આજના યુવાનો અને ખાસ કરીને વિધાર્થીઓ રાત્રે મોડા સુધી જાગતા હોવાથી સવારે ઊઠે છે પણ મોડા. એ સિવાય ટી.વી. જોવાની આદતને કારણે પણ અનેક લોકો રાત્રે મોડા જાગીને સવારે મોડા ઊઠે છે. તો જોઈએ આવા લોકો માટેનો ખાસ આહાર કાર્યક્રમઃ
• સવારે 10 વાગે એક કપ ચા-કોફી-દૂધ અથવા જરાક નવશેકા પાણીમાં લીંબું-શરબત,
• 11 વાગે એક ગ્લાસ નવશેકું પાણી, 12 વાગે 2 ગ્લાસ સાદું માટલાનું પાણી,
• 1 વાગે રોટલી-શાક અને જો બરાબર ભૂખ ન લાગતી હોય તો ઉપમા-પૌંઆ-હાંડવો-ઢાેકળા-શીરો-રાબ-બાફેલાં ઢીલાં મગ-દાળ.ભાત અથવા માત્ર મિક્સડ ફ્રૂટ્સ,
• 4 વાગે ચા-કોફી-દૂધ અથવા સંતરા-મોસંબી કે લીંબુ-શરબત કે પાઈનેપલ-એપલનો મિક્સડ જ્યૂસ કે નારિયેળ-પાણી, સાંજે 5 વાગે 2 ગ્લાસ સાદું પાણી,
• સાંજે 6થી 7ની વચ્ચે ભાખરી.શાક/ખીચડી.શાક/ભાખરી-દૂધ/હાંડવાે/બટાકા-પૌંઆ/ઈડલી/ઢાેંસા/પંજાબી ડીશ અને જો ભૂખ ન હોય તો માત્ર મિક્સડ ફ્રૂટ્સ્
• બસ….! હવે તાળું મારી દેવાનું. બને ત્યાં સુધી કાંઈ ન નહીં ખાવાનું. રાત્રે 8થી 10.00માં પાંચેક ગ્લાસ પાણી પીવાનું. એ પછી પાણી પણ બંધ.
રાત્રે ઘેર આવ્યા પછી એક કલાક માટે ચાલવાનો વ્યાયામ કરી શકાય અથવા જીમમાં જઈ શકાય છે. રાત્રે મોડા સુધી જાગનારા અનેક લોકો રાત્રે ખાતાં રહે છે. જો આરોગ્ય સાચવવું હોય અને મોડા સૂવાની અને જાગવાની આદત પછી પણ યુવાની ટકાવી રાખવી હોય તો સાંજે 7 પછી કાંઈ જ નહીં ખાવાનું.
આ સિવાય પણ કેટલીક ટિપ્સ છે એ જોઈએઃ
• રાત્રે 10 વાગે બેથી ત્રણ ચમચી સાદા-સફેદ ઈસબગુલને સાદા પાણીમાં મિક્સ કરીને પીવાનું,
• રાત્રે 10થી લઈને આપ જાગો ત્યાં સુધીમાં ત્રણ-ચાર વખત સાદા પાણીથી આંખો ધોવાની કારણકે રાત્રે અકુદરતી પ્રકાશમાં કોઈપણ કામ કરાય તો આંખોને નુકસાન થાય છે,
• આંખોને ઉપરનીચે, આજુબાજુ ગોળ-ગોળ ફેરવવાનો જે વ્યાયામ છે તે દરરોજ બેથી પાંચ મિનિટ માટે કરવો જરૂરી છે કેમકે આજે દરેક યુવાન મોબાઈલ-કોમ્પ્યુટર વાપરે છે,
• રાત્રે બારીઓ ખુલ્લી રાખીને કામ કરાય તો શરીરને પૂરતો ઓક્સિજન મળશે,
• શ્વાસની ક્રિયાઓથી ફેફસાં સારી રીતે અને વધુ પ્રમાણમાં ઓક્સિજન લઈ શક્શે તેમજ યાદશક્તિમાં તેમજ આત્મવિશ્વાસમાં વધારો થશે.
પ્રભુ આપનું આરોગ્ય જાળવે એવી પ્રાર્થના સહ, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી,
નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
07874744676, 09913230263.
(nihar.anupan@gmail.com)
Special diet plan for people
who stay awake till late night.
In today’s era, many people wake up late. It is due to late night working habits. A special timetable and diet plan for such people:
• In morning at 10.00 a.m.: tea-coffee-milk or lemon juice,
• At 11a.m. One glass of lukewarm water,
• At 12 p.m. Two glasses of normal water.
• At 1.00 p.m.: – Chapati-Sabzi/Upma/Poha/Handvo/Halwa (prepared with the help of wheat flour, ghee and jaggery) /boiled mung/rice and Dal/mixed fruit’s dish.
• At 4.00 p.m. Tea-coffee or milk / mixed juice of orange-Mozambique / Pine apple-apple/lemon /coconut water with lemon
• At 5.00 p.m. Two glasses of normal water,
• Between 6 p.m. And 7p.m.p.m.p.m.: Bhakri-Sabzi/Khichdi-Sabzi/Bhakhri/Milk/Handvo/idli/Dosa/Punjabi dish and if not having enough hunger then you should have mixed fruits only,
Now stop….! Avoid eating anything after 7.00 p.m.
You should drink at least 5 glasses of water between 8 to 10 p.m.
You can do walk, at least for an hour after reaching home or can join a gym.
If you want to become young for years, avoid eating anything after 7 and do regular exercise at least for an hour.
Here are some more tips:
• You can take 2 to 3 teaspoons of normal, white isabgol. Mix it in a glass of water and have it around 10 p.m.
• From 10 p.m. And onwards, you should wash your eyes with the help of normal water three to four times. It will stop your eyes from damages due to un-natural light or absence of sunlight.
• Do some movement of eyes for 3 to 5 minutes because normally we use cell phone and computer regularly.
• Keep your windows open during your working time at night. It will give you enough oxygen and energy from the cosmos,
• If you can do some breathing exercises, it will increase your mind power as well as the confidence level.
May God bless you and help you to maintain your health, Mukesh Patel, Managing Trustee, Nihar Charitable Trust, Gujarat, India.
07874744676, 09913230263
nihar.anunan@gmail.com
8 Comments
Nice and usefull
Nice to do all this to live long
Very good suggestion
Pahela to savare jagya pachi be glash pani pivu pade che(pivay ne ?)
Ane ratre mode sudhi jagavanu thay to bhukh to lage j
Ane khavu pade
Really , Useful for juniors and Seniors ke jemne Ratre mode sudhi Ungh na Aavti Hoy temna mate pan. Thank you very much.
Very useful health tip, thanks, Mukeshbhai.
Savare uthi ne 3 thi 4 glasses pani piva Ni aadat che, to ee saru ke nahi?
Very very useful infomation,Sir.
Very useful healthy tips thank you so much for all my family member