19/10/2021, મંગળવારે શરદપૂનમ છે. રાત્રે અગાસીમાં બેથી પાંચ કિલો ખડી સાકરને એક વાસણમાં રાખવાની. સોળે કળાએ ખીલેલાં ચંદ્રની સામે રાતભર રાખ્યા બાદ બીજા દિવસે સાકરને એક કાચની બોટલમાં ભરી લેવાની. માઈગ્રેન, પિત, એસિડિટી કે ગેસ હોય ત્યારે આવી સાકરનો ટુકડો ચૂસીને લેવાથી રાહત મળે છે.
ચંદ્રની સ્થિતિની સીધી અસર મન પર પડે છે. શરદપૂનમે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. માઈગ્રેનનો દુઃખાવો પણ સોળે કળાએ દર્દીનાં માથામાં દબાણ કરે છે..! શરદપૂનમે રાખેલી સાકરને ચૂસવામાં આવે તો માઈગ્રેનની તકલીફમાં સારો લાભ મળી શકે છે. એમાંય જો વહેલી સવારે પાંચથી છ વાગે સાકરનો ગાંગડો ચૂસવામાં આવે તો માઈગ્રેનની બીમારીમાં ઝડપી લાભ મળી શકે છે.
દૂધ માફક આવતું હોય એમને માટે માઈગ્રેન, માથાનો દુઃખાવો, એસિડિટી આ બધાંમાં આવી ખાસ સાકરવાળું દૂધ અક્સીર ઔષધ સાબિત થશે. એમાંય શક્ય હોય તો ગાયનું કે દેશી ગાયનું દૂધ સાકર મિક્સ કરીને પીવું જોઈએ.
આ સિવાય, વારંવાર જેનો ઉલ્લેખ કરતો રહું છું તેવો વાયુ અને એસિડિટીનો અક્સીર ઈલાજઃ ધાણા, જીરું અને સાકરનો પાવડર સરખાભાગે ભેગો કરીને કાચની બોટલમાં ભરી રાખવાનો. એસિડિટી, છાતીમાં બળતરા, તડકામાં જઈને આવ્યાં બાદ માથું દુઃખવું વગેરેમાં એક ચમચી પાવડરને ઠંડા પાણીમાં ઓગાળીને પી શકાય. આનાંથી તરત જ હળવાશ મળશે, વાયુ અને એસિડનું શમન થશે. આ મિક્સરમાં હવેથી સાદી ખડી સાકરને બદલે આવી શરદપૂનમવાળી ખડી સાકરનો પાવડર ભેગો કરીને રાખજો.
કફ પ્રકૃતિવાળાં દર્દીઓ યાદ રાખે કે સાકર અને ધાણાંની ઠંડકથી કફ વધી શકે છે. માર્બલ પર ચાલવું, બેસવું કે સૂવું કફને વધારી શકે છે. માર્બલ એટલે ચંદ્રની અસરવાળા પત્થરનાં ટુકડાઓ. કફવાળા દર્દીઓને જ્યારે દૂધ સારી રીતે નથી પડતું ત્યારે અપચો થાય છે અને આવી સ્થિતિમાં પણ એમનો કફ વધતો રહે છે.
જેને મન છે એનું જ બીજું નામ માનવી..! મન અશાંત હોય ત્યારે પણ પિત ઉપર ચડે છે, વિચારવાયુ પણ થાય છે. માઈગ્રેન, પિત, એસિડિટી જેવી બીમારીઓ ઉપર મનમાં થતી તકલીફોની તરત જ અસર પડે છે. ગુસ્સો આવે કે ટેન્શન થાય ત્યારે અચાનક જ એસિડિટી વધી શકે છે. સારી ઉંઘ ન આવે ત્યારે તેમજ ઊજાગરાને લીધે હાઈપર એસિડિટી થઈ શકે છે. મનને ગીતામાં બંધન અને મોક્ષ બંને માટે જવાબદાર ગણાવ્યું છે.
કહેવાય છે કે ભગવાન શ્રી. રામમાં બાર કળાઓ હતી અને શ્રી. કૃષ્ણ સદેહે હતાં ત્યારે અને આજે મૂર્તિમાંય સોળેય કળાએ ખીલેલાં જ છે..! આવી જ સોળે કળાએ ખીલેલાં ચંદ્રની અસર પરોક્ષરૂપે સાકર મારફતે આપ સૌનાં શરીરમાં પ્રવેશે અને શરીરની સાથે મનને પણ સોળે કળાએ ખીલવે એવી પ્રભુને પ્રાર્થનાં,…
14 Comments
Very useful to all those having the problem of migrane
Thank you, Sir.
Very useful information 🙏🙏🙏👍👌
Thank you.
Dear Mukeshbhai…thanks for sharing a very useful tips on proper time. i will try my best to share to more peoples🙏🙏
Thank you very much.
શરદ પૂર્ણિમા એટલે ફકત ચારે બાજુ ફેલાયેલી ચાંદની જ નહી પરંતુ એમાંથી નીકળતી જીંદગીની અકસીર ઔષધી ….ખૂબ સરસ અજમાવા જેવો પ્રયોગ…
વાહ, આભાર અનીસભાઈ.
🙏🙏शरदपूनम के दिन चंद्र के पास बैठकर ध्यान करे ओर ये साकर वाली ओषधि ले तो पीत का शमन होता ही है
Nice information
🙏 Thank you Sir
Thank you.
Aaje 20th raatna khadi sakar muki shakay??
આ વખતની શરદપૂમન 19 ઓક્ટોબર સાંજે 7.30ની આસપાસ શરૂ થઈને 20મી સાંજે 5.39ની આસપાસ આશરે પૂરી થઈ ગઈ. જે લોકોને સાકર મૂકવાની હતી એમને માટે 19મીની રાત્રિ ઉતમ હતી અને ધાર્મિક ઉપવાસ માટે 20મીનો દિવસ હતો. જેમને આનંદ જ કરવો છે એમને માટે દરેક રાત્રિએ ચંદ્ર-તારાઓ અને સમગ્ર બ્રહ્માંડની કૃપા આપણાં ઉપર રોજ વરસે છે. આજનો બ્લોગ જે સાંજે આપ વાંચી શક્શો તે ચંદ્ર-તારાઓની નીચે બેસવાનાં ફાયદા વિષે જ છે. પ્રભુ આપનું આરોગ્ય જાળવે.
Sir your tips is small but we have benefit lot of in our health your
આભાર, બસ આમ જ આપની જેમ અનેક લોકો કુદરતની અદ્ભુત રચનાને સમજે, આપણાં વિસ્મયકારક પરંતુ અદ્ભુત શરીરની મહાનતાને સમજે અને બીમારીના ભયને બદલે કુદરતનાં અભયની દુનિયામાં આવે. આવજો.