વાચકમિત્રાે, આજે સ્થૂળતા, જાડાપણું કે વજનવધારાે વિશ્વભરમાં અનેક લાેકાેને પજવે છે. વજન ઊતારવા માટે લાેકાે આડેધડ ડાયેટિંગ કરીને શરીરને કાયમી નુકસાન કરી બેસે છે. આપણાં આ પ્રયાેગ પણ લાંબા સમય સુધી નથી કરવાનાે. સળંગ 20 દિવસ આ પ્રયાેગ કરીને પછી મૂળ આહાર પર આવી જવાનું છે. હવે પ્રયાેગ જાણીએ. સવારે બ્રશ કર્યા પછી એક ગ્લાસ જેટલાે કાકડીનાે રસ કાઢવાનાે છે. એમાં લીંબું નીંચાેવીને પીવાનાે છે.
હવે એકથી દાેઢ કલાક બાદ એક ગ્લાસ છાશ પીવાની છે. ત્રણ ચમચી દહીંને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને એમાંથી બનાવેલી છાશ પીવાની છે. હવે ફરીથી બીજા દાેઢથી બે કલાક પછી સલાડ લેવાનાે છે. સલાડમાં કાકડી, ગાજર, કાેબીજ, પાલક, બીટ, દાડમ, સફરજન અને પપૈયું મિક્સ કરીને લેવાનાં છે. આ રીતે વારાફરતી સલાડ અને છાસનાે પ્રયાેગ કરી શકાય છે.
(1) સવારે 6.30 વાગે કાકડીનાે ઉપર બતાવેલાે જ્યુસ
(2) 8.00 વાગે છાસ
(3) 10.00 વાગે સલાડ
(4) 12.00 વાગે છાસ
(5) 2 થી 3 વાગે સલાડ
(6) 5 વાગે છાસ
(7) 7.00 વાગે સલાડ.
આ સિવાય દિવસમાં એકથી બે વાર એકદમ આેછી માત્રામાં ચા-કાેફી લઈ શકાશે.
બસ..! પૂરાં વીસ દિવસ માટે આ જ રીતે આહારનાે કાર્યક્રમ રાખવાનાે છે. કાકડી ચરબી ઊતારે છે, લિવરમાંથી કચરાે બહાર કાઢે છે, કિડનીની સફાઈ કરે છે. છાસ આંતરડાની ગરમી ઘટાડે છે, આંતરડામાં ફ્રેન્ડલી બેકટેરિયા વધારે છે. સલાડમાંથી ઘણાંબધાં વિટામિનાે મળે છે. આવા લાંબા ઉપવાસથી પિતાશય(ગાેલ બ્લેડર)ને નુકસાન થાય છે. સફરજન આવા નુકસાનથી બચાવે છે. દાડમ સ્વાદ માટે છે, પપૈયું પાચન માટે, વિટામિન એ માટે અને લિવરની સફાઈ માટે છે.
આ બધાંની સાથે જાે વ્યાયામ પણ કરવામાં આવે તાે ખૂબ સારું પરિણામ મળે છે. પરંતુ 10 કિલાે વજન ઊતરી જાય એટલે જરાય ખુશ ન થશાે. જાે તમારામાં પરિવર્તન નહીં આવે, આદતાે નહીં બદલાય તાે અચાનક કમાયેલું ધન જુગારી માણસ જેમ ગુમાવી દે છે એમ જ તમે વજન ગુમાવીને મેળવેલું આરાેગ્ય પાછું ગુમાવી દેશાે, ફરીથી હતાં એવા ને એવા થઈ જશાે..! કારણકે સ્થૂળ માણસાેમાં આળસ ખૂબ હાેય છે, મક્કમતા એકદમ આેછી હાેય છે. અનેક સ્થૂળ લાેકાે તાે ડિપ્રેશનથી બચવા જ વારંવાર કાંઈ ને કાંઈ ખાઈ લે છે. આવા સમયે એક ગ્લાસ પાણી પીઆે, ઊંડા શ્વાસ લાે, સલાડ ખાઈ લાે પણ ગમે તે વસ્તુ ન ખાશાે.
જાપાનમાં લાેકાે આેછામાં આેછાે ઝઘડાે કરીને પ્રસન્નચિત રહે છે, બિઝનેસમાં ખૂબ આગળ રહે છે. કારણકે બાળકને માતાપિતા નાનપણથી એક જ વાત શીખવે છે. જ્યારે પણ ગુસ્સાે આવે ત્યારે બે મિનિટ માટે ઊંડા શ્વાસ લેવાનાં રાખાે, ગુસ્સાે આપાેઆપ શાંત થઈ જશે. વજનદાર લાેકાેને મારી સલાહ છે કે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એક ગ્લાસ ઠંડું પાણી પીઆે, બે મિનિટ માટે ઊંડા શ્વાસ લાે અને ફરીથી કામે લાગી જાઆે.
પ્રભુ આપનું કલ્યાણ કરે, માનવશરીરનું સન્માન કરતા રહેવાની તાકાત આપે, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
Reduce 10. kg Weight
naturally in just 20 days.
Dear Friends, warm welcome on behalf of Nihar Charitable Trust. Today, more and more people are suffering from obesity. Due to crash dieting, many of them damage their body for longer period. I am going to show you very effective diet plan for weight reduction. You should do it only for 20 days, then return back on normal diet. And don’t try to repeat it frequently, otherwise it will become harmful.
After brushing teeth, take a glass of cucumber juice. Take pieces of cucumber, add warm water and squeeze half lemon after preparing juice. After one and half hour, you can take a glass of buttermilk. Take 3 tea spoon of curd, mix it in a glass of water and prepare buttermilk. After two hours, take mixture of salads and fruits. Cucumber, bit root, cabbage, spinach, apple, pomegranate, papaiya, carrot etc. After every two to three hours, alternatively you can take butter milk and fruit+salads.
Suppose your day starts at 6.00 then you can arrange one time table:
(1) At 6.30, Tea or coffee,
(2) Cucumber juice at 7.00,
(3) Nearby 8.30, Butter milk,
(4) at 9.30, Mixture of salads and fruits,
(5) at 11.00, butter milk,
(6) at 1.30, Salads and fruits,
(7) at 3.30, Tea of coffee,
(8) at 5.00 pm, Butter milk,
(9) and.. and.. in evening at 7.00 Salads and fruits,
(10) at 8.30 pm, if needed you can take one apple.
For the total period of 20 days, you can follow this time table with normal exercise.
Cucumber juice helps to detoxify liver and cleans up kidneys. Butter milk helps in producing friendly bacteria in bowels. We can get lots of vitamins and minerals from salads and fruits. Crash dieting for longer period can create the problem of gall bladder stone. Apple can prevents such type of g.b.stone problem.
If you do exercise with this diet plan, will get fast result. But after loosing 10-15 kg. weight, If you loose your control, again you will be on the tract of fatness and lethargy. After reducing weight, you should be awakened. Because, in many cases the nature of fatty person is full of laziness and depression. To avoid depression people eat anything.
Take deep breathe at least three times in a day. It will keep you in ease. Drink cold water whenever you feel false hunger. Or after sunset you can take cold water to balance false hunger. Weight is directly connected with our thought process. Stress triggers on appetite center of brain and to suppress stress people eat and eat and eat anything, anytime unconsciously.
God bless you and give power to control your mind and power for taking regular deep breathe.
May god give you power to respect your divine body. Have a fat free and healthy time,
Mukesh Patel, Managing Trustee,
Nihar Charitable Trust,
Ahmedabad, Gujarat, India.