ બે દિવસે એક વાર જરાક લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય.
લાંબા સમય સુધી ખુરસીમાં બેસી રહેવાને કારણે પાચન નબળું પડવાથી શરીરમાં વાયુ વધે છે. આવો વધેલો વાયુ સાંધાઓમાં અને ગરદન-કમરમાં ભરાઈને દબાણ કરે છે. આવા સમયે શરીરમાં જ્યાં તકલીફ હોય, ટાઈટનેસ હોય ત્યાં વધુ દુખાવો થાય છે. નિયમિત રીતે જો એક કલાક ચાલવાની આદત કેળવાય તો આવો વાયુ ઘટે છે. સરવાળે, દુખાવો દૂર થાય છે અને ડાયાબિટીસ આવતો પણ અટકી શકે છે. પ્રભુ આપ સૌને આપનાં જ અદ્ભુત શરીરનો સાચો ઉપયોગ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ,
18 Comments
Remidial measures For chickengunia
Sir, there are two options, either you can download complete guidelines for chikungunya, dengue, swine flu, or read the latest blog which you can find from recent blogs. Thanks.
nice information
Thank you.
ઉપયોગી માહિતી માટે આભાર.
ધન્યવાદ, પ્રભુનાં આશીર્વાદ આપનાં ઉપર કાયમ રહે.
Thanks 😊
God bless you.
Very useful for treatment of cervical pain in era of computer and mobile addiction and lack of nutrional diet and sunlight exposure. Thanks alot sir for valuable treatment
Thank you so much Anishbhai. Our all bones are floating; so connections like ligaments, tendons, and muscles require some safe, easy, and just effective aasan or exercise regularly.
It really helped me not only pain relief but avoid surgery.
Thank you very much Mukeshbhai Sir 🙏
ખૂબ ખૂબ આભાર, દિનેશભાઈ.
Useful information given by you in your every blog keep sharing…………
Thank you Jaiminbhai.
ખુબ જ સરળ રીતે ઉપયોગી માહિતી આપવા બદલ ધન્યવાદ
આભાર.
મારી ઉંમર 65 વરસની છે મારૂ શરીર જકડાઈ જાય છે તેનો સરળ ઉપાય બતાવશો
રાત્રે સૂતી વખતે અડધાંથી એક ગ્લાસ પાણીમાં આખી કે અધકચરી મેથી, હળદર અને ગંઠોડાનો પાવડર દરેક એકએક ચમચી પલાળી દેવાનાં. સવારે ધીમાં તાપે દસ મિનિટ ગરમ કરી, ઠંડુ કરી ગાળીને બ્રશ કર્યાં બાદ પીવું. ત્યારબાદ 45 મિનિટ સુધી કાંઈ ન ખાવું. આ પ્રયોગ સળંગ એક મહિનો કરી પછી જરૂર મુજબ વચ્ચે વચ્ચે કરતાં રહેવું. આભાર.