કોરોના શરીરમાંથી ગયો પણ આડઅસરોનું શું? આશરે 20 ફૂટ લાંબા નાના આંતરડાનો પાચનમાં મોટો રોલ છે. આળસ, આહારની ભૂલો અને દવાઓની આડઅસરો નાના આંતરડા પર પડે છે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન્સ, પાણી બધું એની દીવાલમાંથી લોહીમાં ભળે છે. પરંતુ, નાના આંતરડાની દીવાલમાં રહેલાં વીલી(villi) અને ક્રેપ્ટ(crypt) નબળાં થાય એટલે ખોરાકનું પાચન નબળું પડે છે.
વાળ ખરવાં, હાંફ, થાક, તણાવ, ઓછી ભૂખ લાગવી વગેરે લક્ષણો જોવા મળે છે. વાળનાં મૂળ પેટમાં છે અને અહીં પેટ બગડ્યું છે. બધું ખાવા છતાંય વિટામિન્સ, મિનરલ્સ, સુગર બરાબર ન પચવાથી થાક લાગે છે. શરીરની અંદર રહેલાં ફ્રેન્ડલી બેક્ટેરિયા ઓછા થવાથી તણાવ વધે છે, પાચન બગડે છે.
આહારનું ટાઈમટેબલ, નેચરોપથીની માટીની અને અન્ય સારવાર અને જરૂરી ઔષધિઓથી આડઅસરો ઝડપથી ઘટી શકે છે. દવાઓની આડઅસરો ઝડપથી જવી જોઈએ. કેમકે, પેન્ક્રિઆસ પર અસર થાય તો ડાયાબિટીસ આવે છે. લિવર પર થાય તો આખું શરીર જોખમમાં મૂકાય છે. કિડની ઉપર આડઅસર થાય તો જોખમ ઓર વધે છે. નાના આંતરડાની દીવાલને ખોલીને ફેલાવી દેવાય તો ફૂટબોલનાં મેદાનને ઢાંકે એટલી હોય છે..! આમાં દવાઓથી, પચવામાં ભારે ખોરાકથી નુકસાન થાય પછી અનેક બીમારીઓ આવી શકે છે.
મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Corona left the body but what about the side effects? The small intestine, about 20 feet long, plays a big role in digestion. Laziness, dietary errors, and side effects of medications affect the small intestine. Carbohydrates, fats, proteins, vitamins, water all dissolve in the blood through its walls. However, as the villi and crypt in the small intestinal wall weaken, so does the digestion of food.
Symptoms include hair loss, shortness of breath, fatigue, stress, loss of appetite, etc. The roots of the hair are in the abdomen and here the abdomen is spoiled. Despite eating everything, vitamins, minerals, sugar is not digested properly and you feel tired. Decreasing the number of friendly bacteria inside the body increases stress, impairs digestion.
Diet timetables, naturopathic mud, and other treatments and essential herbs can be reduced side effects quickly. Medication side effects should go away quickly. This is because diabetes affects the pancreas. If it happens to the liver, the whole body is in danger. If there are side effects on the kidneys, the risk increases. If the small intestinal wall is opened and spread, it is enough to cover the football field ..! These can lead to many diseases after being harmed by drugs, heavy food indigestion.
Mukesh Patel, Nihar Charitable Trust, Ahmedabad.
27 Comments
I have faith in nature
Thank you
Treatment?
પહેલાં એપોઈન્ટમેન્ટ લઈને કન્સલ્ટીંગ માટે આવી શકાય. ત્યારબાદ જરૂર લાગશે તો ટ્રીટમેન્ટની કેટલી જરૂર છે એ નક્કી કરાશે.
વધુ આવતા અંકે….?
ના. કુદરતે એનો ખેલ ખેલી દીધો છે.એ પછીની સાઈડ ઈફેક્ટ અને એની સારવાર વિષે મેં લખ્યું છે. હવે જે લોકો આરોગ્ય નહીં સાચવે એનાં આરોગ્યનાં અંક જીવનભર માઈનસમાં રહેવાનાં છે અને જેનાં અંક માઈનસમાં આવી ગયાં છે પરંતુ જીવતાં રહી ગયાં છે એમાંથી જે લોકો જીવન બદલી રહ્યાં છે, કુદરતી સારવાર, આયુર્વેદ તરફ વળી રહ્યાં છે એમનાં અંક પ્લસ તરફ જઈ રહ્યાં છે..!આપણે રોજેરોજ ધ્યાન રાખીએ તો જીવન અદ્ભુત છે, આવતીકાલ નથી પરંતુ જ્યારે આપણે એને છોડી દઈએ છીએ ત્યારે મોટેભાગે આવતા અંકે નિરાશા, બીમારી કે ખોટી આશા જ આવે છે.
I had corona +be and then suffering through black fungus. I am facing bad effect of heavy doze. How you may help to me, to come out from all? Please revert back.
For reducing the side effects of heavy medication and gaining back your immunity we can treat you. Once you should come personally for consulting then we will decide our line of treatment.
આ આખા લેખમાં કોરોનાની દવાઓની, કોરોનાની સાઈડ ઈફેકટ જ લખી છે. અને એની સારવાર માટે નિહાર આરોગ્ય મંદિરમાં એપોઈન્ટમેન્ટ લઈને આવી શકાય.
ખૂબ જ સારું માર્ગદર્શન…
ખૂબ જ સારી જાણકારી…
Great information
Thank you.
Pl. Guide to cure hair fall
વાળનાં મૂળ પેટમાં છે. પાચન નબળું પડે, થાઈરોઈડની તકલીફ હોય, વાળમાં ચામડીનો રોગ હોય કે ખોડો હોય, એસિડિટી હોય, ચિંતા હોય… વગરે અનેક કારણોથી વાળ ઊતરે છે, ઘટે છે, નવા ઊગવાનાં બંધ થાય છે. વાળ વિષેની વાત બહુ ઊંડી છે, એની સારવારમાં અનેક છેડેથી જોવું જરૂરી છે. અનુકૂળ હોય ત્યારે નિહાર..ની સારવાર શરૂ કરી શકાય; અહીં વ્યક્તિગત રીતે ઊંડાણમાં જવું મુશ્કેલ છે. છતાંય. 200 ગ્રામ દીવેલ, 200 ગ્રામ કોપરેલ ભેગા કરી, 5થી 7 મિનિટ માટે ધીમા તાપે ગરમ કરી, ઠંડું કરી કાચની બોટલમાં ભરી રખાય. અનુકૂળતાએ વીકમાં બેથી ત્રણ વાર લગાવી શકાય.
Good information
આભાર.
Thanks a lot Sir.
Immunity strong banavwa mate tips…
કોરોનાની દવાઓની આડઅસરો પછી ખેલ કેવળ ઈમ્યુનિટીનો નહીં, ઈન્ટરનલ રિપેરીંગનો પણ છે. બાકી, ગળો, કડવો લીમડો, તુલસી આ બધાં ઈમ્યુનિટી સારી રાખવા કાયમ હાજર જ છે.
ગળો, કડવો લીમડો, નગોડ, હળદર, તુલસી વગેરેથી ઈમ્યુનિટી જળવાશે. વ્યાયામથી ઈમ્યુનિટી વધશે. આધુનિક દવાઓની અચાનક થયેલી વધુ પડતી આડઅસરો દૂર કરવા નેચરોપથીની સારવાર લઈ શકાય છે.
Nice information sir
Thank you Madam.
I was affected by Corona in Jan 21 and recovered from severe level. After recovering am continuously suffering from dry cough and feeling tired all time. Procrastination is at highest level. Want some solutions please
I’ve mentioned the reasons behind your issues in the blog. You can come for consultation and tretment.
Very useful information.
Thank you Sir.