પૃથ્વી ઉપર આપણને આશરે 45 લાખ વર્ષ થયા છે. માનવીનું શરીર 45 લાખ વર્ષમાં અનેક જંતુઓ સામે લડી-લડીને અંદર-બહારથી બહું જ મજબૂત બની ગયું છે. વનસ્પતિનું અસ્તિત્વ કરોડો વર્ષોથી છે. વનસ્પતિ ઉપર વાઈરસ અને અન્ય જંતુઓએ અસંખ્ય હુમલાઓ કર્યાં છે. આવા વાઈરસ તેમજ અન્ય જંતુઓ સામે લડી લડીને વનસ્પતિઓએ પોતાની ઈમ્યુનિટી સૌથી સારી બનાવી દીધી છે.
છેલ્લાં 100 વર્ષમાં જે જુદા જુદા વાઈરસથી જગત ડરી રહ્યું છે કે ભવિષ્યમાં પણ જે કોઈ જુદા જુદા નામનાં વાઈરસ કે અન્ય જંતુઓ આવશે એ દરેક સામે લડવાની જબરદસ્ત ઈમ્યુનિટી આપણાં સૌની અંદર છે જ. આમાં જ્યારે આપણું શરીર પૂરેપૂરું ન લડી શકે ત્યારે આપણે બીમાર પડીએ છીએ. આવા સમયે આપણે અતિ પાવરફૂલ કમાન્ડો જેવી જીવનરક્ષક વનસ્પતિઓ, રસોડાની વસ્તુઓનો જો ઉપયોગ કરીએ તો આડઅસર વિના ખૂબ ઝડપથી સાજા થઈ શકીએ છીએ.
હળદર-આદું-સૂંઠ-મરીનો સમજીને, પદ્ધતિસર ઉપયોગ કરવાથી કફ-ફેફસાંની તકલીફ-ગળાંનાં ઈન્ફેકશનમાં સૌથી ઝડપી પરિણામ આવે છે. એક ચમચી હળદરને એક ગ્લાસ પાણીમાં ઓગાળીને રાખો. જ્યારે ઊધરસ આવે કે ગળામાં દુખે ત્યારે એને હલાવીને એમાંથી એક ચમચી હળદરવાળું પાણી પીઓ. દિવસમાં અનેક વાર આ પાણી પી શકાય. શરીરની તાસીર અનુસાર આવાં અનેક પ્રયોગો છે જે દવાઓની આડઅસરમાં થતી શારીરિક નુકસાની અને મોટા મેડીકલ બીલોથી થતી આર્થિક પાયમાલીથી બચાવી શકે છે.
શરીરમાં બે ટાંકીઓ એવી છે કે જેને આપણે સમજવી અને સાચવવી પડશે. ફેફસાં નામની કફની ટાંકી કે જેમાં ભેજ છે એટલે જ આપણે શ્વાસ લઈ શકીએ છીએ. શરીરને જરૂરી કફ ફેફસાંમાં હોય તો જ આપણું ફેફસું સારી રીતે કામ કરી શકે છે. કફ દુશ્મન નથી પરંતુ આપણો આહાર જ્યારે પૂરો ન પચે ત્યારે એવા ઓછાં પચેલાં ખોરાકમાંથી કફ બને છે. આવો વધારાનો કફ આપણને બીમાર પાડી શકે છે.
આવી જ બીજી ટાંકી છે મોટું આંતરડું. આ છે ગરમીની ટાંકી. જે ભોજન આપણે લીધું તે સૌથી વધુ સમય અહીં રોકાય છે. આપણે મેંદો કે અન્ય ચીકણાં પદાર્થો ખાઈએ, પાણી ઓછું પીએ, વ્યાયામ ન કરીએ, રોજેરોજ એલોપથીની દવાઓ અને બજારનો નાસ્તો ખાતાં રહીએ એને લીધે આંતરડામાં ગરમી વધે છે, મળ કઠણ થઈને સૂકાતો જાય છે. કબજિયાતથી શરૂ થયેલો આ ખેલ કેન્સર સુધી પહોંચે છે.
પ્રભુને આપણે સૌ સાથે મળીને પ્રાર્થનાં કરીએ કે જગતનાં વધુમાં વધુ લોકોને કુદરત તરફ પાછા વળવાની શક્તિ આપે. પોતાનાં જ શરીર ઉપર વધુમાં વધુ વિશ્વાસ રાખવાની શક્તિ આપને મળે. વનસ્પતિઓમાં રહેલી ઈમ્યુનિટી આપને પ્રાપ્ત થાઓ. આભાર, આપનું કલ્યાણ થાઓ.
મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
8 Comments
અમીબા થી ઓમીક્રોન .. સરસ મથાળું આપ્યું છે.
ઉપયોગી અને જરૂરી માહિતી કાયમ આપના દ્વારા આપવામાં આવે છે તે બદલ ખૂબ ખૂબ આભાર..
આમ આપણે ૐઇક્રોન લખીએ તો કેવું રહે.. !!!!??
સાહેબ, જોરદાર શબ્દ લઈ આવ્યાં..! આ શબ્દ ઉપર કામ કરીને કાંઈક બનાવીને વોટ્સએપ ઉપર લોકોને આપીએ. આભાર.
મોટા આંતરડા માં થતી તકલીફો અને તેને લગતી સારવાર બતાવા મટે વિનંતી
આભાર.
શરીર વિજ્ઞાનમાં ખાસ ખબર ના પડે એવાને પણ સમજાય એવુ સુંદર વર્ણન…આદુ, સૂંઠ,મરી નો પણ પ્રયોગ બતાવવા વિનંતિ.
આભાર, જરૂર.
Pls give remedy for enlage prostate
Ok, Thanks.