દોસ્તો, ફેફસાંમાંથી ઓક્સિજન લઈને લોહી મારફતે આખા શરીરમાં પહોંચાડવાનું કામ હિમોગ્લોબિન કરે છે. આપણાં શરીરમાં હિમોગ્લોબિન ઘટે એટલે થાક લાગે છે. મગજ સુધી આેક્સિજન યોગ્ય પ્રમાણમાં ન પહોંચવાને લીધે ચક્કર, માથાનો દુખાવો અને બેચેની પેદા થઈ શકે છે. આવો જોઈએ Hb કુદરતી રીતે વધારવાનાં રસ્તાઓઃ
સફરજન, બીટ, ટામેટા અને દાડમનો એકથી બે ગ્લાસ જ્યૂસ સવારે ખાલી પેટે લઈ શકાય.
આમળાનો અડધીથી એક ચમચી પાવડર જરાક નવશેકા પાણી સાથે સૂતી વખતે અથવા સવારે બ્રશ કરીને નવશેકા પાણી સાથે લઈ શકાય. પરંતુ, એસિડિટી થતી હોય તો આ પ્રયોગ સાવધાનીથી કરવો. માફક ન આવે તો તરત બંધ કરવો.
સવાર-સાંજ 20 મિનિટ સુધી નાડી-શુદ્ધિ પ્રાણાયમ અને ઊંડા શ્વાસોચ્છશ્વાસની ક્રિયા કરવાથી હિમોગ્લોબિન વધી શકે છે. પ્રાણાયમથી શરીરમાં ઉમર સાથે વધતી લોહીની અને અન્ય અશુદ્ધિઓ નિયમિત રીતે બહાર ફેંકાતી રહે છે. ટૂંકમાં, પ્રાણાયમ આપણને ઘડપણ અને ઘસારાથી દૂર રાખે છે.
નિયમિત વ્યાયામથી પાચન સુધરે છે, લોહીનું પરિભ્રમણ સુધરે છે અને સરવાળે Hb વધે છે. ઘંઉનાં જ્વારાનાં રસથી હિમોગ્લોબિન વધી શકે છે.
હિમોગ્લોબિન ઘટવાનાં સંભવિત કારણોઃ
- લોહી પાતળું કરવાની દવાથી પેટમાં અલ્સર(ચાંદા) થાય છે જેનાંથી હિમોગ્લોબિન ઘટી શકે છે. આ સિવાય પણ એલોપથીની કેટલીક દવાઓની આડઅસરમાં હિમોગ્લોબિન ઘટે છે. ડોક્ટરની સલાહ અનુસાર આવી તકલીફનો ઈલાજ કરી શકાય છે,
- પાચન બગડવાથી લોહી ઘટે છે,
- સ્વભાવમાં બળતરા હોય, વાતે વાતે ખાેટું લાગતું હોય, ઊંડી ચિંતા થતી રહેતી હોય તો પણ એનાંથી લોહી ઘટવા લાગે છે,
- આજકાલનાં નુકસાનકારક આહારથી શરીરમાં ચેપ લાગે છે અને એની આડઅસરમાં પણ લોહી બનવાનું ઘટે છે.
- અનિદ્રા, ઊજાગરા, અશાંત ઉંઘ કે જેમાં ખરાબ સ્વપ્નાઓ આવે અને વ્યક્તિ સવારે જાગે ત્યારે શરીર-મનથી થાકેલી હોય વગેરેથી પણ લોહી બનવાનું ઘટે છે,
- ઓછું પાણી પીવાની આદત, બંધ રૂમમાં રહેવાની આદત અને પ્રાણાયમનાં અભાવને કારણે પણ લોહી ઘટે છે.
દોસ્તો, કુદરતી રીતે જ્યારે આપણાં શરીરમાં લોહી બને છે ત્યારે એનાંથી આપણને જીવન જીવવાની વધુ મજા આવે છે. પ્રભુ આપનું કલ્યાણ કરે, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Reduced level of Hb
leads towards a serious illness..
Hemoglobin carries oxygen into our body via the blood. We feel tiredness when Hb reduces. Our brain requires more amount of Oxygen. When oxygen level reduces in the brain we feel giddiness, fatigue, and headache. Here are some tips to raise Hb:
You can take 200 to 400 ml of mix juices of apple, bit, pomegranate and tomato regularly,
You can take 1/2 to 1 teaspoon amla (gooseberry) powder before going to sleep in the night or in the morning after tooth brushing with lukewarm water regularly. But if you feel an acidic situation then stop taking it.
If you perform pranayama like Nadi shuddhi and deep breathing for 20 minutes twice a day, you can increase the amount of Hb. Pranayama helps our body to detoxify regularly. So, the body can eliminate impurities regularly. In short, pranayama keeps aging and degeneration away.
With the practice of regular exercises, one can improve his digestion and can raise his Hb level. Wheatgrass juice can also help to increase Hb levels.
Some possible reasons for reducing the Hb level:
- Due to the side effects of blood thinner allopathic drugs, a human body becomes the victim of intestinal ulcers. Side effects of many allopathic drugs can also reduce the Hb levels. (With the advice of the doctor, dosages of allopathic drugs can be reduced.)
- Hb reduces in case of unhygienic food, indigestion, constipation, anxiety, and emotional disturbance.
- Insomnia, unsound sleep will lead to a reduced level of Hb.
- Less consumption of water, working for more hours in a closed room, without following breathing techniques can also reduce the level of Hb.
Friends
the required level of Hb helps us to live with more energy.
God bless you, AyurGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad.
5 Comments
Good
Very nice and helpful information
Quite informative, adding some physical exercise along with may bring faster results.
સરસ અને ખૂબ ઉપયોગી માહિતી. આભાર
Very informative. Thanks