આપણે એક ડગલું ચાલીએ ત્યારે એ માટે આપણાં મગજમાં રહેલાં આશરે બે કરોડ ન્યૂરોન્સ કામ કરે છે..! આપણી ડિશમાં ભોજન આવે અને આપણી નજર પડે કે તરત મગજ આપણાં લિવરને, પાચનતંત્રને આવી રહેલાં આહારને પચાવવા માટેનાં જરૂરી એન્ઝાઈમ્સ(પાચકરસો) બનાવવાની સૂચના આપી દે છે. મતલબ, આપણી આંખોથી જ ખોરાકને પચાવવાનું શરૂ થઈ જાય છે.
When we even take a single step, around two crores of neurons work. Once we just see food on our plate, the brain starts digesting it..! Let’s see how amazingly it happens. The brain starts giving orders to the liver, stomach, pancreas, salivary glands, and to uncountable cells to get ready for digestion.
છતાંય, આ ખોરાકમાં ઈન્ફેકશન હોય, ઝેર હોય તો એનાં નાશ માટે આપણાં ગળામાં રહેલાં સિલીયા(ટોન્સીલ પાસે) કામ કરે છે. ત્યાંથી છટકીને જો ચેપ કે ઝેર પેટમાં જાય તો પેટમાંનો એસિડ અને અન્ય પદાર્થ એનો નાશ કરે છે. ત્યાંથી પણ છટકે અને આગળ જાય તો નાના આંતરડામાં પણ આવા ચેપ સામે લડાઈ ચાલે છે. પરંતુ, જ્યારે ચેપ(ઈન્ફેકશન) વધુ હોય ત્યારે તાવ આવે છે.
If any type of toxins or infection is present in such food, first the cilia kill the germs and reduce the toxicity. If the problem is higher, the acid and anti-germ system of our stomach kills and clears it. Suppose it is a higher, powerful system of the small intestine that tries to kill and clear it. But, if it is out of control, the body starts burning toxins with the temperature named ”fever”.
મગજને તકલીફ હોય ત્યારે એ માથું દુઃખાડીને કહે છે કે ‘મને આરામ આપો’
અથવા તો ‘પેટે પાટા બાંધીને’, સોરી,’માથે કપડું બાંધીને કામ ચાલુ રાખો’. પેટમાં દુખે છે? ત્યારે શરીર કહે છે કે ‘અપચો છે, હું ખોરાકને સારી રીતે પચાવી નથી શક્તું એટલે મને આરામ આપો. ફળો લો, જ્યૂસ લો, વધુ પાણી પીઓ અને ન રહેવાય તો ખાઓ પણ મારા પર દયા રાખીને માપસર ખાઓ. અને, બહુ ખાવાનો શોખ જ હોય તો એને પચાવવા માટે રોજ કસરત કરો ને..! હું એકલું જ ખાવાનું પચાવવા મજૂરી થોડું જ કરીશ? થોડીક મહેનત તમે પણ કરો ને મારા બોસ.
Brain warns us by giving a signal of ‘headache’ and request for rest. Otherwise, if no other option then we can continue work by binding it with a cotton cloth. If you suffer from abdominal pain then wisely listen to your inner voice. The body is telling you: ”due to indigestion, I am not able to digest food properly. So, please give me rest. Take fruits, and juices, and drink a little more water. Even, if you can’t control your false hunger, take light food in a small amount. My dear body owner, if you really love to eat so much that start doing work out, walking, etc. regularly. Why only I should take an overtime work to digest and discard?”
ચોવીસે કલાક ફેફસાં, આંતરડા, કિડની અને ચામડી શરીરમાંથી સતત કચરો કાઢે છે. આપણે રોજ જો ચારથી પાંચ લિટર પાણી પીએ તો આવો કચરો વધુ સારી રીતે નીકળી શકે છે. રોજ પ્રાણાયમ કરીએ તો શરીરનાં ખૂણેખૂણેથી ટોક્સિક બહાર ફેંકાય છે.
Our excretory system i.e. lungs, kidneys, intestine, and skin works 24×7 to eliminate toxins, and waste products from our body. When we take four to five liters of water daily, the body can work on cleansing more easily. Regular practice of pranayama helps us to maintain immunity and discard poisonous gases.
આપણો મૂળ ખોરાક હવા છે. બીજા નંબરે પાણી આવે અને છેલ્લે જરૂર મુજબનો જ આહાર લેવાનો હોય. ભગવાન શિવે પોઠિયાને દિવસમાં બે વાર પ્રાણાયમ કરવાનું, એક વખત સ્નાન કરવાનું, વારંવાર પાણી પીવાનું અને એક વખત જમવાનું કહ્યું હશે. પરંતુ, આપણે માણસો આપણી સગવડ પ્રમાણે વ્યાખ્યાઓ બદલતાં હોઈએ છીએ. જો આપણે પોઠિયાની વાત માની લીધી હોત તો આજે દુનિયામાં આટલી હોસ્પિટલો ન ખૂલી હોત..!
Air is the base of our existence. Parallelly, water is also our life. Then, we should eat as per the requirement of our stomach, not of our tongue..! There is a famous talk between Lord Shiva and his assistant Nandi. Once, Man went to Lord Shiva for guidance related to a daily intake of food, etc. Lord Shiva might have told Nandi for giving advice to man for doing regular Pranayama twice a day, take bath once a day, and drink a little more water regularly. And, take food just once a day.
But, we humans have changed the definition as per our needs.
If we could follow Lord Shiva’s advice, there won’t be the requirement to open so many hospitals.
મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Mukesh Patel
Managing Trustee, Nihar Charitable Trust.
9 Comments
We the human being always interpret anything in our best beneficial way though we don’t know what is best for we people whether it is food exercise or pranaam and not ready to accept right way unless we have blow physically emotionally or economically or mental
If the path is ready, anyone can walk whenever it is needed.
Are wahhh.. hamara body k andar itna khajanose bharpur he jo itna sara responsibility se kam karti he good
Thank you, Madam. Not only this, even in emergency situations, cells from one organ go into another organ for help. Suppose there is some emergency in the heart or liver, then an extra force of the body starts repairing such organ.
great.. useful.
આભાર સર.
પ્રસંશનિય લેખ
ખૂબ ખૂબ આભાર.
ખુબ સરસ માહીતી છે. આભાર