દોસ્તો, કોઈપણ આદતને બદલવા માટે સળંગ 21 દિવસ મહેનત કરવાની જરૂર છે. વિજ્ઞાન અનુસાર સતત, સળંગ 21 દિવસમાં કોઈપણ આદતને બદલી શકાય છે. આળસ ખંખેરીને વ્યાયામ કરવાની આદતથી શરીર તંદુરસ્ત બનશે. ઊંડા શ્વાસોશ્વાસ, પ્રાણાયમ દિવસમાં બે વખત 20-20 મિનિટ કરાય તો વ્યસન વિના પણ મન પ્રફુલ્લિત થવા લાગશે.
અત્યાર સુધી તમે સતત વ્યસ્ત રહ્યાં હશો જેમાં કદાચ ભાગ્યે જ નિયમિત રીતે કોઈ વ્યાયામ રોજેરાેજ કરાતો હશે. હવે આપની પાસે સમય છે જેમાં રોજ અનુકૂળ આવે એવો વ્યાયામ સવાર-સાંજ નિરાંતે કરી શકો છો. 21 દિવસ પછી પણ આ આદત લોહીમાં ભળી જશે.
સૌથી મહત્વની વાત કે રોજેરોજ ચાવ્યા વિના, ફટાફટ ખાનારા અનેક લોકો હશે. ભૂખ વિના, કેવળ ઘડિયાળમાં જોઈને જમી લેનારા અનેક લોકો હશે. પરંતુ, આપને કુદરતે આ 21 દિવસ આપ્યા છે શાંતિથી, ભૂખ હોય ત્યારે જમવાની આદત કેળવવા. જો 21 દિવસમાં ધીમેથી જમવાનું શીખી જશો તો વધારાની ચરબી પણ ઘટશે, વધારાની ડાયાબિટીસમાં પજવતી સુગર પણ ઘટશે. સૌથી મોટી વાત કે પેટ ઘટશે, ગેસ-એસિડિટી-કબજિયાત ઘટશે.
મનમાં જરાપણ તણાવ થાય એટલે માનવીને સૌથી પહેલું ખાવાનું યાદ આવે. નવરા બેઠા હાેઈએ, કાંઈ ખાસ કામ ન હોય ત્યારે પણ એને ખાવાનું જ યાદ આવે. જાે આ 21 દિવસ કારણ વિના ખાધા કરશો તો બાકીનાં 21 અઠવાડિયા બીમાર રહેશો..!
શરીરને દિવસમાં બે વખત મુખ્ય ભોજન અને બે વાર હળવો નાસ્તો/ચા-કોફી-જ્યૂસ-દૂધ-સલાડ-સૂપની જરૂર સામાન્ય સંજોગોમાં રહે છે. દર ચારથી પાંચ કલાકે કુલ ચાર વખત આ રીતે ખોરાક-નાસ્તો શરીરમાં જાય તો શરીર સ્વસ્થ રહી શકે છે.
આપણું અસ્તિત્વ શ્વાસ ઉપર આધારિત છે. 21 દિવસ દરમિયાન જેવા નવરા પડાય કે તરત શ્વાસને જાેવાનું શરૂ કરી શકાય. ખાસ તો રાત્રે સૂતી વખતે શ્વાસને જોતા જોતા જો સૂવાય તો ધીરે ધીરે અવેરનેસ વધતી જશે. કારણકે શ્વાસ ઉપર ધ્યાન ટકે એટલે વિચારોનું જાેર ધીમું પડે છે. વિચારોનું જોર ઘટે એટલે તણાવ ઘટે છે. આંખો બંધ, કમર સીધી રાખીને કેવળ શ્વાસને અનુભવવાનો છે.
દોસ્તો, આવા 21 દિવસ જીવનમાં બીજી વખત નહીં મળે.
ઊઠો, જાગો અને મગજનું લોક-અપ કરો,
મા પ્રકૃતિ આપનું સ્વાગત કરવા રાહ જોઈ રહ્યાં છે.
-આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ગુજરાત, ભારત.
Within 21 days,
Open-up your mind..!
Friends, as per science, one can change his habits within 21 days. You can wake up early and start doing regular exercise, breathing techniques. If you follow up pranayama and other breathing exercises 20 minutes twice a day regularly, it will boost you up even in the absence of nicotine..!
In your routine life, you could hardly spend time on regular exercise, meditation, and reading. Now, you have 21 days to do all these and then it will become your habit. Because your mind will help you to do it after three weeks of practice.
Many of you eat fast, eat without hunger only at a fixed time. Nature gives us 21 days for changing this habit. Now you should eat slowly and only when your stomach allows you. When you eat slowly, your higher blood sugar will reduce and extra fat will be burnt out. And, you will be benefited from gas, acidity, indigestion, and constipation.
Generally, during stress, our mind tries to find out relaxation in food. Even in leisure time, many people eat without any reason only to kill time. Mind well, if you eat without reason during these three weeks, you might be sick for 21 other weeks..!
One more tip for your mind. During these three weeks, whenever you get free time, start observing your breath. Just before going to sleep, observe your breath, focus on breathing patterns. With this technique, your awareness will increase. It will help you to reduce your stress level. In sitting position, you should first keep your back straight then observe you’re breath with closed eyes.
Friends, you will never get such 21 days again in your life.
Wake up and lock up your mind.
Mother nature is waiting for you.
-AyruGuru Mukesh,
Nihar Charitable Trust, Ahmedabad, India.
20 Comments
Very timely & highly useful tips 👌
Thanks a lot Sir.
Thank you for providing very useful information
Beautiful
Very good Tips Mukeshbhai Thanks
Useful tips.thank you Bhishakraj
આભાર. પરેશભાઈ.
છેલ્લો ફકરો અદભૂત છે. ” શ્વાસ ને જુઓ અને વિચાર મુક્ત થઈ જાઓ” ખૂબ સુંદર રસ્તો બતાવ્યો. આભાર મુકેશભાઈ!
ભગવાન બુદ્ધે પરાપૂર્વથી બતાવેલો આ રસ્તો છે રત્નાકરભાઈ, વિપસ્યનાનો એકડો ઘૂંટવાની આ શરૂઆત છે. એક ડગલું ચાલ્યા પછી અનંત કિલોમિટર હોય તોય આવા ટેકાથી કપાઈ જાય છે.
Very nice and useful message thanks
Welcome, Sir.
Thank you sir
You are welcome, Madam.
Very nice Information.
Thank you.
Dr. Mukeshbhai, why did you take so many days to send this article? Should have sent it as soon as Modiji announced.
Very insightful article. Thanks a lot for sharing.
Indirect theory of survival, I like it, too.
Very nice massage to maintaining external & internal health
Very useful… excellent…sir.
Thank u.
કૌશિકભાઈ, આભાર. આ 21 દિવસ આપણાંમાંથી અનેકને 21 જન્મ પણ આગળ લઈ જઈ શકે છે. અનેકનો જ્ઞાનનો વિસ્ફોટ થાય તો માેક્ષ તરફનો રસ્તો ઝડપથી ખુલ્લો પણ થઈ શકે છે.