આપણે મોસંબી, સંતરા, દ્રાક્ષ, કેળાં, ચીકુ વગેરે જે કોઈ ફળો ખાઈએ છીએ એ આપણને કુદરત તરફથી મળતો લીલો મેવો છે. કારણકે ફળોને ખાધા બાદ પચાવવા માટે આપણાં પાચનતંત્રને ઘણી ઓછી મહેનત કરવાની રહે છે. ફળોમાં કુદરતી સાકર(શર્કરા) છે. ફળો પેટમાં જાય પછી આવી કુદરતી સાકર એમાંથી છુટ્ટી પડીને ખૂબ ઝડપથી લોહીમાં ભળીને આપણને શક્તિ આપે છે.
અનાજ, દૂધ વગેરે લીધાં બાદ પાચનતંત્રને લાંબો સમય કામ કરવું પડે છે. એટલે જ તો અનાજ, દૂધ વગેરે લીધાં બાદ ક્યારેક ગેસ, અપચો અને એસિડિટી થાય છે. ધારો કે આજે બપોરે 1 વાગે ભોજનમાં રોટલી-શાક કે બીજું કોઈ અનાજ લીધું તો એનાં પાચનની અને મળ બહાર નીકળવા સુધીની પ્રક્રિયા બીજા દિવસ સવાર સુધી ચાલે છે..!
જો આપણે સૂકા મેવાને સાચી રીતે લઈએ તો પાચનતંત્ર ઉપર એનો બોજો ઘટી જાય છે. જૈન મહારાજસાહેબે સૂકો મેવો પલાળીને ખાવા વિષે એક તામ્રપત્ર વર્ષો અગાઉ તૈયાર કરેલું. અને, આ વાતનો ઉલ્લેખ કાંતિ ભટ્ટે એમનાં લેખમાં કરેલો. સૂકા મેવાને ખાવાની સાચી રીત કઈ? બદામ, ખજૂર, સૂકી દ્રાક્ષ, અંજીર, જરદાળું વગેરેને પાંચથી સાત કલાક માટે જો પાણીમાં પલાળી રાખવામાં આવે તો આપણને એનો વધુમાં વધુ ફાયદો મળી શકે છે.
ખજૂર, સૂકી દ્રાક્ષ, જરદાળું, અંજીર વગેરેમાં કુદરતી સાકર છે એટલે આ બધાંને એકસાથે પાણીમાં પલાળીને રાખી શકાય. પાંચથી સાત કલાક પાણીમાં રાખ્યા બાદ એ જ પાણી પી જવાનું અને સાથે એને ખાઈ લેવાનાં છે. કારણકે ખજૂર, અંજીર, દ્રાક્ષ, જરદાળું વગેરેનું ઘણુંબધું સત્વ પાણીમાં ભળી જશે. એ સિવાય જે કાંઈ વધે છે એને જ્યારે આપણે ખાઈશું ત્યારે એમાંથી વધુ માત્રામાં રેષાઓ(ફાઈબર) મળશે અને એનાંથી થોડું પેટ પણ ભરાશે.
બદામને પણ પાંચથી સાત કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યાં બાદ ખાવી જોઈએ. પરંતુ, એનું પાણી ફેંકી દેવાનું અને બદામની ઉપરનું પડ દૂર કર્યાં બાદ એને નિરાંતે ચાવીને ખાવાની છે. પલાળ્યાં વિનાની બદામ જ્યારે નાના બાળકો વધુ પ્રમાણમાં ખાય છે, ખાસ તો ચાવ્યા વિના ખાય છે ત્યારે એમનાં પાચનતંત્રને આવી બદામથી ગંભીર નુકસાન થાય છે. બાળકોનાં પેટ માટે આવી પલાળ્યા વિનાની કાચી બદામ લોખંડનાં ટુકડા સમાન પણ સાબિત થઈ શકે છે. આ વાત બાળકોની મમ્મીઓએ સમજવાની છે..!
અખરોટ, પિસ્તા અને કાજુને પલાળવાનાં નથી. અખરોટમાં રહેલું કુદરતી તેલ ગોઠણ(ઢીંચણ)નાં સાંધાને કુદરતી રૂપમાં ગ્લુકોસેમાઈન આપે છે. અખરોટથી સારું કોલેસ્ટ્રોલ(HDL) વધે છે. અખરોટ આખા જ લાવવાનાં, ખાવા હોય ત્યારે જ તોડવાનાં કારણકે હવાથી અખરોટનું રક્ષણ કરવાં જ કુદરતે ઉપર અદ્ભુત કવચ આપેલું છે.
કયા આહારમાંથી શું મળે છે એની સાથે સાથે આપણે એવા આહારને કેટલો પચાવી શકીએ છીએ એ વાત ઉપર જ એનો ફાયદો આપણને મળી શકે છે. વ્યાયામ કરવાની આદત ન હોય અને પ્રોટીન મેળવવા માટે આપણે જો વધું માત્રામાં ડ્રાય-ફ્રૂટસ્ ખાઈએ તો એનાંથી ફાયદાને બદલે નુકસાન થવાની સંભાવના વધશે.
દોસ્તો, પ્રભુએ 1500 કરતાંય વધુ પ્રકારનાં પ્રોટીન આપણને આહારરૂપે આપ્યાં છે જેમાંથી શરીરને જરૂરી પોષણ(ન્યૂટ્રીશન) મળી શકે છે. પાયાની વાત એક જ છે; એનું પાચન. પ્રભુએ આપેલાં ચમત્કારિક શરીરને સાચવવાની આપને શક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થનાં,
26 Comments
ખુબ સરસ માહિતી છે, હવે શિયાળો આવ્યો તેથી આ રીતે સુકો મેવો ખાવાથી વધુ ફાયદો મળશે…આભાર.
આભાર અનીસભાઈ.
Nice article
Thank you Chandrakantbhai.
Thank you, Mukeshbhai.
આભાર.
ખૂબ ખૂબ આભાર સાહેબ
ખૂબજ સરસ માહિતી બદલ
આભાર, શિવાભાઈ.
Thank you very much for Guidance
Thank you Suryakantbhai.
Superb & excellent usefull detail for our stomach protection
Thanks
Thank you.
આજની માહિતી ખુબજ સુંદર હતી, આભાર નિહાર પરિવાર🙏
કેતનભાઈ,આભાર.
Thanks a lot for sharing the scientific ways of eating dry fruits.
Welcome, Madam.
Hameshni jem, mahiti sabhar lekh.
Mukeshbhai, Prabhu kripa thi lakhata raho.
Dilip Patel
દિલીપભાઈ સાહેબ, આભાર. આપને જાણીને આનંદ થશે કે નિહાર ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી 2022માં અનુપાનની હાર્ડ કોપી પુસ્તકની સિરીઝનાં રૂપમાં શરૂ કરવા માટેનાં તમામ પ્રયત્નો પૂરજોશમાં ચાલું છે. નવા વર્ષે એમાં એક મદદ મળી છે જેનાંથી અમારી હિંમત થોડીક વધી છે. આપની સદ્ભાવના બદલ આભાર.
સૂકો મેવો કેવી રીતે ખાવાથી અધિક પોષણ મળે એ જાણી ઘણો આનંદ થયો.
અશોકભાઈ, આભાર.
Very nice
ભાઈલાલભાઈ સર, આભાર.
Very nice information
Thank you.
ભાઈ શ્રી
આપે સુકો મેવો કેવી રીતે ખાવો જોયે તે વિગત વાર સમજાવ્યું તે બદલ આપનો ખુબ ખુબ આભાર
આજ કાલ સોશિયલ મીડિયા પર જાત જાતની પોસ્ટ આવે છે તેના કારણે confusion થાય છે.
ધર્મેશભાઈ, આભાર. સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ વાઈરલ થાય કે નહીં એ પરમાત્માને આધીન છે પરંતુ જેટલાં લોકો એ પોસ્ટને વાંચે કે વિડીયોને જુએ એને સાચું અને પાકું માર્ગદર્શન મળે એ જરૂરી છે.