આજની સત્ય-આરોગ્યકથામાં આપણી સાથે છે શ્રી. વિરેન્દ્રભાઈ અંબાલાલભાઈ ઠાકર, કાંકરિયા, અમદાવાદ. ઉમર આશરે 58 વર્ષ. વિરેન્દ્રભાઈને જાણનારા લોકો એમને મનમોજી કહે છે કારણકે જ્યારે જ્યારે શારીરિક તકલીફ કે બીમારી આવી છે ત્યારે આવા ઈલાજ કર્યાં છે. એમનાં માતૃશ્રી.ને જ્યારે કોલેસ્ટ્રોલ વધું આવ્યું ત્યારે પણ એમણે જાતે જ પ્રયોગ કરાવીને ઘટાડેલું જેની વાત આપણે ફરી ક્યારેક કરીશું.
મૂળ વાત છે લકવા(પેરાલિસીસ)ની. મે, 2021માં લકવાનો હુમલો થયો જેમાં એમનું ડાબું શરીર અસરગ્રસ્ત થયેલું. આવી ગંભીર સ્થિતિમાં, સૂતાં સૂતાં જ સળંગ ત્રણ દિવસ સુધી અપાનવાયુ મુદ્રાનો વધુમાં વધુ પ્રયોગ કરેલો. સળંગ 15-20 મિનિટ સુધી મુદ્રા કરે, વળી હાથને જરાક આરામ આપે અને ફરીથી 15-20 મિનિટ માટે મુદ્રા કરે. જ્યારે જાગતાં હોય ત્યારે વધુમાં વધુ સમય આ મુદ્રા કરતાં રહ્યાં. એમનાં શબ્દોમાં માત્ર ત્રણ જ દિવસમાં 80 ટકાથી વધુ ફાયદો મળ્યો.
જ્યારે લકવાનો હુમલો થયેલો ત્યારે વિરેન્દ્રભાઈએ એમનાં ગુરુજીને ફોન કરેલો. ગુરુજીની સલાહ મુજબ એમણે આ પ્રયોગની સાથે સાથે એક વખત ચાર ચમચી જેટલું તલનું તેલ પીધું. વાચકમિત્રો, અપાનવાયુ મુદ્રા એ પેટમાંથી ઉપર, અવળી દિશામાં જતાં વાયુનું જોર ઘટાડે છે. તલનું તેલ અને દિવેલ પણ પરમ વાયુનાશક છે. બી.પી. વધી જાય, હૃદયરોગનો હુમલો થાય, છાતીમાં કોઈપણ કારણસર દુઃખતું હોય, માથામાં દુઃખાવો થાય ત્યારે આ દરેક તકલીફમાં અપાનવાયુ મુદ્રા કરવાથી તરત ફાયદો મળે છે.
આ સિવાય જે લોકોને મોશન સીકનેસ હોય એટલે કે મુસાફરી કરતી વખતે ઊલટી-ઊબકાની તકલીફ હોય, પહાડી વિસ્તારમાં જ્યારે કાર-બસ ઉપર જાય ત્યારે માથું ચડે, ઊબકા આવે, વિમાનમાં બેઠાં પછી ઊંચાઈ પર ગયા બાદ કાનમાં દુઃખે કે ઊંચાઈથી તકલીફ થાય વગેરેમાં પણ અપાનવાયુ મુદ્રા રામ-વિષ્ણુ-શંકરબાણ ઈલાજ છે. આવી બધી તકલીફોમાં આ મુદ્રા સળંગ વધુ સમય પણ કરી શકાય. હાથ દુઃખે ત્યારે એને જરાક આરામ આપીને ફરીથી કરી શકાય.
ગર્ભવતી મહિલા, ફરતાં વાનાં દર્દી અને મુદ્રાની આ સ્થિતિમાં હાથ લાવ્યાં બાદ જેમને દુઃખાવો થતો હોય કે હાથમાં તકલીફ થતી હોય એ સૌએ આ મુદ્રાનો કોઈની સલાહ વિના અમલ ન કરવો. લકવાની તકલીફમાં મુદ્રાની સાથે સાથે નિષ્ણાતની સલાહ લઈને તલનું તેલ કે દીવેલ પણ એકથી બે ચમચી જેટલું લાંબા સમય સુધી લઈ શકાય છે.
મુદ્રાની સાથે સાથે સૂર્યનો તડકો(સનબાથ) લકવામાં ઘણી ઝડપી રિકવરી લાવી શકે છે. માથું-મોં ઢાંકી, કોટનનાં પાતળાં કપડાં પહેરીને સૂતાં સૂતાં એક કલાક કે વધુ સમય પણ તડકો લઈ શકાય છે. અહીં મુદ્રાનો ફોટો છે અને અમારી યૂ-ટ્યૂબ ચેનલમાં અપાનવાયુ મુદ્રા કઈ રીતે કરી શકાય એનો વિડીયો પણ છે. દોસ્તો, આ બ્લોગને શેયર કરવા નમ્ર વિનંતી. આપનાં શેયર કરવાથી કોઈકનો લકવો ઘટે કે મટે છે ત્યારે એનાં જીવની સાથે સાથે પ્રભુ આપનાં મનને પણ ચોક્કસ શાંતિ આપે છે. આભાર, પ્રભુ આપનું કલ્યાણ કરે,
12 Comments
Good. I want to know if there is any remedy in ayurveda, or any other alternative therapy FOR ARTHRITIS. Thanks
Yes, the word arthritis means actually degenerative process related to joints, bones, ligaments, tendons, and other fine connections. Actually, there are many types of arthritis and RA is an autoimmune disease, i.e. also arthritis. There is no alternative for ”alternative therapy”.
I would like to know about any Arthritis remedies too. Please inform me about all remedies for Arthritis.
Thank you.
Download free ebooks ”And I am pain-free” and also download free magazines. Read, enjoy. God bless you.
🙏 बहोत ही सुदर टीपस दी सर मुद्रा की
मुद्रा से बहोत ही फायदा होता है रोगो मे
🙏 आभार सर
Thank you.
Hi Mukeshbhai
Thanks for your tip, I will forward this to many peoples.
Thank you Hareshbhai, God bless you.
One more occasion for affirmation of your unique ability to address serious ailments like paralytic problem. Indeed refreshing to read your blog which is simply written, effectively communicated and rich with experience and examples. Sincere compliments and expression of gratitude for your kindness, Mukeshbhai.
Will forward this message to friends.
Keep actively sharing.
🙏
Thank you, Sir. So nice of you. Your words will boost me up more. God bless you.
કોલેસ્ટ્રોલ કઈ મુદ્રા થઈ મટાડયુ એ લખશો તો ઘણો જ આભા
કોલેસ્ટ્રોલમાં મુદ્રા કરતાં વનસ્પતિનાં મિક્સરનું મહત્વ છે. ટૂંકમાં એનો બ્લોગ પણ આવશે, આભાર.