વજન વિષે ડો. શ્રી. મુકુંદ મહેતાએ એક સુંદર સૂત્ર બનાવેલુંઃ વજન એટલે ‘વ’ધારે ‘જ’મો ‘ન’હીં..! જાણે-અજાણે અનેક લોકો ભૂખ ન હોવા છતાંય વધુ અને વધુ ખાતા રહે છે, વારંવાર ખાતા રહે છે. તણાવ(સ્ટ્રેસ) ઘટાડવા માટે એમનું મન ટાઈમપાસની વસ્તુ તરીકે આહારને પકડે છે. કારણ, કોઈ વ્યક્તિ જ્યાં સુધી ખાય કે ચા-કોફી-સોફ્ટ ડ્રિન્કસ પીએ કે નાસ્તો કરે ત્યાં સુધી એનાં વિચારો ધીમા કે શાંત થઈ જાય છે. સિગારેટ-બીડી-તમાકુનાં વ્યસનમાં પણ આ જ વાત બને છે. જ્યાં સુધી મોંની અંદર સિગારેટ કે બીડી-તમાકુ હોય ત્યાં સુધી વ્યક્તિ અભાનપણે થોડોક શાંત રહેતો હોય છે. ભૂખ નથી છતાંય અભાનપણે ખાતા રહેવાથી પણ અનેક લોકોનું વજન વધે છે.
આજનો પ્રયોગ આપનાં વધેલાં વજનને ઊતારવા માટેનો એક ટેકો છે. જાડાપણાંને કારણે જેમનાં લગ્ન નથી થતાં એવા લોકો માટે આશીર્વાદરૂપ છે. જે લોકો વજન વધવાથી ડિપ્રેશનમાં આવી ગયાં છે તેમને માટે આશાનું એક કિરણ છે. પરંતુ, આ પ્રયોગથી વજન ઊતરે પછી આપનાં જીવનમાં પણ બદલાવ જરૂરી છે. સળંગ 7થી 20 દિવસ સુધી આવો પ્રયોગ કરાય તો 20 દિવસમાં 10 કિલો વજન પણ ઊતરી શકે છે. મીઠું(salt) માપસર લેવાનું અને એ સિવાય ધાણા-જીરુંનો પાવડર, થોડુંક સંચળ, લીંબું વગેરેનો સ્વાદ અને જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકાય છે.
આપણે સવારથી જ શરૂઆત કરીએઃ (1) સવારે આશરે 7.30ઃ બ્રશ કર્યાં બાદ ખીરા કાકડી અને ન મળે તો સાદી કાકડીને છીણીને એનો એક ગ્લાસ જ્યૂસ પીવાનો, (2) 8ઃ30- કાકડીનો જ્યૂસ લીધાંનાં એક કલાક બાદ આદત હોય એ લોકો માપસર ચા-કોફી લઈ શકે છે, (3) 9ઃ30 વાગે એકથી બે ગ્લાસ જેટલી ગાયનાં દૂધની તાજી મોળી છાશ, (4) 12ઃ00 વાગે કાકડી, કોબીજ, ટામેટાં, ગાજર, બીટને સલાડ તરીકે લેવાં. અને, જો લઈ શકો તો પાલક-મેથીની ભાજીનાં તાજા, કાચા પાંદડા પણ સલાડની સાથે જ ખાવા,
(5) 3ઃ00 વાગે ફરીથી એકથી બે ગ્લાસ તાજી મોળી છાશ લેવાય, (6) સાંજે 4ઃ30 વાગે ચા-કોફીની આદત હોય તો ઓછા પ્રમાણમાં લેવાં અથવા એક ગ્લાસ નવશેકું પાણી પીવું, (7) સાંજે 6થી 6ઃ30 વાગે સલાડ લેવો, (8) રાત્રે 8ઃ00 વાગે એક સફરજન શાંતિથી ચાવીને ખાવું, (9) રાત્રે સૂતી વખતે અડધીથી એક ચમચી હરડેનો પાવડર અથવા આમળાનો પાવડર નવશેકા પાણી સાથે લેવાનો.
નિયમિત રીતે વ્યાયામ કરવાથી વધારાની ચરબી ઓછી થાય છે. દરરોજ ત્રણથી ચાર લિટર પાણી પીવાથી શરીર પોતાનાં મૂળ આકાર(શેપ)માં આવતું જશે. ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાયેલી વિશ્વની સૌથી મોંઘી કાર કરતાંય વધુ કિંમતી એવું આપણું શરીર, મન છે. ખરેખર તો એ અમૂલ્ય છે જેની કિંમત જ ન આંકી શકાય. જ્યારે જ્યારે મફતમાં મળેલું શરીર નામનું અમૂલ્ય વાહન બગડે છે ત્યારે થોડાંક સમય માટે એનું ધ્યાન રખાય છે. વળી પાછાં અનેક લોકો શરીરનું મહત્વ ભૂલી જાય છે. આભાર, પ્રભુ આપનું કલ્યાણ કરે,
12 Comments
VERY USEFUL TIPS…
Thanks a lot ..🙏🙏
Thank you.
Very useful
Sir, thank you. If anyone uses this diet plan and also does exercise, will get results. And, after getting the result one should maintain it. The human body needs maintenance.
Very very useful …Thanks
Yes Sir. Thank you.
મારા માનવા મુજબ એક જ મહિનામાં ૧૦ કિલો ઉતરવું તો જેટલી ઝડપથી ઊતરે એટલી ઝડપથી પાછું આવી ગયું થઈ જવાના ચાન્સીસ રહેતા હોય છે એના કરતા દર મહિને એક જ કિલો ઉતારી અને બાર મહિને ૧૨ કિલો વજન ઉતારવાનો ગોલ રાખવામાં આવે તો કદાચ સફળતા વધારે મળે
સર, આપની વાત બિલકુલ સાચી છે. પરંતુ, શરીરને નુકસાનકારક એવા ખૂબ મોંઘા પાવડરો, ગોળીઓ લઈને પણ લોકો તાત્કાલિક વજન ઊતારવા માટે દોડે છે. આવી સિન્થેટિક કે વનસ્પતિનાં નામે વેચાતી અન્ય વસ્તુઓથી ભવિષ્યમાં ડાયાબિટીસ, બી.પી. થવાનાં ચાન્સીસ વધે છે. અને , આવી વસ્તુઓ લીધા બાદ પણ અનેકનાં વજન વધી જાય છે. ઉપરનાં પ્રયોગથી ખર્ચ વિના વજન ઊતરશે અને મેં જેમ ચેતવ્યા છે એમ જ વ્યક્તિ સાચવશે, સંયમ રાખશે તો ઊતરેલું વજન ટકશે. વજનનો વિષય શેયરબજાર જેવો છે..! સ્થૂળ માણસોનું મન શેયરબજારની જેમ સંયમની બાબતમાં ઉપરનીચે થતું રહે છે. આભાર.
સર ડાયટ બહું કડક લાગે છે. , એક ટાઈમ રોટલી રખાય એવું કંઇક જણાવો ને 🙏
ચેતનભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. પરંતુ, આવા કોઈપણ પ્રયોગો જ્યારે સળંગ થોડાંક દિવસ માટે થાય ત્યારે આપણું લિવર, સ્વાદુપિંડ અને પેટ, આંતરડા થોડાંક નવરા પડે છે. આવા સમયે આ બધાં અવયવો ભેગા થઈને વધારાનો કચરો પણ શરીરની બહાર ફેંકે છે જેને લીધે પેટ ઓછું થાય છે. તેમજ, આવા પ્રયોગને સાચવીને કરાય તો ઈમ્યુનિટી વધે છે જેને કારણે બી.એમ.આર. વધવાથી શરીરની રોજેરોજ કેલરી વાપરવાથી શક્તિ વધે છે. ઊતરાયણ બાદ વાતાવરણમાં ઠંડક ઘટે, થોડી ભૂખ ઓછી લાગે એવું થાય ત્યારે શરૂઆતમાં ચાર-પાંચ દિવસ માટે આ પ્રયોગ કરી જુઓ. બાકી, એક ટાઈમ રોટલી ખાવાથી ખાસ કોઈ લાભ નહીં મળે. આભાર.
Yes sir ….aisi hi tips follow karke maine 12 kg weight loose kiya he time thoda jyada laga par result mila sahi he..👍
Very Good. Ek bar result mil jane ke badme roj thoda dhyan rakhna. God bless you.