વાતાવરણમાં વધી રહેલું પ્રદુષણ, આપણી ઘટતી જતી રાેગપ્રતિકારક શક્તિ(ઈમ્યુનિટી) અને નબળી પાચનશક્તિને કારણે આજે લાખાે લાેકાેને દરરાેજ શરદી, નાક નીતરવું, નાક બંધ થઈ જવું, છીંકાે આવવી વગેરે તકલીફ થતી રહે છે. આજે એનાે અદભુત પરંતુ પાંચ જ મિનિટમાં અસર બતાવે એવાે ઉપચાર અહીં આપ્યાે છે.
લાેખંડની તવી (જેમાં આપણી રાેટલી બનતી હાેય છે) માં રાઈ, મીઠું(દળેલું) અને અજમાે એમ દરેક વસ્તુ એકથી બે ચમચી જેટલી લેવાની. ગેસ ચાલુ કરીને જેવાે ધુમાડાે નીકળવાનાે શરૂ થાય અને રાઈ ઊડવા માંડે કે તરત જ ગેસને ધીમાે કરી દેવાનાે. હવે ગેસની નજીક જઈ, તવીથી સલામત અંતરે માેં રાખીને એ ધુમાડાને શ્વાસમાં લેવાનાે. માત્ર પાંચ જ મિનિટ માટે આ પ્રયાેગ કરવાથી આપની શરદી અને એને લગતી તકલીફમાં ખૂબ ઝડપથી રાહત મળશે.
નાકની અંદર રહેલાં, ગળામાં રહેલાં શરદીનાં ખતરનાક વાઈરસને રાઈ-મીઠું-અજમાનાે ધુમાડાે મારી નાખે છે, પેરેલાઈઝ કરી નાખે છે. વાઈરસ કાેઈ દવાથી મરતા નથી. આયુર્વેદ અને કુદરતી ઉપચાર આપણી રાેગપ્રતિકારક શક્તિને વધારે છે અને વાઈરસ, બેક્ટેરિયા કે અન્ય જંતુઆે શરીરમાં જમા થયેલાે જે કચરાે ખાવા આવે છે તે કચરાને દૂર કરવામાં મદદરૂપ બને છે અને નવાે કચરાે ન થવા દેવાે હાેય તાે સુધરી જવું પડે એની વાત સમજાવે છે.
જ્યારે પાચન ખરાબ હાેય છે ત્યારે પેટનાે અગ્નિ મંદ પડે છે. આવા સજાેગાેમાં અપાચનને કારણે શરીરમાં કફ વધે છે, વાયુ વધે છે. વાયુથી નાક બંધ થાય છે, કફથી પાચન બગડતું જાય છે. માટે, રાત્રે સૂતી વખતે એક ચમચી હરડેનાે પાવડર જરાક નવશેકા પાણીમાં આેગાળીને પીવાથી પેટ સુધરશે. પાચન સુધારવા માટે નિયમિત રીતે ચાલવાનાે વ્યાયામ, આહારમાં સમજ અને વિવેકનાે ઉપયાેગ કરવાે પડે.
આદુ, મરી, તુલસી, ફુદીનાે, લસણ આ બધાં કુદરતે આપણે માટે બનાવેલાં નાનાં નાનાં સૂર્યાે છે. આ બધી વસ્તુઆેનાે પ્રયાેગ સાચવીને કરતાં રહેવાય તાે આ સૂર્ય-કણિકાઆે આપણી અંદર જઈને કફને કાપે છે, કફને ઘટાડે છે. આધુનિક એલાેપથીની દવાઆે કફને સૂકવે છે, પેટને બગાડે છે, પાચન નબળું કરે છે. આવી દવાઆેનાે ડાેઝ જ્યારે ભારે હાેય ત્યારે આંતરડામાં સાેજાે આવવાથી આપણી ભૂખ મરી જાય છે, ઊબકા પણ આવે છે.
પેટનાે અગ્નિ એટલે કે પાચન અંદરથી સારું કરવા માટે આહાર સુધારવાનાે છે, વ્યાયામ કરવાનાે છે, આળસને ત્યાગવાની છે. એના ટેકામાં કુદરતે આપેલી સૂર્ય-કણિકાઆેની મદદ લેવાની છે. ડાેક્ટરે આપેલી અગ્નિકણિકાઆે(દવાઆે અને ઈન્જેકશન્સ)ની આડઅસરાે ખૂબ જ હાેય છે.
પ્રભુ આપને આરાેગ્યમય જીવન આપે,
આપનાથી અન્યનું ભલું થાય એવી સદબુદ્ધિ અને તાકાત આપે એવી પ્રાર્થના સાથે,
મુકેશ પટેલ.
(ટ્રસ્ટી, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ)
1 Comment
Watch Full video here, https://youtu.be/zZbRLrsar9w