આરોગ્ય અને બળ બંને અલગ વસ્તુ છે… બાપાલાલ વૈદ્ધ
દોસ્તો, આપણાં શરીરને અંદર અને બહારથી સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક અને સાત્વિક આહાર, નિયમિત રીતે શારીરિક શ્રમ અને મન માટે મેડિટેશનની જરૂર છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી એ ત્રણેય શરીર માટે આહારની પાયાની જરૂરિયાત છે.
ચાલવું, દોડવું, સાઈકલીંગ, સ્વીમિંગ, પરસેવો પડી જાય એવી કસરત-આસનોથી શરીર સારું રહે છે. પરંતુ, માત્ર મસલ્સ બનાવવા માટે જ્યારે વધુ વજન ઊંચકવાની કસરત કરાય છે ત્યારે એવી કસરતથી પાચનતંત્રને કોઈ લાભ થતો નથી. વજન ઊંચકીને જ્યારે મસલ્સને બનાવવા માટે પ્રોટીન પ્રોટ્કટ્સ(પાવડર-ગોળી)નો સતત, વધુ ઉપયોગ કરાય ત્યારે એને કારણે આપણી કિડની અને આંતરડાને ગંભીર નુકસાન થાય થઈ શકે છે.
આપણું તંદુરસ્ત લિવર જાતે જ 70 ટકા સુધીનું પ્રોટીન નિયમિત રીતે બનાવે છે. હવે આપણે જ્યારે પાવડર-ગોળીનાં રૂપમાં જરૂર કરતાં વધારાનું પ્રોટીન લઈએ છીએ ત્યારે આપણાં કિડની-આંતરડા એવા વધારાનાં પ્રોટીનને શરીરમાંથી બહાર ફેંકવા લાગે છે. જેમાં અમુક સમય પછી આંતરડા નબળા પડવાથી ગેસ, કબજિયાત થાય છે. આપણે આવા પાવડર-ગોળી સતત લઈએ પછી કિડની નબળી થવાની શક્યતાઓ પણ વધી જાય છે.
વટાણા જેવા કઠોળ, સોયાબીન, બટાકા, ચોખા વગેરેમાંથી કુદરતી ગણાય એવા પ્રોટીન પાવડરો-ગોળી-શેક બનાવાય છે. પરંતુ, આમાં જ્યારે ખાંડ અને કેમિકલ્સ ઉમેરાય છે ત્યારે એનાંથી શરીરને બીજું નુકસાન થાય છે. સિન્થેટિક પ્રોટીનથી શરીરને નુકસાન થવાની શક્યતાઓ વધારે છે.
વાસ્તવમાં, પ્રોટીન એ શરીર માટે ઈંટોનું કામ કરે છે. હવે આજનાં યુગમાં શરીરમાં એટલી તોડફોડ જ ન થાય તો ઈંટો એટલે કે પ્રોટીનની વધારાની જરૂર જ ક્યાંથી પડવાની? અને આપણે જે કાંઈ ખાઈએ છીએ એમાં ઘણીબધી રોજની વાનગીઓમાંથી તો શરીરને પ્રોટીન મળતું જ રહે છે ને…
આજે આપણે સૌ મનનાં મજૂર બનતા જઈએ છીએ, શરીરની બાબતમાં આળસુ થતા જઈએ છીએ. આપણાં મગજને કુદરતી ગળપણ(ખજૂર, ગોળ, મીઠા ફળો)ની જરૂર છે અને શરીરને માપસરનાં પ્રોટીનની જરૂર છે જે આપણને રોજનાં આહારમાંથી મળી રહે છે. હવે ધારો કે તમે મજુરીવાળો વ્યાયામ શરૂ કરો છો તો દાળ, કઠોળ, બદામ વગેરેમાંથી થોડુંક વધારાનું પ્રોટીન મેળવી શકો છો.
પ્રભુ આપને સાચી દિશામાં ચાલવા માટે મદદરૂપ બને એવી પ્રાર્થના સહ, આયુર્ગુરુ મુકેશ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
Strength and health both are different. — Vaidya Bapalal
Friends, our body needs healthy and fresh food, regular physical exercises, the mind needs regular meditation. Carbohydrates, protein, and fat are our basic requirements.
We can be benefited from the help of cycling, swimming, hard Aasanas and other tough exercises. But if we focus more on muscle-making exercises, it will not help us in improving our digestion. When we use protein powder-tablets for a longer period for making muscles then such type of protein produces can damage our kidneys and bowels.
Our healthy liver produces up to 70 % of protein regularly. When we take extra protein in the form of Powder-tablets, kidneys and bowels start throwing the extra amount of such protein. After some time, due to the regular load of excessive protein kidney becomes poor. Such protein produces constipation and if we take it for a longer time and regularly, chances of damage become more powerful.
Natural protein produces made up of Peas, soybean, potato, rice, etc. But when they add sugar and chemical in it, it becomes harmful for our body. In the case of synthetic protein, the chances of damage are more.
Actually, protein works as a brick for making construction and to fulfill little damage in our body. But if we work very little then what will happen after taking extra protein? And we get regularly protein from our daily food.
We more work with our minds and become lethargic in case of physical existence. Our brain requires natural sugar(dates, jaggery, and sweet fruits) and the body needs protein in a balanced form which we can normally get from our routine diet. When you start hard physical exercise, you can add almond and beans in your diet.
May God give you the power to walk in the right direction. AyruGuru Mukesh, Nihar Charitable Trust, India.
4 Comments
Thank you for such an eye opening article.
True
Can we have English translations please ?
Yes, Madam,
it is also in English.
Thank you.