સાચી ભૂખ લાગે ત્યારે સાદો ખોરાક પણ મીઠો લાગે છે. કારણ, આવા સમયે મોંની અંદર પાચન માટે જરૂરી લાળ બને છે. જો આપણે નિરાંતે ચાવીએ તો અડધો આહાર મોંની અંદર જ પચે છે. સાચી ભૂખમાં શરીર અગાઉથી જ ખોરાક પચાવવા તૈયાર હોય છે. પરંતુ, ઘડિયાળમાં જોઈને, ભૂખ વિના કે સ્વાદ માટે જ્યારે ખોરાક લેવાય ત્યારે એનાંથી અપચો અને ગેસ થાય છે. પેટ ભારે રહે છે. કારણ, અહીં પરાણે, શરીરને જરૂર નથી છતાંય આપણે રોજનો ખોરાક લીધો છે.
Even simple food becomes tasty if we eat after feeling of hunger. Our salivary glands work well when we are hungry enough. Half of our food digests in the mouth if we chew it well. When we are hungry, our body is getting ready in advance for digestion. But, when we eat without hunger only the following a clock, it will have resulted in indigestion and gas. Because, in such a situation, our body need not require routine food.
તણાવ(stress)ને લીધે ભૂખ ન હોવા છતાંય વારંવાર ખાવાની ઈચ્છા થતી રહે છે. કારણ, મન ખાવામાં વ્યસ્ત(બિઝી) રહે છે એટલે આપણે જ્યાં સુધી ખાતા રહીએ ત્યાં સુધી વિચારો ઘણાં ધીમા પડી જાય છે. અહીં સ્ટ્રેસને ઘટાડવા માટે આપણું મન ખોરાકનો ઉપયોગ કરે છે. આ રીતે વારંવાર ખાવાથી વજન વધે છે. મેડિટેશન, પ્રાણાયમ, વોકિંગ, સાયકલિંગ અને રનિંગથી સ્ટ્રેસ(તણાવ) ઓછો કરી શકાય છે.
Many people eat frequently without hunger due to stress. Because our mind is engaged while eating. So, the speed of thought becomes slow while eating anything. Our minds take support of food for reducing stress. People become obese after eating frequently. We can reduce stress with the help of meditation, pranayama, walking, cycling, and running.
ખાસ કોઈ વ્યાયામ કરવાની આદત ન હોય અને મનમાં ન્યૂટ્રીશનનું ભૂત ભરાય ત્યારે શું થાય છે? સવાર સવારમાં ગણી ગણીને વધારાનું પ્રોટીન લો, સૂકો મેવો લો અને સાથે સારો એવો તાજો નાસ્તો લો ત્યારે શું થાય છે? વિજ્ઞાનનાં આવા ભૂતને લીધે પણ અપચો થાય છે, પેટ બગડે છે. વિશ્વભરમાં અનેક લોકો આ રીતે ભૂખ કરતાં વધુ ખાઈને વારંવાર હેરાન થાય છે, બીમાર પડે છે.
What happens when you focus more on nutrition even when you are not doing exercise regularly? Even what happens when you take extra protein, more amount of dry fruits, and take heavy breakfast without proper hunger? It has resulted in indigestion. Many people have become unhappy and sick all over the world by eating without hunger.
પાયાની વાત ભૂખને કમાવાની છે. વ્યાયામ કર્યા બાદ પણ પેટ માગે એટલું જ એેને આપો. સવારે પેટ ભરીને નાસ્તો કરવા માટે વ્યાયામ નથી કરવાનો પરંતુ આપણે દિવસભર બેસી રહીએ છીએ એનું નુકસાન ભરપાઈ કરવા માટે વ્યાયામ કરવાનો છે. શરીરને શું જરૂરી છે એની વધુ પડતી ચિંતા તમે છોડો. શરીરને ખરેખર ક્યારે અને કેટલું ખાવાની જરૂર છે એટલી જ ચિંતા તમે કરો..! કારણ, શરીર પોતાની મેળે જ અનેક વિટામિનો બનાવી લે છે. અરે..!, 70 ટકા સુધીનું પ્રોટીન તો આપણું લિવર પોતાની જાતે જ બનાવી શકે છે.
We should earn hunger. After a workout, follow the inner voice of your stomach. We should do exercise for compensation of more hours of sitting, not for filling the stomach. We need to focus more on hunger, our body will manage nutrition factors. Our liver can regularly produce 70 % protein of our requirement. The human body regularly produces many vitamins.
વ્યાયામ કરવાથી પાચન સુધરે છે. હળવો, ભૂખથી થોડોક ઓછો ખોરાક લેવાય તો આપણાં પાચનતંત્ર પર બોજો નથી પડતો. તળેલો આહાર, મેંદો, જંકફૂડ, હાઈ પ્રોટીન ડાયેટથી પાચન બગડે છે. જ્યાં સુધી પાચનનો અગ્નિ સારો છે એટલે કે સારી રીતે ભૂખ લાગે છે અને લીધેલો આહાર પચી જાય છે ત્યાં સુધી બીમાર થવાની સંભાવના ઓછી રહે છે. શ્રી. કૃષ્ણ સદા ઉપવાસી કહેવાતાં. કારણ, પ્રભુનું ધ્યાન સ્વાદ ઉપર ઓછું અને કુદરતી ભૂખ ઉપર વધું હતું.
મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Our digestion is improved by the habit of regular exercise. Our digestive system can work more easily When we eat light food and eat a little less than hunger. Fried food, maida, junk food, high protein diet is disturbed our digestive system. If our hunger and digestion power are better, there will be less chance to become sick. Lord Krishna was focused more on his inner voice of stomach.
Mukesh Patel, Nihar Charitable Trust, Ahmedabad.
8 Comments
What to do if male has 20 mm of kidney stone in the kidney ? How it can be cured , can it be treated with help of any medicine?
પથરી ઓપરેશન વિનાનાં અન્ય ઉપચારોથી પણ દૂર થઈ શકે. પરંતુ, જો એનાં ટુકડા થઈને ફસાઈ જાય તો દર્દીને તકલીફ પડી શકે, કારણકે પથરીની સાઈઝ મોટી છે.આટલી મોટી સાઈઝમાં ઈમરજન્સીથી બચવા માટે મને આ સંજોગોમાં ઓપરેશન કે લિથોટ્રિપ્સીની સારવાર વધુ હિતાવહ લાગે છે. આભાર.
I am regular reader of Anupan. I have subscribed for Anupan during last year. I appreciate your intention to keep people fit and aware about self wellbeing. Whole hearted ‘Thank you. ‘
શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર.
I am 80 years old and have severe bloating in stomach .I am taking Sompraz 40 before breakfast and two tablets of Gasex each after lunch and dinner,
ઘણીબધી એન્ટાસીડમાં, ગેસને ઘટાડનારી એલોપથીની દવાઓમાં મેગ્નેશ્યિમ અને બીજાં પેટને તકલીફ કરનારા પદાર્થો હોય છે જેનાંથી સરવાળે પાચન નબળું પડે છે. જેમ કે ડાયાબિટીસની એલોપથીની દવાઓથી સુગર ઘટે છે પરંતુ એનાં લીધે પાચનમાં તકલીફ થતાં અનેક દર્દીઓને આપનાં જેવી જ ફરિયાદ હોય છે. મારાથી શક્ય હોય એટલાં ઈલાજ બ્લોગમાં આપતો રહું છું. આભાર.
તમારા દ્વારા અપાતી આરોગ્ય લક્ષી માહિતી ખૂબ ઉપયોગી હોય છે આભાર
મેડમ, ખૂબ ખૂબ આભાર.