દોસ્તો, આજકાલમાં ભક્તિભર્યાે શ્રાવણ પૂરો થશે અને ભયથી ભરપૂર ભાદરવો શરૂ થશે. ભાદરવા મહિનામાં પડતી સૂર્યની પ્રચંડ ગરમી ચોમાસામાં પેદા થયેલાં હાનિકારક બેક્ટેરિયા, જંતુઆે અને ગંદકીનો નાશ કરવા પેદા થાય છે. આવી ગરમીમાં શરીરમાં પિત વધે છે, એસિડિટી વધે છે. એટલે શ્રાદ્ધને ગોઠવીને આપણને દૂધ, ખીર, દૂધપાક ખવડાવવામાં આવે છે જેનાંથી પિત, એસિડ શાંત રહે.