કોઈનાં વર્તનથી થયેલું ઊંડું દુઃખ સામેની વ્યક્તિ માટે મનમાં ખટાશ લાવી શકે છે. આહારમાં લેવાતી ખટાશ માફક ન આવે ત્યારે એનાંથી ચામડીમાં ખંજવાળ, એસિડિટી અને સાંધાનો દુઃખાવો પણ થઈ શકે છે. મનમાં ટેન્શન કે કોઈનાં માટે ખટાશ પેદા થાય ત્યારે પણ એસિડિટી તેમજ ફરતો વા થઈ શકે છે.
ફરતો વા (rheumatoid arthritis) માં લોહીમાં રહેલાં સારા સેલ્સ(કોષો) પણ નાશ પામે છે. ખરાબ કોષો નાશ પામે એ તો સારી વાત છે, જેને લીધે આપણે સાજા રહી શકીએ છીએ, પરંતુ કોઈ અજ્ઞાત કારણોસર ફરતાં વાની તકલીફમાં લોહીમાં રહેલાં સારા કોષો પણ નાશ પામે છે. રૂમેટોઈડ ફેક્ટરને કારણે આ કોષો નાશ પામે છે. આ લેખમાં આ ફેક્ટર માટે જવાબદાર સંભવિત એવા થોડાંક કારણો તેમજ સરળ સારવાર બતાવી છે.
દર્દીઓ સાથેનાં અનુભવ અનુસાર ફરતાં વાની તકલીફવાળાં ઘણાં કિસ્સાઓમાં અમે આવા દર્દીઓનાં સ્વભાવમાં બંધાયેલી દુઃખની ગાંઠનો અનુભવ કર્યો છે. કેટલાંક કિસ્સાઓમાં દર્દીનો પોતાનો સ્વભાવ પણ રોગને ટકાવી રાખવામાં કે આગળ વધારવામાં જવાબદાર બની શકે છે.
દહીંથી શરૂ કરીને લીંબુ સુધીની બધી જ ખટાશ, આથાવાળો આહાર, મગ તેમજ મગની દાળ સિવાયનાં બધાં જ કઠોળ અને ઘઉંને બંધ કરવાથી આહારનાં સંયમથી મળતો મોટો લાભ આ રોગનાં દર્દીઓને મળી શકે છે. ''યં'' ના મંત્રનો મંત્રોચ્ચાર સવારે બ્રશ કરીને અને ફરીથી રાત્રે સૂતી વખતે 5 થી 10 મિનિટ માટે કરવાથી મૂલાધાર ચક્રની શુદ્ધિ થવાથી મનની ખટાશ ઘટી શકે છે. મનોમન જ કોઈની માફી માગી લેવાથી, કોઈને માફ કરવાથી પણ રૂમેટોઈડ ફેક્ટર ઘટી શકે છે.
ગાજરનો જ્યૂસ, મોસંબીનો જ્યૂસ અને માફક આવે તો સલાડ લેવાથી લોહીની શુદ્ધિ થાય છે, લોહીનો વા ઘટવા લાગે છે. ગળોનો પાવડર, ગળોની ગોળીઓનો ચિકિત્સકની સલાહ અનુસારનો ઉપયોગ આ રોગમાં સારો લાભ આપી શકે છે. શરીરની સ્થિતિ અને શક્તિ મુજબ ચાલવાનો વ્યાયામ દિવસમાં ગમે ત્યારે 5થી 10 મિનિટ માટે કરી શકાય છે.
-મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી,
નિહાર ચેરિટેબલ ટ્ર્સ્ટ,
અમદાવાદ.382480
12 Comments
Good tips
I hv high cholesterol and high uric acid I m not taking any sour food but still had very severe pain in all joints I hv started allopathy tablet family forced but I would b very happy if you can nake a whole days diet chart fir me I m ready to come and meet you also 🙏🏻🙏🏻🙏🏻
Sorry for inconvenience
Sir, આપણી આરોગ્ય ની તમામ સલાહ જીવન માં 100% ઉપયોગી હોય છે. આપ સારું જીવન જીવવાના સજેશન મફત માં આપો છો. Great …. Sir. મને ગેસ એસીડીટી ની તકલીફ છે તો યોગ્ય દેશી ઉપચાર બતાવશો. Please
Very true. Nice useful and eye opening information.
Nice of you Mukesh Sir ,along with food and emotion doaffect our body .your writing is really useful for us .મંગળ હો
Nice information sir
નિહારકુદરતી ઉપચાર અલગ અલગ રોગ વિષે જાણકારી તેમજ
તેના ઉપાયની જાણકારથી મને ગણો લાભ મળ્યોછ્. આભાર
મુકેશભાઈ તેમજ દિપીકાબેન
After meal my stomach grows & feel heavy ness. Get nautia sometime. I didn’t get enough digestion.
ફ્રોઝન સોલડર થી હાલ માં પેઇન થાય છે. હાથ ઉપર લેવામાં દુઃખાવો થાય છે.. ઉપચાર જણાવવા વિનંતી… આભાર…
ફ્રોઝન શોલ્ડરનાં દુખાવાને ઘટાડવા, મટાડવા માટે ખોરાકમાં ફેરફાર, જરૂરી વ્યાયામ અને ઔષધ આટલી તો જરૂર રહે જ છે. એ બધું અહીંયા આપવું શક્ય નથી. અનુકૂળતા થાય ત્યારે રૂબરુ એપોઈન્ટમેન્ટ લઈને બતાવવા આવી શકાય.
Good day, I recently came to the CSStore.
They sell OEM Lavalys software, prices are actually low, I read reviews and decided to [url=http://silenius.pro/microsoft-word-2019]Take Word 2019[/url], the price difference with the official site is 20%!!! Tell us, do you think this is a good buy?
I got the software ok but the price wasn’t as advertised 18.99 but 26.00 has been withdrawn. I wasn’t happy
[url=http://silenius.pro/xilisoft-dvd-creator-7]Order Cheap Xilisoft DVD Creator[/url]