કોઈએ પ્રશ્ન કર્યો છે: ” મારી ઉમર 36 વર્ષ છે. હમણાં કંપનીમાં મેડીકલ ટેસ્ટ થયાં એમાં HbA1c 7.5 આવે છે. એટલે કે મારી ત્રણ મહિનાની એવરેજ સુગર આશરે 170 જેટલી આવે છે. જિંદગીમાં પહેલી વાર અચાનક જ આટલી સુગર આવી છે. હાલ શું કરી શકાય? મારા શરીરમાં કોરોનાની ભારે દવાઓ નથી ગઈ. ભૂતકાળમાં પણ એલોપથીની કોઈ ભારે દવાઓ નથી લીધી. પરંતુ, મને વ્યાયામની આદત નથી અને ખાવાપીવાનો શોખ છે.”
પેપર પર સુગરનો આવો આંકડો અચાનક ભલે આવ્યો છે પરંતુ તમે તો એની તૈયારી વર્ષોથી કરી રાખી છે ને..! વ્યાયામ કરવાની આદત નથી, ખાવાનો શોખ છે. કદાચ ભૂખ ન હોવા છતાંય ખાઈ લેતા હશો. રાત્રિભોજન પછી સોફા કે બેડ પર લાંબા થઈને ટીવી જોતાં હશો કે લેપટોપ પર કામ કરતાં હશો..! આમાં ક્યાં કશું અચાનક થયું એમ કહેવાય? બીમારીઓ આવે એની પૂરી તૈયારીઓ તમે લાંબા સમયથી કરી રહ્યાં છો.
વધારે સમય ખુરસીમાં બેસી રહેવાનું થાય, લાંબા સમય સુધી શરીર સ્થિરનું સ્થિર જ રહે એટલે ખાધેલો ખોરાક સારી રીતે ન પચે. આપણે ખાસ હલનચલન ન કરીએ એટલે ખોરાકમાંથી છુટ્ટી પડેલી સુગર વપરાય નહીં પરંતુ લોહીમાં જ ફરતી રહે. આવી રીતે લોહીમાં ફરતી વધારાની સુગરને મેડીકલની ભાષામાં ડાયાબિટીસ કહેવાય છે. ડાયાબિટીસમાં કોઈ ચેપી જંતુઓ નથી હોતા કે જેને દવાથી મારવાનાં હોય..! જો કોઈને મારવાની જરૂર છે તો તે છે આળસ, અનિયમિતતા અને અકરાંતિયાપણું(ખોરાક ઉપર તૂટી પડવાની આદત) કે ભૂખ કરતા વધુ ખાવાની આદત.
આળસ ઘટે અને જો હાથ-પગ ચાલવા લાગે તો તરત જ લોહીમાં ફરતી વધારાની સુગર વપરાવા લાગશે. પરસેવો પડે એવો વ્યાયામ કરશો એટલે ઝડપથી સુગર વપરાશે અને સાથે સાથે લિવર અને સ્વાદુપિંડ વધુ મજબુત થશે. નિયમિત બનશો એટલે રોજેરોજ સુગર કાબૂમાં રહેશે, સરવાળે ત્રણ મહિનાની એવરેજ સુગર એટલે કે HbA1c પણ કાબૂમાં આવશે.
આપણાં મગજમાં insular cortex નામનો ભાગ છે જેની કામગીરી વિષે વર્ષોથી સંશોધન ચાલે છે. તણાવની અસર આ ભાગ ઉપર વધુ પડે છે. શરીરમાં ઈન્સ્યુલિનનો જે સ્ત્રાવ થાય છે એની સ્વીચ આ ભાગમાં આવેલી છે. આથી, તણાવ અને ચિંતા વધે એટલે લોહીમાં ફરતી સુગર વધે છે.
આપણે જ્યારે મેડિટેશન કરીએ છીએ ત્યારે મગજમાં સારી એવી હળવાશ પેદા થવાથી ઈન્સ્યુલર કોર્ટેક્ષમાં જે જ્ઞાનતંતુઓ એટલે કે ન્યૂરોન્સ છે એ પણ વધુ પાવરફૂલી કામ કરી શકે છે. ટૂંકમા, મેડિટેશનથી સુગર ઘટે છે. આ સિવાય, સુગરને કાબૂમાં રાખવા માટે લીમડો, હળદર, કારેલાં, તુલસી, બીલીનાં પાન, અરડૂસી વગેરે વનસ્પતિમાંથી બનતી જરૂરી ઔષધિઓ પણ મદદ કરે છે.
આરોગ્યની નબળી માર્કશીટમાં થોડાંક સારા માર્ક આવે એ માટે નિયમિત વ્યાયામ કરવાની અને સાથે સાથે આહારમાં સંયમ રાખવાની તેમજ કેવળ અંગત હિત માટે જ કરાતા વધુ પડતાં કાર્ય(work)માં સંયમ રાખવાની પ્રભુ શક્તિ આપે એવી અંતરથી પ્રાર્થનાં,
મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
12 Comments
Do u provide any medication. To reverse diabitice.
We treat patients with the help of naturopathy and herbals. And remember, diabetes is not a disease, it’s a condition that can be maintained and if the patient starts giving respect to his\her body then it can be cured also( not in the case of juvenile diabetes). God bless you.
Good message and good work your site, thanks
Thank you, Sir.
Sir, you give always good knowledge and right advice to us
Thank you Kiranbhai.
According to x ray my knee joints have no gaps. Bones are touching each other. I play table tennis ( little more😝) I am 58 yrs old.
Is there any method to avoid knee replacement surgery?
You can come for consultation after taking a prior appointment and we can try to avoid your surgery in a natural way.
મારી ઉંમર ૬૩વર્ષ ની છે
મને last year થી બોર્ડર પર સુગર આવે છે
Average ૬.૫ આવે છે
તો ઉપાય બતાવશો
આ બ્લોગમાં લાખો ડાયાબિટીસનાં આપનાં જેવા દર્દીઓને વધુમાં વધુ લાભ થાય એવાં ઈલાજો જ બતાવ્યાં છે. છતાંય જે દર્દીને વ્યક્તિગત રીતે લાભ લેવો હોય એ એપોઈન્ટમેન્ટ લઈને સારવાર માટે નિહાર આરોગ્ય મંદિર પર આવી શકે છે. આભાર.
Sir Iam Hitesh Desai I am regular follower of your tips and advice, but From some time I’m sugar level is round about 7.5 , I follow regular exercise and diet control , my physicians say that you have stress sugar , my age is 64 & i am at Usa ,so possible sir please advice me on email or here. Thanks & obliges you 🙏🏻
Hiteshbhai, you may call on no’s Nihar Aarogya Mandir and inform that you are in the U.S.. They will give you a telephonic appointment for our consultation. Thanks.