નવસારીથી આવેલાં પિનાબહેને એમનો IgEનો રીપોર્ટ મારા હાથમાં મૂક્યો. લેવલ ઘણું વધું હતું. જ્યારે ઋતુ બદલાય ત્યારે વર્ષમાં ત્રણ-ચાર વાર નાકમાંથી પાણી નીકળે, શ્વાસ લેવામાં તકલીફ થાય, કફ વધે, ગળામાં દુઃખે અને ક્યારેક તો તાવ પણ આવે. અગાઉ વર્ષમાં એક-બે વખત આવી તકલીફ થતી અને ત્રણ-ચાર દિવસમાં તો એલોપથીની દવાઓથી ફટાફટ સારું થઈ જતું. પરંતુ, છેલ્લાં બે વર્ષથી તો એલોપથીની ભારેમાં ભારે દવાઓ લીધા પછી પણ લાંબા સમય સુધી તકલીફો દૂર નહોતી થતી.
Mrs. Pina had come for the treatment of dust allergy also with higher levels of IgE. She was regularly suffering from seasonal problems. Her complaints were common: running nose, breathing issue, cough, cold, pain in the throat, and sometimes fever. Initially, she was suffering once or twice a year and had been cured by allopathic medicines in a short time period. But for the period of two years, she suffered a lot even after taking heavy medicines for a longer period.
જ્યારે વાતાવરણ બદલાય ત્યારે હવામાં અનેક પ્રકારનાં પેથોજન્સ(જંતુઓ) ફેલાય છે. આપણે એક ઋતુમાંથી બીજી ઋતુમાં પ્રવેશ કરીએ કે અચાનક ધૂળ ઊડે, વંટોળ ચડે કે વરસાદ પડે ત્યારે પણ એ વાદળનાં પાણીની સાથે, ધૂળ, વંટોળની સાથે ખૂબ મોટી સંખ્યામાં જંતુઓ આવે છે. આવા સમયે આપણું શરીર એની સામે લડવા માટે તરત જ તૈયાર રહે છે.
Many pathogens are spread into the atmosphere during climate changing. Pathogens come in huge amounts with dust, water, tornado, and rain. The human body is miraculous. It is every ready to face any infection.
કેટલાંક દેશોમાં સૂર્યની ગેરહાજરી લાંબો સમય હોય છે અને હાજર હોય ત્યારે પણ અનેક વખત તડકો સાવ હળવો જ હોય છે. આવી સ્થિતિમાં મન નબળું પડે છે, ઠંડકને લીધે કફ વધે છે. આથી IgE લેવલ વધી શકે છે. આ સ્થિતિમાં વધેલાં કફને કાપવા માટે ત્રિકટુ ચૂર્ણ અને હરડે પાવડરથી સારવાર શરૂ થઈ.
The absence of proper Sunrays is a big issue in some countries. We get serotonin from sunrays. So, the level of serotonin is reduced in such situations. It leads to depression. The low temperature of winter can develop a cough and increase IgE levels. Advised given to her for taking ”trikatu” and ”harde” powder.
ત્રિકટુ એટલે સૂંઠ, મરી અને લીંડીપીપરનું મિશ્રણ. આ ત્રણેય ઔષધો કફનો નાશ કરનાર, પાચનને સુધારનાર અને વાયુને શાંત કરનાર છે. આ ત્રણ ઔષધોથી IgE લેવલ પણ ઘટે છે, શરીરમાં કફને લીધે થતી અન્ય બીમારીઓ પણ દૂર થાય છે. દિવસમાં બે વાર બેથી ત્રણ ગ્રામ પાવડર મધ કે ગોળ સાથે લેવાનું કહ્યું.
Trikatu is a mixture of ginger, black pepper, and Lindi pipper. It helps in reducing IgE levels. She started taking it daily two to three times with jaggery or honey. These three herbs are helpful in improving digestion, balancing ”VAYU”, and curing cough and cough bases diseases.
આ સિવાય, રાત્રે સૂતી વખતે અડધીથી એક ચમચી જેટલો સાદી હરડેનો પાવડર જરાક નવશેકા પાણી સાથે શરૂ કરાવ્યો. આયુર્વેદની અન્ય ઔષધિઓ પણ લેવાની હતી. સુવર્ણ વસંતમાલતી જેવી કફનાશક અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર ખાસ ઔષધિ પણ હતી. પાંચ માસની સારવારને અંતે IgE લેવલ એકદમ નોર્મલ થઈ ગયું.
For some period, she also had taken 3 to 4-gram harde powder with lukewarm water a minimum interval of three hours after dinner. Suvarna Vasantmalti and other ayurvedic herbs had been given to her. The IgE level has become normal after 5 months of treatment. Suvarna Vasantmalti is helpful for improving immunity as well as eliminating a cough.
આ બધાંની સાથે જે દેશમાં રહેવાનું છે એની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જીવવું પણ જરૂરી હતું. કંટાળો આવે તોય, મન સાથે લડીને પણ પિનાબહેને નિયમિત રીતે વ્યાયામ કરવાનું શરૂ કર્યું. વીક એન્ડમાં ઘરનાં અન્ય સભ્યોને પણ ઓવરટાઈમ કામ કરવાને બદલે ઘરથી દૂર ફરવાની મજા લેતાં કર્યાં. આથી, વીક એન્ડમાં મન પ્રફુલ્લિત થાય છે જેને કારણે પાચન સુધરે છે, રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે. સર્વાંગી આરોગ્ય મળે ત્યારે દર્દીનો રોગ પાયામાંથી દૂર થાય છે.
She had started fighting with her mind and did regular exercise as well as following a ”disease-curing diet plan”. Now on a weekend, the other family members also stopped doing overtime jobs and they have started enjoying weekend outings. Outing helps in improving immunity as well as digestion..! When a person achieves total health it means his disease is cured. God bless you.
8 Comments
One of the most knowledgeable article ever I have seen. I am dam sure that who ever watch this article will be in great benefit.
Thanks a lot, Tom, we all are in the lap of mother nature but when we go away from mother, ailments start to catch us. God bless you.
vaat kuf & constipation problems
વાત, પિત અને કફ એટલે આપણાં શરીરની અંદર બ્રહ્માં, વિષ્ણુ અને મહેશ. આમાંથી જેનું અસંતુલન થાય એનું સંતુલન જળવાય એ માટે જરૂરી આહાર લેવો જોઈએ. કબજિયાત એ સ્થિતિ છે, રોગ નથી. શરીર સાથે જ જોડાયેલી કબજિયાત હરડે, વિરેચન કે ઈસબગુલથી કાબૂમાં રહે અને મનની કબજિયાત માટે ઘણી અડચણોને પસાર કરવી પડે. આભાર, પ્રભુ આપનું કલ્યાણ કરે.
મારુ igE લેવલ 263 આવ્યું છે. ઉમર 29 વર્ષ છે. એલોપેથી સારવાર અત્યારે લઇ રહ્યો છું છેલ્લા 8 મહિનાથી. ડોક્ટર કહે કે તમને urticaria છે સારું થાતા સમય લાગશે. ડોક્ટરે કઠોળ માં મગ અને તુવેર સિવાય ના બધા કઠોળ નહીં ખાવાના અને આથા વાળુ કલર વાળું નહીં ખાવાનુ. તો કોઈ સારો આયુર્વેદિક ઉપચાર કહો.
આઠ મહિનાથી એલોપથી ચાલુ છે. આપને એનાંથી પરિણામ મળી રહ્યું હોય તો એ ચાલુ રાખી શકાય. તમને એ સારવારથી સંતોષ ન હોય તો અહીં વેબસાઈટ ઉપર આપેલાં ફોન નંબરથી એપોઈન્ટમેન્ટ લઈને સારવાર માટે રૂબરુ આવી શકાય, ટેલિફોનિક કન્સલ્ટેશન લઈ શકાય. શું ખાવું, શું ન ખાવું એ કોઈપણ ઔષધિ કરતાંય વધુ પાવરફૂલી વર્ક કરે છે. મગજ સુધી જતાં પદ્ધતિસરનાં થોડાંક ઊંડા શ્વાસ, યોગ્ય મુદ્રા દર્દીનું તાત્કાલિક જીવન બચાવી શકે છે અને એય કોઈ નુકસાન વિના. આભાર.
Great idea to write about such stuff here. I am grateful for every word.
[url=https://ilxxxindex.simplesite.com/450916574]נערות ליווי בתל אביב[/url]
Thank you Kebra, God bless you.